________________
૬૬.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૩૩ થી ૧૪૧
ભાવાર્થ :- શુદ્ધોપયોગને ઉત્પન્ન થવામાં શરીરની અપેક્ષા છે, પણ ઉત્પન્ન થયા પછી તેની સ્થિતિમાં શરીરની અપેક્ષા નથી, કે જેથી અશરીરી સિદ્ધોને શુદ્ધોપયોગનો અભાવ માનવો પડે. નહીંતર તો કેવલજ્ઞાનાદિની ઉત્પત્તિમાં પણ શરીરની અપેક્ષા હોવાથી તેની સ્થિતિમાં પણ શરીરની અપેક્ષા માનવાથી, સિદ્ધોને શરીરના અભાવમાં કેવલજ્ઞાનાદિનો પણ અભાવ માનવાની આપત્તિ આવશે.
ઉત્થાન :- અહીં શંકા થાય કે ઋજુસૂત્રનયના મતે પદાર્થ પ્રતિક્ષણ ઉત્પત્તિવાળો છે. તેથી જેમ અહીં ચારિત્રની ઉત્પત્તિમાં શરીરની અપેક્ષા છે તેમ ઋજુસૂત્રનયના મતે સિદ્ધમાં પણ ચારિત્ર સ્વીકારવું હોય તો શરીરની અપેક્ષા માનવી પડે. તેથી કહે છે -
ટીકાર્ય :- ‘ન ચ’ ઋજુસૂત્રનય વડે તેનો = ચારિત્રનો, પ્રતિ સમય ઉત્પન્ન થવાનો સ્વભાવ હોવાથી મોક્ષમાં શરીર વિના તેની=ચારિત્રની, ઉત્પત્તિ નહિ થાય એમ ન કહેવું, કેમ કે તે નયના = ઋજુસૂત્રનયનાં, મતમાં પૂર્વ-પૂર્વ ક્ષણોનું જ ઉત્તર-ઉત્તર ક્ષણ પ્રત્યે હેતુપણું છે.
‘અન્યથા’ એવું ન માનો તો અર્થાત્ ઋજુસૂત્રનયના મતે ચારિત્ર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું હોવાને કારણે શરીરની અપેક્ષાએ જ તેની ઉત્પત્તિ થાય છે એમ માનીને સિદ્ધમાં ચારિત્ર નથી એમ માનો તો, જ્ઞાનાદિમાં પણ શરીરની અપેક્ષાએ જ ઉત્પત્તિની આપત્તિમાં અપ્રતિકાર હોવાથી સિદ્ધમાં જ્ઞાનાદિનો પણ અભાવ માનવો પડશે. આ પ્રમાણે દિશાસૂચન છે.
‘જ્ઞાનાવી’ અહીં ‘આવિ’ પદથી ‘દર્શન’નું ગ્રહણ કરવાનું છે.
ભાવાર્થ :- શરીરની અપેક્ષાએ ચારિત્રની ઉત્પત્તિ શરીરધારી જીવોને થાય છે, અને ઋજુસૂત્રનયના મતે ચારિત્ર પ્રતિક્ષણ નવું નવું ઉત્પન્ન થાય છે; તેથી મોક્ષમાં ચારિત્ર નથી તેમ માનો તો, સંસારંવર્તી જીવોને કેવલજ્ઞાન પણ શરીરની અપેક્ષાએ થાય છે, અને ઋજુસૂત્રનયના મતે પ્રતિક્ષણ નવું નવું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી સિદ્ધાવસ્થામાં પણ શરીર નહિ હોવાને કારણે કેવલજ્ઞાનાદિ નથી, તેમ કોઇ આપત્તિ આપે; તો સિદ્ધાંતપક્ષી તેનો પ્રતિકાર કરી શકે તેમ નથી. માટે શરીર વગર પણ સિદ્ધાવસ્થામાં ચારિત્ર છે એમ સ્વીકરવું ઉચિત છે. એ પ્રકારનો સંપ્રદાયપક્ષીનો આશય છે.
☆
ટીકા :- ગ્રંથ મામૂલાયિાપતા ચારિત્રય, અસ્તુ વામ્યન્તરક્રિયારૂપત્યું, તથાપિ ન સા સિધ્દાનાં, तद्धेतुयोगादेर्विलयादित्याशयं निरसितुमाह-अपि चेत्यादिना - क्रिया खलु योगाख्या शरीरनामकर्मोपनीततया भगवतामप्यौदयिकी, चारित्रं तु तेषां चारित्रमोहकर्मक्षयोपनीततया क्षायिकमिति महाननयोर्भेदः । न हि यदेव क्षायिकं तदेवौदयिकमिति संभवति, एवं क्षायोपशमिकौपशमिकयोर्द्रष्टव्यम् । तेन जा( ज्ञा? )यते क्रिया तावत्तात्त्विकं चारित्रलक्षणमनास्कन्दन्ती चारित्रव्यवहारं च जनयन्ती तटस्थतयैव भाविभूतचारित्रो