________________
1. શ્વાસપેક્ષા પ્રેક્ષાધ્યાનનાં મહત્ત્વનાં અંગોમાં શ્વાસપેક્ષા પ્રથમ આવે છે. આનાપાનસતી કરતાં આ શ્વાસપેક્ષા જુદી પડે છે. પ્રેક્ષાધ્યાનના પુરસ્કર્તાઓએ ધ્યાનની નિષ્પત્તિ કરતી વેળાએ આત્માને લક્ષ્ય બનાવ્યું પણ સાથે સાથે શરીરનો પણ વિચાર કર્યો કારણ કે શરીર દ્વારા જ આપણને આત્માની અનુભૂતિ થાય છે અર્થાત્ કે આત્માની અનુભૂતિ કરવા માટેની સાધના શરીર દ્વારા જ થાય છે. શરીર પ્રાણથી જ ધબકે છે અને શ્વાસને ધ્યાનનું પ્રથમ આલંબન બનાવીને ધ્યાનની નિષ્પત્તિ કરી. ' વળી શરીરની સ્વસ્થતાનો વિચાર કરીને શ્વાસપેક્ષાનું વિભાજન કર્યું. સહજ શ્વાસપેક્ષા અર્થાત્ કે શ્વાસ જેમ ચાલે છે તેમ તેને જોયા કરવો પરંતુ તેઓ અહીં ન અટકયા, તેમણે બીજા ચરણમાં દીર્ઘ શાસપેક્ષા લીધી એટલે કે શ્વાસને છેક ઊંડે સુધી લો અને છેક ઊંડે સુધી પહોંચીને શ્વાસને ખાલી કરો. ત્રીજા ચરણમાં સમવૃત્તિ શ્વાસપેક્ષા આવે. તેમાં એક નાસિકા દ્વારા શ્વાસ લેવાનો અને બીજી નાસિકા દ્વારા શ્વાસ કાઢવાનો. દરેક વખતે શ્વાસની અવરજવરની પ્રેક્ષા તો કરવાની જ. શ્વાસને જતો જોવાનો, આવતો જોવાનો અને તે સમયે જે અનુભવ થાય તેને પ્રતિક્રિયા કર્યા વગર જોવાનો. શ્વાસપેક્ષા કરતાં જવાનું કે તેનો સ્પર્શ કેવો છે, તે વખતે શ્વાસમાર્ગમાં જે કંઈ સ્પંદન થાય તેને પણ કેવળ જોવાનાં. બંને નાસિકાઓના સંધિસ્થાન ઉપર શ્વાસ લેતાં-મૂકતાં જે કંઈ થાય તેને પણ તટસ્થ રહીને જોયા કરવાનું
* શ્વાસને જોવાની સાધના મુશ્કેલ નથી પણ તે દેખાય છે તેટલી સરળ પણ નથી. જીવનમાં આપણે તટસ્થ રહીને ભાગ્યે જ કોઈ વસ્તુને જોઈએ છીએ. વસ્તુ કે વિષયને જોતાંની સાથે જ આપણા મનમાં કંઈક ભાવ જાગ્યા વિના રહેતો નથી અને એ ભાવથી પ્રેરાઈને આપણા મનમાં તે વિષે પ્રતિ ગમાની કે અણગમાની લાગણી પેદા થાય છે અને ત્યારપછી તો આપણું ચિત્ત તેની પાછળ કયાંનું કયાં ચાલ્યું જાય છે. કેવળ જોવું એ સાધના છે. વાસ્તવિકતામાં તે સાધનાનો પાયો છે. કેવળ જવાનું સરળ રહે અને આપણે તટસ્થ રહી શકીએ માટે અન્ય કોઈ વિષય ન લેતાં શ્વાસને જ સાધનાનો વિષય બનાવ્યો છે કારણ કે શ્વાસ પ્રાણી માત્ર માટે સહજ છે
ધ્યાનવિચાર