________________
તેથી તેના પ્રતિ રાગ કે દ્વેષ થવાનો સંભવ નથી રહેતો. વળી શ્વાસ સતત ચાલતો જ રહે છે જેથી સાધનામાં સાતત્ય જળવાઈ રહે છે.
સામાન્ય રીતે આપણે ટૂંકો શ્વાસ લેતા હોઈએ છીએ. વળી તેની ગતિમાં પણ વખતોવખત ફેરફાર થતો હોય છે. માણસને કોઈ આઘાત લાગે છે કે તે કંઈ ઉચાટમાં પડી જાય છે ત્યારે પળવાર તેનો શ્વાસ થંભી જાય છે. માણસ ઉશ્કેરાટમાં આવે છે અથવા વાસનાગ્રસ્ત બને છે ત્યારે તેના શ્વાસ ટૂંકાઈ જાય છે. પ્રેક્ષાધ્યાનની સાધનામાં શ્વાસની ગતિ-રીતિને કેવળ જોઈને બેસી રહેવાનું નથી પણ શ્વાસને ધીમે ધીમે લયબદ્ધ કરીને ઊંડો – દીધું કરવાનો હોય છે. તાલમેલ વિનાનો શ્વાસ અસ્વસ્થતાની નિશાની છે. લયબદ્ધ શ્વાસ સ્વસ્થતાની નિશાની છે. આના પાનસતીમાં પ્રયાસ વર્ય છે. જ્યારે શ્વાસપેક્ષામાં આયાસ આવકારદાયક છે.
સ્વસ્થ અને સ્વાસ્થપૂર્ણ જીવન માટે પ્રાણવાયુ અતિ મહત્ત્વનો છે. આપણે શ્વાસ દ્વારા પ્રાણવાયુ લઈએ છીએ. આપણાં ફેફસાંમાં જેટલો પ્રાણવાયુ વધારે જાય એટલા આપણે વધારે સ્વસ્થ રહી શકીએ માટે: પ્રેક્ષાધ્યાનની શ્વાસપેક્ષામાં દીર્ધ શ્વાસ ઉપર ઘણો ભાર મૂકવામાં આવે છે. સામાન્ય રીતે સ્વસ્થ માણસ મિનિટમાં બારથી ચૌદ શ્વાસ લેતો હોય છે. જો તે તેનાથી વધારે શ્વાસ લેતો હોય તો સમજવું કે તે કોઈ ઉત્તેજનામાં છે. સાધક મિનિટમાં આઠથી દસ સુધી શ્વાસ લે છે. આઘાત કે ઉચાટમાં શ્વાસ અટકી જાય છે. તે પરિસ્થિતિમાં માણસના શ્વાસ છીછરા અને અલ્પ થઈ જાય છે પણ આ સ્થિતિ લાંબો સમય રહી શકતી નથી.
આ ધ્યાનમાં શ્વાસપેક્ષા કરતાં કરતાં ધીમે ધીમે લયબદ્ધ ઊંડા શ્વાસ લેવાનું વિધાન છે. તે માટે થોડીક સજાગતા અને આયાસ અનિવાર્ય બની રહે છે. જો ફેફસાને સારી રીતે ખાલી કર્યા હશે તો જ દીર્ધ શ્વાસ લઈને તેને ભરી શકાશે. આ માટે ઉદરપટલને અંદર બહાર કરવાનું અને ફેફસાંનું સંકોચન પ્રસરણ કરવાનું જરૂરી બની રહે છે.
શ્વાસપેક્ષામાં સાધક સામાન્ય રીતે સહજ શ્વાસપેક્ષા ત્રણચાર મિનિટ કરીને પછી દસ-પંદર મિનિટ દીર્ધ શ્વાસપેક્ષા કરે છે. ત્યાર પછી થોડીક વાર માટે તે સમવૃત્તિ શ્વાસપેક્ષા કરે છે જે અનુલોમ વિલોમ પ્રાણાયામ જેવી છે. એક નાસિકા દ્વારા શ્વાસ લેવાનો, બીજી નાસિકા દ્વારા કાઢવાનો. વળી એ ૮૦
* ધ્યાનવિચાર