________________
ગાથા -૧૩ થી ૧૪૧ ........ અધ્યાત્મમત પરીક્ષા.
•. . . .૬૫૯ ઉત્સાહને અનુકૂળપણા વડે પ્રતિજ્ઞા ઉપયોગી છે.
અહીં વિશેષ એ છે કે પૂર્વમાં પ્રતિજ્ઞાને પ્રધાનમંયમના અંગરૂપે કહી, અને વસ્તુતઃથી જે કથન કર્યું તેમાં ભેદ એ છે કે, પ્રધાનમંયમ એ ભાવપૂર્વકની ક્રિયા છે અને તે ઉત્તમ ભાવને પેદા કરવા દ્વારા નિર્જરાને પેદા કરે છે. પરંતુ પ્રતિજ્ઞાની સહાયતાથી જ તે સમ્યફ કાર્ય પેદા કરી શકે છે, પ્રતિજ્ઞારૂપ અંગની વિકલતા હોય તો ભાવપૂર્વકની ક્રિયા પણ તથાવિધ ફળને પેદા કરી શકતી નથી, એ કથન વ્યવહારદષ્ટિને સામે રાખીને કહેલ છે. કેમ કે જેમ વ્યવહારનય ભાવપૂર્વકની સમ્યમ્ આચરણાની અપેક્ષા રાખે છે, તેમ પ્રતિજ્ઞાની પણ અપેક્ષા રાખે છે. તેથી જ પ્રતિજ્ઞા વગર કરાયેલી સમ્યમ્ ક્રિયાને પણ વ્યવહારનય અંગવિકલવાળી કહે છે.
જ્યારે “વસ્તુતઃ થી જે કથન કર્યું તેમાં સૂક્ષ્મ અવલોકન કરનારી એવી નિશ્ચયનયની દૃષ્ટિ છે, અને ત્યાં પ્રતિજ્ઞા ભાવપૂર્વકની ક્રિયાના અંગરૂપ નથી, પરંતુ ભાવપૂર્વકની કરાતી ક્રિયાના પાતથી રક્ષણમાં ઉપયોગી પ્રતિજ્ઞા છે. અથવા તે પ્રતિજ્ઞા ભાવપૂર્વકની ક્રિયા કરવામાં અપ્રમાદને ઉપયોગી એવા ઉત્સાહને અનુગુણ = અનુકૂળ છે. આથી કરીને જ કોઈ જીવ અપ્રમાદ વડે ભાવપૂર્વકની ક્રિયા કરતો હોય અને પ્રતિજ્ઞા ગ્રહણ ન કરેલ હોય તો પણ સમ્યગુ ફળ મેળવે જ છે.
टोडा:- यदप्युक्तं-अनुष्ठानरूपंचारित्रं शरीरं विना कथं सिद्धानाम्? इति तत्तथैव, न हि वयं तेषां क्रियारूपं चारित्रमभ्युपेमः, किन्तु शुद्धोपयोगरूपम्।नच तस्याप्युत्पत्ताविव स्थितावपि शरीरापेक्षा, केवलज्ञानादेरपि तथाभावप्रसङ्गात्। न च ऋजुसूत्रनयेन तस्य प्रतिसमयोत्पदिष्णुतया मोक्षे शरीरं विना तदुत्पत्तिरपि न स्यादिति वाच्यं, तन्नये पूर्वपूर्वक्षणानामेवोत्तरोत्तरक्षणहेतुत्वात्, अन्यथा ज्ञानादावप्यप्रतिकारादिति दिग्। દી, પૂર્વમાં અવતરણિકામાં કહેલ કે “મનુષ્ઠાનરૂપવીત્ર વારિત્રય, શરીરમાવતો ચારિત્રનું અનુષ્ઠાનરૂપપણું છે અને શરીરના અભાવમાં તેનું અયોગપણું છે અને તેની પુષ્ટિ માટે ‘ગત. વિતેમાવત્' સુધી કથન કરીને સિદ્ધમાં ચારિત્ર માનનાર પક્ષ ગાથા-૧૩૭માં તેનું નિરાકરણ કરે છે. અને અવતરણિકાની વાત ટીકામાં ‘
વિષ્ણુ-મનુષ્ઠાનરૂપવર્થ સિદ્ધાના તિ,' સુધીના કથનથી જણાવીને તત્તવૈવ રૂતિ વિમ્' સુધી ગાથા ૧૯૩૭ના નિરાકરણને ટીકામાં સ્પષ્ટ કરે છે.
ટીકાર્ય -“યલથુo અનુષ્ઠાનરૂપ ચારિત્ર શરીર વિના સિદ્ધોને શી રીતે સંભવે? એવું તમે (સિદ્ધાંતપક્ષીએ) જે કહ્યું તે બરાબર જ છે. અમે પણ તેઓને=સિદ્ધોને, ક્રિયારૂપ ચારિત્ર સ્વીકારતા નથી, પરંતુ શુદ્ધોપયોગરૂપ ચારિત્ર - હોય છે એવું માનીએ છીએ.
ઉત્થાન અહીં શંકા થાય કે તેની શુદ્ધોપયોગની, ઉત્પત્તિમાં જેમ શરીરની અપેક્ષા છે તેમ સ્થિતિમાં પણ શરીરની અપેક્ષા રહેશે. તેથી સિદ્ધોને શુદ્ધોપયોગનો અભાવ માનવો પડશે, તેથી કહે છે -
ટીકાર્ય - “રાત તેની=શુદ્ધોપયોગની, ઉત્પત્તિમાં જેમ શરીરની અપેક્ષા છે, તેમ સ્થિતિમાં પણ શરીરની અપેક્ષા નથી. કેમ કે કેવલજ્ઞાનાદિનો પણ તે પ્રમાણે અભાવનો પ્રસંગ આવશે.
B