________________
અનુપ્રેક્ષા ધ્યાન સ્વસ્થ અને પ્રસન્ન જીવન માટે પણ ઘણું ઉપયોગી છે. માણસ મોટેભાગે દુઃખી હોય છે પોતાના સ્વભાવને કારણે અને પોતાની નિર્બળતાઓને કારણે. અનુપ્રેક્ષાથી સ્વભાવ બદલી શકાય છે અને નિર્બળતાઓને સબળતામાં ફેરવી શકાય છે. ક્રોધ, માન, માયા અને લોભના કષાયો માણસને સુખી થવા દેતા નથી. જો માણસ તેની પ્રતિપક્ષી ભાવનાઓ ક્ષમા, નમ્રતા, સરળતા અને ઉદારતાની ભાવના ભાવ્યા કરે તો તેના જે તે કષાયો મંદ પડી જાય છે. તેનાથી માણસના સ્વભાવમાં પરિવર્તન આવતું જાય. છે અને તે વધારે સ્વીકાર્ય બનતો જાય છે.
અનુપ્રેક્ષા કરવા માટે પ્રેક્ષા આવશ્યક છે એવું નથી. માણસ અનુપ્રેક્ષા માટેનો વિષય ભૂતકાળમાંથી લઈ શકે છે કે ભાવિમાંથી પણ લઈ શકે છે. વાતનું તાત્પર્ય એ છે કે માણસે જેવા થવું હોય, જે ગુણો પ્રાપ્ત કરવા હોય તેનું જો સતત ચિંતન કર્યા કરે છે – અનુપ્રેક્ષા કરે છે તો તેનામાં તે ગુણોનું અવતરણ થવા લાગે છે. અહમ્ નું ચિંતન કરતાં અહત્ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કયા વિષય ઉપર ચિંતન કરવું, કઈ ભાવના ભાવવી તે માણસે જાતે નક્કી કરવાનું હોય છે.
આજે હવે વિજ્ઞાને એ વાત સ્થાપિત કરી દીધી છે કે શરીર અને મન જુદાં નથી. બંને પરસ્પર જોડાયેલાં છે અને એકની અન્ય ઉપર અસર પડ્યા વિના રહેતી નથી.
શરીરને થયેલા કોઈ રોગ માટે માણસ જો એવું ચિંતવન કર્યા કરે કે તે રોગ મટી રહ્યો છે - તે સાજો થઈ રહ્યો છે તો માણસના સાજા થવાની સંભાવના વધી જાય છે. જો માણસ સતત એમ જ વિચાર્યા કરે કે તે માંદો છે તેને અમુક રોગ થયો છે તો તેની માંદા પડવાની શકયતા વધી જાય છે આમ રોગ નિવારણ માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે અનુપ્રેક્ષા ધ્યાન ઘણું સહાયક થઈ પડે છે.
સ્વસૂચન દ્વારા તન-મનની સારવાર કરવાની જે પદ્ધતિ આજે વિકસી છે તે એક પ્રકારની અનુપ્રેક્ષા જ છે. અને પ્રાર્થના પણ અનુપ્રેક્ષા ધ્યાનમાં આવે એમ કહી શકાય.
અનુપ્રેક્ષા ધ્યાન માણસની વિચારશકિતને સતેજ કરીને, એકત્રિત કરીને, તેનો વિધ વિધ રીતે ઉપયોગ કરીને જીવનને સ્વસ્થ-સંભર અને ૯૨
ધ્યાનવિચાર