________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ચારાપાણીને લેતા નથી. તેઓની આ વિવેકપૂર્વકની ચેષ્ટાથી ભવ્યભાવ (સિદ્ધિગમન) નજીક છે એમ જાણીને હૈયામાં તેઓ ઉપર રાગ થયો. પછી વિશેષથી તેઓનું પોષણ કરે છે.
અને ત્યાં ભંડીરમણ નામનો શ્રેષ્ઠ યક્ષ હતો. પછી કોઈક દિવસે તેના મંદિરમાં જાત્રા થઈ. શ્રેષ્ઠીને પુછ્યા વિના જ મિત્ર ગાડામાં વહન કરવા માટે કંબલ શંબલને લઈ ગયો. બીજા બીજા ગાડાઓની સાથે હરિફાઈમાં કંબલ અને શંબલને લઈ ગાડામાં દોડાવ્યા. સર્વત્ર ઘણા બળદોની સાથે તેઓની દોડવાની હરિફાઈમાં જીત થઈ પરંતુ તેઓએ ગાડામાં અનુચિત (અધિક) ભાર ભરીને દોડાવવાથી તે સુકુમાર બળદો સાંધાથી તૂટ્યા. (૨૯) હવે ખીલામાં બંધાયેલા, ચારો નહીં ચરતા અને પાણીને નહીં પીતા, ખિન્ન થયેલા કંબલ અને શંબલને જિનદાસે જોયા અને પછી જ્યારે પૂછે છે ત્યારે સ્ત્રીએ કહ્યું કે કુમિત્રે લઈ જઈને ગાડાની હરિફાઈમાં દોડાવ્યા છે. અંતિમ અવસ્થાને અનુભવતા જાણીને જિનદાસ તેઓને ચારેય પ્રકારના આહારના પચ્ચખાણ કરાવે છે તથા નમસ્કાર મંત્ર સંભળાવે છે પછી શુભભાવમાં રહેલા તેઓ મરીને નાગકુમારમાં ઉત્પન્ન થયા. (૩૨)
આ બાજુ વર્ધમાન સ્વામી શ્વેતાંબિકા નગરીથી સુરભિપુર જતા નાવથી ગંગા નદીને ઉતરે છે. ત્રિપૃષ્ઠ ભવમાં જે સિંહને માર્યો હતો તે સંસારમાં ભમીને સુદઢ નાગાધિપતિ થયો. પૂર્વભવના શત્રુભાવને કારણે જિનેશ્વર સહિત નાવડીને કેટલામાં ડૂબાડવા લાગ્યો તેટલામાં કંબલ અને શંબલે તેને જોયો. પછી તેઓ વિચારે છે કે અમે જિનેશ્વરના ઉપસર્ગનું નિવારણ કરીએ કારણ કે તેમના પ્રસાદથી મળેલી દેવદ્ધિ ક્યાં વપરાશે ? (અર્થાત્ પ્રભુના ઉપસર્ગને દૂર કરવા સિવાય બીજે ક્યાં તેનો ઉપયોગ કરાય ?)
હવે ત્યાં જઈને એક દેવ નાવને પાર કરે છે અને બીજો દેવ મહદ્ધિક એવા પણ સુદઢ દેવને બહાર કાઢે છે કારણ કે આ દેવનો અવન સમય વર્તે છે તેથી તેનું બળ ઘટી ગયું છે અને કંબલ અને શંબલ નવા ઉત્પન્ન થયા છે તેથી તેઓનું બળ અધિક છે પછી જિનશ્વરનો મહિમા કરીને તે પણ પોતાને સ્થાને ગયા. (૩૮)
अथ महिषानधिकृत्याह - હવે પાડાને આશ્રયીને કહે છે
निद्दयकसपहरफुडंतजंघवसणाहिं गलियारुहिरोहा । . जलभरसंपूरियगुरुतडंगभजंतपिटुता ।।१९४।। निग्गयजीहा पगलंतलोयणा दीहरंछियग्गीवा । वाहिजंता महिसा पेच्छसु दीणं पलोयंति ।।१९५ ।। निर्दयकशाप्रहारस्फुटजंघावृषणेभ्यो गलितरुधिरौघाः जलभरसंपूरितगुरुतटंकभज्यमानपृष्ठांगाः ।।१९४ ।। निर्गतजिह्वाः प्रगलल्लोचनाः दीर्घाक्षिग्रीवाः
वाह्यन्ते महिषाः पश्य दीनं प्रलोकयन्ति ।।१९५ ।। ગાથાર્થ : નિર્દય ચાબુકના પ્રહારથી તૂટતી જંઘા અને વૃષણમાંથી ગળતા છે લોહીના સમૂહો જેઓના, પાણીના સમૂહથી ભરેલી મોટી ચામડાની પખાલથી ભાંગતા છે પીઠના ભાગ જેઓના,