________________
૬૫૮, , , , , , , , , , , , , , , • • • • • •
. અધ્યાત્મમત પરીક્ષા ......... ગાથા - ૧૩૩ થી ૧૪૧ પ્રયોજન નથી. માટે સંયમને પોતાના નિર્જરારૂપ કાર્ય કરવામાં અંગ સ્વરૂપ પ્રતિજ્ઞા છે, કેમ કે પ્રતિજ્ઞાગ્રહણનું પ્રયોજન અને સંયમના પાલનનું પ્રયોજન નિર્જરારૂપ એક જ કાર્ય છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે કોઈ.વ્યક્તિ પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા વગર પ્રતિજ્ઞાના વિષયભૂત આચરણનું સમ્યફ પાલન કરે તો પણ કાર્ય નિષ્પન્ન થઈ શકે, તો પ્રતિજ્ઞાગ્રહણનું કોઇ પ્રયોજન રહેતું નથી. તેથી કહે છે -
ટીકાર્ય - “ર વ્યઉં - વ્યંગકર્મ ફળવદ્ નથી, અર્થાત્ પ્રતિજ્ઞારૂપ અંગથી વિકલ એવી પ્રતિજ્ઞાના વિષયભૂત ક્રિયાની આચરણારૂપ જે કર્મ તે ફલવાન થતું નથી. એથી કરીને તેનો=પ્રતિજ્ઞાનો, ત્યાં=પ્રતિજ્ઞાતના ફળની નિષ્પત્તિમાં, ઉપયોગ છે.
પ્રતિજ્ઞાનું વાસ્તવિક પ્રયોજન બતાવતાં ગ્રંથકાર કહે છેવસ્તુ વાસ્તવિક રીતે પ્રતિજ્ઞાતના ભંગમાં શિષ્ટાચારનો વિરોધ હોવાને કારણે, હું શિષ્ટ=સજ્જન, છું કે નહિ એવી શંકાજનકપણા વડે કરીને જ વેષાદિની જેમ પ્રતિજ્ઞા પણ ઉપયોગી છે.
ભાવાર્થ-શિષ્ટનો આચાર છે કે પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી મૃત્યુના ભાગે પણ પ્રતિજ્ઞાનું પાલન કરે, તેથી પ્રતિજ્ઞાભંગમાં શિષ્ટાચારનો વિરોધ છે. અને જે જીવ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાછળથી વિપરીત આચરણાને અભિમુખ પરિણામવાળો થાય, તે જીવને પોતાનામાં શિષ્ટત્વવિષયક શંકા પેદા થાય છે, કે જો હું શિષ્ટ હોઉં તો પ્રતિજ્ઞાથી વિપરીત કાર્ય મારાથી થઈ શકે નહિ. અને તે શંકાને કારણે પોતાનામાં શિષ્ટત્વનું જો અભિમાન હોય તો વિપરીત પ્રવૃત્તિથી તે નિવર્તન પામે છે. તેથી પ્રતિજ્ઞા શિષ્ટત્વની શંકાના જનકપણા વડે ઉપયોગી છે, જેમ સાધુનો વેશ ગ્રહણ કર્યા પછી વિપરીત કરવાને અભિમુખભાવ હોય તો પણ, શિષ્ટત્વની શંકાને કારણે શિષ્ટપુરુષની વિપરીત પ્રવૃત્તિ થતી નથી.
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે જે જીવ પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી વિપરીત આચરણાને અભિમુખ હોય, તેને વિપરીત પ્રવૃત્તિથી નિવર્તન થવામાં પ્રતિજ્ઞા ઉપયોગી છે, પરંતુ જે લોકોને વિપરીતભાવ થયો જ નથી તેની પ્રતિજ્ઞાનો કોઈ ઉપયોગ નથી. તેથી કહે છે –
ટીકાર્ય - પ્રતિજ્ઞા પ્રતિજ્ઞાતમાં અપ્રમાદ વડે પ્રવૃત્તિને પેદા કરનાર એવા ઉત્સાહને અનુગુણપણું હોવાને કારણે પ્રતિજ્ઞા ઉપયોગી છે.
“તિ શબ્દ “તત્ર યં પ્રતિજ્ઞાથી શરૂ થયેલ ગાથા ૧૩૬ની ટીકાની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થઃ- જે લોકો સાત્ત્વિક હોય છે તે લોકોને પણ જ્યારે પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે ત્યારે, પ્રતિજ્ઞાના વિષયભૂત પ્રવૃત્તિમાં અપ્રમાદ વડે પ્રવૃત્તિ કરવાનો અનુકૂળ એવો ઉત્સાહપ્રતિજ્ઞાથી જ થાય છે. કેમ કે તેઓને એવી બુદ્ધિ થાય છે કે હવે મેં પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, માટે પ્રતિજ્ઞાત પદાર્થમાં મારે સુદઢ યત્ન કરવો જોઇએ; એવી બુદ્ધિ પ્રતિજ્ઞાને કારણે થાય છે. માટે જેઓ પતનને અભિમુખ નથી તેઓને પણ, આ રીતે પ્રતિજ્ઞાતમાં અપ્રમાદ વડે પ્રવૃત્તિજનક