________________
નાસિકા દ્વારા શ્વાસ લેવાનો અને જ્યાંથી શ્વાસ પહેલાં લીધો હતો તે નાસિકા દ્વારા કાઢવાનો. આમ થોડાંક આવર્તો કરતા રહીને તેના સ્પર્શનાં જે સંવેદનો થાય તેને તટસ્થ રહીને જોયા કરવાનાં. આમ પ્રેક્ષા ધ્યાનની શ્વાસપેક્ષા ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. પણ તે રીતે જ સાધના કરવાનું જરૂરી નથી. સાધક ગમે તે એક રીતે શ્વાસપેક્ષા કરીને સાધનાનો લાભ લઈ શકે છે.
ગમે તે પ્રકારની શ્વાસપેક્ષા કરો પણ એમાં મૂળ વાત છે તટસ્થતાપૂર્વક શ્વાસની પ્રેક્ષા કરવાની અને શ્વાસના સ્પર્શનો અનુભવ કરવાની. તે દરમિયાન સંવેદનની કે અન્ય કંઈ જે અનુભૂતિ થાય તે પ્રતિ સાધકે રાગલેષ રવાનો નથી કે તેની પ્રતિક્રિયા કરવાની નથી. આ સાધનામાં ચિત્તની ધારા અને શ્વાસની ધારા સાથે સાથે જે વહે છે. સાધનાની શરૂઆતમાં જ્યાં શ્વાસ ત્યાં ચિત્ત રહેતું હતું પણ સાધના આગળ વધતાં જ્યાં ચિત્ત ત્યાં શ્વાસ એમ થઈ જાય છે. આ ફેરફાર સૂક્ષ્મ છે પણ નોંધપાત્ર છે.
આ સાધના કરતાં દષ્ટિ સૂક્ષ્મ બને છે અને અલ્પ સંવેદનને પકડવાની શક્તિ વિકસે છે. આ સાધનાનો મોટામાં મોટો લાભ એ છે કે આપણે વર્તમાનને પકડીને જીવતા શીખી જઈએ છીએ. શ્વાસને જોવામાં ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને બાજુએ રહી જાય છે. જીવનમાં વર્તમાન જ મહત્ત્વનો છે કારણ કે ભાવિને તે જ ઘડે છે. દીર્ધ શ્વાસની પ્રેક્ષા કરતાં સાધને પ્રાણવાયુ વધારે મળે છે જેનાથી શરીર સ્વસ્થ રહે છે. આ સાધના કરતાં જ્ઞાતા દ્રષ્ટા ભાવનો વિકાસ થાય છે તે તેનો મોટામાં મોટો લાભ છે. તેને કારણે માણસની પ્રકૃતિ સ્થિર બની રહે છે અને જીવનમાં આવતા સારા માઠા પ્રસંગોને કારણે તે એટલો વિચલિત થતો નથી. શ્વાસને જોતાં એકાગ્રતા વધે છે અને જાગરૂકતા વિકસે છે. શ્વાસને જોવાનો અર્થ છે કે સમભાવથી જીવવું અને આ કંઈ ઓછો લાભ નથી.
ધ્યાનવિચાર
૮૧