________________
ગાથા -૧૩૩ થી ૧૪૧......... અધ્યાત્મમત પરીક્ષા . . . . .
• • • • • • • •. . . . . .૬૫૫ પ્રતિજ્ઞાના વિષયરૂપે ક્રિયા જ પ્રતિભાસમાન થાય છે, અને ભાવ ક્રિયાના વિશેષણરૂપે જ પ્રાપ્ત થાય છે. તેથી ભાવપૂર્વકની ક્રિયા જ પ્રતિજ્ઞાનો વિષય બને છે, પરંતુ સ્વતંત્ર ભાવ પ્રતિજ્ઞાનો વિષય બનતો નથી. તેથી જ કહે છે કે કેવલ ભાવનું અતિ સૂક્ષ્મપણું હોવાથી, સૂચના મુખમાં મુશળ જેમ પ્રવેશ પામતું નથી તેમ ભાવમાં સ્થૂલ પ્રતિજ્ઞા પ્રવેશ પામતી નથી. કેમ કે જો ભાવમાં જ પ્રતિજ્ઞાનો પ્રવેશ થતો હોય તો, ક્વચિત્ તેવો ભાવ વર્તતો હોય અને ક્રિયા તેનાથી વિપરીત હોય તો, પ્રતિજ્ઞાનો ભંગ થયો તેવી બુદ્ધિ થાય નહિ; અને ક્રિયા યથાર્થ હોય અને ભાવમાં ક્વચિત વ્યત્યય થઇ જાય તો પણ પ્રતિજ્ઞા અખંડ છે તેવી બુદ્ધિ પણ થાય નહિ, અર્થાતુ પ્રતિજ્ઞાભંગ થયો છે તેવી બુદ્ધિ થાય. પરંતુ વ્યવહારમાં દેખાય છે કે જે વ્યક્તિની સમ્યક પ્રકારની ક્રિયા વર્તતી હોય, અને ભાવમાં ક્વચિત્ વ્યત્યય હોય તો પણ, તે વ્યક્તિની પ્રતિજ્ઞા અખંડ છે. માટે પ્રતિજ્ઞાનો પ્રવેશ સૂક્ષ્મભાવમાં થતો નથી પણ ક્રિયામાં જ થાય છે. અને તે ક્રિયા સિદ્ધમાં નથી માટે સાવધારણ પ્રતિજ્ઞા માનવામાં કોઈ દોષ નથી. આ પ્રમાણે સંપ્રદાયપક્ષીનું કહેવું છે.
ઉત્થાન - તાવ આથી કરીને જ = પ્રતિજ્ઞાનો મુખ્યરૂપે ક્રિયામાં પ્રવેશ છે ભાવમાં પ્રવેશ નથી આથી કરીને જ, મMા ગાફગપ્પા..' આ પ્રમાણે આગમના વચનથી ત્યાં = ભાવમાં, આત્મમાત્ર સાક્ષિકપણું ઉપદિષ્ટ છે.
ભાવાર્થ મુખ્યરૂપે ભાવમાં જો પ્રતિજ્ઞાનો પ્રવેશ થતો હોત તો, જેમ પ્રતિજ્ઞા પંચસાક્ષિક છે તેમ મM નાબડું અખા ” એ ઉપદેશમાલાનું કથન ભાવમાં હોવાને કારણે ત્યાં પણ પંચસાક્ષિકત્વનું કથન હોવું જોઈએ. પરંતુ તે કથનમાં “આત્મમાત્રસાક્ષિકત્વ' કહ્યું છે. તે બતાવે છે કે ભાવમાં પ્રતિજ્ઞાનો પ્રવેશ નથી. કેમ કે જો ભાવમાં પ્રતિજ્ઞાનો પ્રવેશ હોય તો જેમ પ્રતિજ્ઞા પંચસાક્ષિક ગ્રહણ કહેવામાં આવે છે, તેમ ભાવને પણ પંચસાક્ષિક કહેવું જોઇએ. અને તે ઉપદેશમાલાનું વચન આ પ્રમાણે છે'अप्पा जाणइ अप्पा जहट्ठिओ अप्पसक्खिओ धम्मो । अप्पा करेइ तं तह जह अप्प सुहावह होई ॥'
ઉપદેશમાલાના આ વચનનું તાત્પર્ય એ છે કે, યથાસ્થિત એવો આત્મા આત્માને જાણે છે. અર્થાત્ વસ્તુને જોવામાં કષાયથી અસંશ્લિષ્ટ એવો આત્મા યથાસ્થિત આત્મા છે, અને તેવો આત્મા આત્માને જાણે છે. તેવા આત્માને જે પોતાનો પરિણામ ધર્મરૂપે ભાસે તે જ ધર્મ છે. તેથી આત્મસાસિક ધર્મ છે એમ કહેલ છે. અને તેવો આત્મા તે = ધર્મને, તે પ્રકારે કરે છે જે પ્રકારે આત્માના સુખને લાવનાર આત્મા થાય છે. ' આ કથનનો ભાવ એ છે કે, કષાયથી અસંશ્લિષ્ટ આત્મા પોતાના શુદ્ધાત્માને જાણે છે, અને તે શુદ્ધાત્માને પ્રાદુર્ભાવ કરવાને અનુકૂળ જે અંતરંગ યત્ન છે તે જ એને ધર્મરૂપે પ્રતિભાસ થાય છે, જે પોતાનો આત્મસાક્ષિકરૂપ ધર્મ છે અને તે વખતે તે જીવ તે ભાવમાં યત્ન કરે છે. અને ભાવને અનુકૂળ બાહ્યક્રિયાઓ, કોઈ પ્રતિબંધક ન હોય તો અવયંસંનિધિરૂપે ઉપસ્થિત થાય છે, અને પ્રતિબંધક હોય તો વ્યવહારને અભિમત એવી બાહ્ય ક્રિયા ન પણ હોય, છતાં આત્મસાક્ષિક તે ધર્મ ત્યાં વર્તે છે. આથી જ કહ્યું છે કે તે આત્મા તે ધર્મને તે પ્રકારે કરે છે કે જેથી તે આત્મા આત્માના સુખને લાવનાર બને છે. જયારે વ્યવહારને અભિમત ધર્મ તો ક્વચિત ધર્મબુદ્ધિથી કરાય છે, છતાં જો અવિવેકપૂર્વક કરાતો હોય તો આત્માના અહિતને કરનાર પણ બને છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે વ્યવહારને અભિમત એવી પ્રતિજ્ઞાનો વિષય જેમ ભાવપૂર્વકની ક્રિયા છે, તેથી વ્યવહારનય ઉપસર્જનરૂપે ભાવને પણ સ્વીકારે છે, તેમ ભાવધર્મને સ્વીકારનાર નિશ્ચયનય પણ પ્રધાનરૂપે ભાવને