________________
એટલું જ લક્ષ આપવામાં આવ્યું છે. પ્રેક્ષાનાં આનુષંગિક ધ્યાનોની નિષ્પત્તિ કરતી વખતે શરીરની સંરચના, નાડીતંત્ર અને ગ્રંથિતંત્ર વગેરેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. આમ આ ધ્યાનો વૈજ્ઞાનિક પણ છે વળી તેમનો અભિગમ વ્યવહારુ છે.
પ્રેક્ષાધ્યાન વાસ્તવિકતામાં રૂપાંતરનું-બદલાવનું ધ્યાન છે. તેનાથી જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે. સાધક જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં આવતો જાય છે. તેના કષાયો મંદ પડતા જાય છે. પ્રેક્ષાધ્યાનનો સાધક તનાવગ્રસ્ત ઓછો રહે છે. બાકી આત્મસાક્ષાત્કારની વાત તો બહુ દૂરની છે. જોકે તેનાથી ચેતનાનાં પ્રકંપનોનો અનુભવ સાધકને થઈ શકે છે. પ્રેક્ષાધ્યાનની નિષ્પત્તિ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને આધારે થયેલી છે. જેનું લક્ષ્ય અંતરાત્મદશામાં પ્રવેશીને છેવટે પરમાત્મદશા સુધી પહોંચવાનું છે.
- જ્ઞાન કેન્દ્ર
શાંતિ કેન્દ્ર - દર્શન કેન્દ્ર
– જયોતિ કેન્દ્ર –ચાક્ષુસ કેન્દ્ર - અપ્રમાદ કેન્દ્ર - પ્રાણ કેન્દ્ર
બ્રહ્મ કેન્દ્ર 'વિશુદ્ધી કેન્દ્ર
-----આનંદ કેન્દ્ર
– તૈજસ કેન્દ્ર
-સ્વાથ્ય કેન્દ્ર - શક્તિ કેન્દ્ર
ધ્યાનવિચાર