________________
સ્નેહભર્યું બનાવી શકે છે. પ્રશ્ન છે કેવળ તેને યોગ્ય વિષય આપવાનો અને તે તરફ વાળવાનો.
અનુપ્રેક્ષા ધ્યાન કરવા માટે સવારનો સમય વધારે અનુકૂળ રહે છે જ્યારે ચિત્ત રેડિયો-ટી.વી. સમાચારપત્રો વગેરેથી ક્ષુબ્ધ થયેલું ન હોય. અન્ય પ્રકારનાં ધ્યાનોની જેમ આ ધ્યાન માટે પણ આસન, પ્રાણાયામ (શ્વાસપેક્ષા)અને શરીરનું શિથિલીકરણ આવશ્યક છે. ધ્યાનની શરૂઆત કરતાં પહેલાં તે માટે થોડોક સમય ફાળવવો જરૂરી છે. તે વિના સીધા જ આ ધ્યાનમાં પ્રવેશ કર્યો હશે તો ધ્યાન બરોબર લાગશે નહિ. એકવાર ધ્યાન સિદ્ધ થઈ ગયા પછી અનુપ્રેક્ષા ધ્યાન માટે કેવળ એકાંત પણ પર્યાપ્ત બની રહે. સામાન્ય રીતે દરેક ધ્યાનની જેમ બે ઘડી (૪૮ મિનિટ) જેટલો સમય આ ધ્યાનને આપ્યો હશે તો ભાવનાના – વિચારના સંસ્કાર અંતચિત્ત ઉપર સારી રીતે અંકિત થઈ જશે જેને કારણે સ્વભાવ પરિવર્તન અને વ્યકિતત્વનું રૂપાંતર સરળ બની રહેશે.
પ્રેક્ષાધ્યાન સમાલોચના પ્રેક્ષાધ્યાનનો વ્યાપ મોટો છે. તેની અંતર્ગત છ પ્રકારનો ધ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી પ્રેક્ષાધ્યાન માટેની પૂર્વવિધિ અને સમાપનવિધિ પણ એક સંક્ષિપ્ત ધ્યાન જેવાં જ છે. એમાં આપણે પ્રવેશવિધિ અને સમાપનવિધિ ઉપરાંત બીજાં પાંચ ધ્યાનની વિચારણા કરી છે. કાયોત્સર્ગ ધ્યાન આમ તો તેની અંતર્ગત આવે છે પણ મેં તેને જુદું તારવીને આગળ અલગ લીધું છે કારણ કે તે થોડુંક અસામાન્ય છે. વળી મેં તેની સાથે લોગસ્સનું અનુસંધાન કરીને લીધું છે. સાધકે આ બધાંય ધ્યાન એક સાથે લેવાની જરૂર નથી. બધાં ધ્યાન એક સાથે કરવા જતાં સાધક કંટાળશે અને એકેયનો લાભ તેને નહિ મળે. મારા હિસાબે આ બધાં ધ્યાનોમાંથી શ્વાસપેક્ષા, અનુપ્રેક્ષા પ્રમુખ છે અને ધ્યાન માટે જણાવેલ પૂર્વવિધિ અને ઉત્તરવિધિ મહત્ત્વનાં છે.
પ્રેક્ષાધ્યાનનું લક્ષ્ય આમ તો આત્માને જોવાનું અર્થાત્ આત્માના સાક્ષાત્કારનું છે પણ તેમાં શરીરના સ્વાથ્ય અને મનની સ્વસ્થતા ઉપર ધ્યાનવિચાર