________________
પ્રવેશ થઈ જાય છે. રાત્રે બધું શાંત હોય - એ વાત ખરી પણ આખા દિવસના શ્રમથી શરીર થાકેલું હોય છે અને દિવસ દરમિયાન બનેલા . બનાવોથી ચિત્ત ક્ષુબ્ધ હોય છે. તેથી તે સમયે સામાન્ય રીતે લેવામાં આવતો નથી. - સાધના શરૂ કરતાં પહેલાં સાધકે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને ત્રણ નમસ્કાર કરીને સાધના શરૂ કરવાનું ઠીક રહેશે. નમસ્કાર કરવાથી દેવના આશીર્વાદ ઉપરથી ઊતરશે એમ માનવાની જરૂર નથી. નમસ્કાર જો ભાવપૂર્વક થયો હશે તો તમારો અહંકાર મૂકયો હશે જેને કારણે વાતાવરણમાં પ્રવર્તમાન શાંતિના પરમાણુઓનું તમને ખબર પણ ન પડે તેમ તમારામાં સંક્રમણ થશે જેને કારણે તમારી સાધનાને બળ મળશે.
ધ્યાનની શિબિરોમાં તો આ સાધના વચ્ચેના થોડાક વિરામ સિવાય આખો દિવસ ચાલતી રહે છે. જો એટલી બધી અનુકૂળતા હોય તો સાધકે શિબિરમાં જવાનું ઠીક રહે પણ જ્યારે સાધક અનેક પ્રવૃત્તિઓની વચ્ચે રહીને એકલો સાધના કરતો હોય ત્યારે તેના માટે બે ઘડી અર્થાત્ કે અડતાળીસ મિનિટનો સમય પર્યાપ્ત રહેશે. આ સાધનામાં મહત્ત્વની વાત સાતત્યની છે – નિયમિતતાની છે. જીવનમાં આપણે આહારને – પાણીને કે વ્યાયામને જેવું
સ્થાન આપીએ છીએ તેવું જ સ્થાન આ સાધનાને આપ્યું હશે તો તેનો ઘણો લાભ થશે. ત્રુટક ત્રુટક સાધના કરીશું તો તેનો નોંધપાત્ર લાભ નહીં મળે કારણ કે સાધના દરમિયાન ભેગી કરેલી ઊર્જ વીખરાઈ જશે. શાંતિ અને સ્વસ્થતા માટે ઊર્જાસંચય આવશ્યક રહે છે.
હવે પ્રશ્ન થશે કે આ બધું તો ઠીક પણ સાધકે કરવાનું શું? બસ, કંઈ કરવાનું નથી. બેઠા બેઠા આપણા શ્વાસને જોયા કરવાનો. શ્વાસ બહાર આવે છે – શ્વાસ અંદર જાય છે. વળી પાછો બહાર આવે છે. કેવળ શ્વાસને જતાં આવતાં જોયા કરીએ એ જ સાધના છે. શ્વાસ જેવો ચાલતો હોય તેવો – તેમ ચાલવા દેવાનો. શ્વાસને લાંબા-ટૂંકો કરવા માટે તમારે કંઈ પ્રયાસ કરવાનો નથી. આ સાધનામાં કંઈ પણ આયાસ વર્જ્ય છે. તમારે એટલી સજગતા રાખવાની છે કે એક પણ શ્વાસ તમારા ખ્યાલ બહાર લેવાય નહીં કે મુકાયા નહીં. તમારું બધું જ ધ્યાન શ્વાસને જોવામાં રહેવું જોઈએ. કયાંક ધ્યાન ખસ્યું હોય તો વળી પાછું તેને શ્વાસ સાથે જોડી દેવાનું છે. આ વાંચતાં તમને કદાચ ૫૨
ધ્યાનવિચાર