________________
૬પ૪.
અધ્યાત્મમતપરીક્ષા ....... ગાથા : ૧૩૩ થી ૧૪૧, શ્રુતસંકલ્પનો વાચક છે, અને તેનો અર્થ જેમ ભાવ છે શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે, તેમ ક્રિયા અને તત્કાળમાં વર્તતા યોગોનો પણ વાચક છે. તેથી સૂત્રના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધરૂપ મીલિત વચનના બળથી ભાવપૂર્વકની ક્રિયાની પ્રાપ્તિ થાય છે. કેમ કે ભાવશ્રુતશબ્દકરણ એ ભાવરૂપ છે અને ગુણકરણ અને યુજનકરણ એ ક્રિયારૂપ છે. તેથી કરોમિ' સૂત્ર દ્વારા કરાતી પ્રતિજ્ઞાનો વિષય “ભાવપૂર્વકની ક્રિયા છે; અને ભાવપૂર્વકની ક્રિયા' સિદ્ધમાં હોતી નથી, તેથી
નાવMવમેવ એ પ્રમાણે સાવધારણ પ્રતિજ્ઞા ગ્રહણ કરીએ તો પણ કોઈ દોષ નથી. આ પ્રમાણે સંપ્રદાયપક્ષી સિદ્ધાંતપક્ષીને કહે છે.
ટીકાર્ય - ભાવપૂર્વજ - સંપ્રદાયપક્ષીએ આ રીતે ભાવપૂર્વકની ક્રિયા એ રોમિ' સૂત્રનો વિષય છે એ પ્રમાણે સ્થાપન કરીને, “નાવજ્જવમેવ એ પ્રમાણે સાવધારણ પ્રતિજ્ઞામાં કોઈ દોષ નથી એ સિદ્ધ કર્યું, ત્યાં સિદ્ધાંત પક્ષી આ પ્રમાણે કહે કે, ભાવપૂર્વકની ક્રિયાનું કે ક્રિયાપૂર્વકના ભાવનું તદ્વિષયપણું પ્રતિજ્ઞાવિષયપણું છે, એ પ્રમાણે વિનિગમનાનો વિરહ હોવાથી વ્યસ્ત એવા ઉભયનું–પૃથ– એવા ભાવ અને ક્રિયાનું, તથાપણું હો=પ્રતિજ્ઞાનું વિષયપણું હો.
ભાવાર્થ - સિદ્ધાંતપક્ષીને કહેવાનું તાત્પર્ય એ છે કે, પ્રતિજ્ઞાનો વિષય “ભાવપૂર્વકની ક્રિયા પણ નથી અને “ક્રિયાપૂર્વકનો ભાવ પણ નથી. કેમ કે બંનેમાંથી કોને વિષય માનવો તેમાં કોઈ વિનિગમક નથી. તેથી પ્રતિજ્ઞાનો વિષય ભાવ અને ક્રિયા બંને પૃથરૂપે છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે, જે ભાવરૂપ પ્રતિજ્ઞાનો વિષય છે તે રૂપ સિદ્ધમાં ચારિત્ર માનીએ તો, ક્રિયારૂપ પ્રતિજ્ઞાનો વિષય નહીં હોવા છતાં, ભાવાંશ ત્યાં હોવાથી બનાવવમેવ : એ પ્રમાણે સાવધારણ પ્રતિજ્ઞા કરવાથી પ્રતિજ્ઞાભંગનો પ્રસંગ ત્યાં પ્રાપ્ત થાય. કેમ કે જીવનની સમાપ્તિ પછી પણ પ્રતિજ્ઞાના વિષયરૂપ ‘ભાવાંશ' ત્યાં છે, અને પ્રતિજ્ઞા “નાવબ્લીવમેવ એવા પ્રકારની છે, માટે સિદ્ધમાં ચારિત્ર માનવુંયુક્ત નથી.
ટીકાર્ય :- “, પ્રધાનવેન સિદ્ધાંતપક્ષીના આ કથન સામે સંપ્રદાયપક્ષી કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે (ક્રિયાનું) પ્રધાનપણું હોવાના કારણે અને શૂલપણું હોવાને કારણે ક્રિયાનું જતદ્વિષયપણું = પ્રતિજ્ઞા વિષયપણું છે. (અ) ત્યાં = પ્રતિજ્ઞાના વિષયમાં, ભાવ ઉપસર્જનપણાથી જ ગૌણપણાથી જ વિશેષણમુદ્રાથી જ, પ્રવેશ હોવાથી, અને કેવલ ભાવનું અતિસૂક્ષ્મપણું હોવાથી, સૂચી(સોય)ના મુખમાં મુશલ પ્રવેશ ન પામે તેમ ત્યાં=ભાવમાં, સ્કૂલ પ્રતિજ્ઞાનો પ્રવેશ નથી.
ભાવાર્થ - પ્રતિજ્ઞા કરનારને હું આ કરવાની પ્રતિજ્ઞા કરું છું એવી બુદ્ધિ થાય છે, તેથી જે કરવાનો વિષય છે તે કિયાસ્વરૂપ મુખ્યત્વે પ્રતિભાસ થાય છે, માટે ક્રિયાનું પ્રધાનપણું છે. યદ્યપિ કાર્યનો અર્થ કાર્ય માટે નિષ્પત્તિના ઉપાયભૂત જ કારણ છે તેની પ્રતિજ્ઞા કરે છે, અને તે વસ્તુ જીવના પરિણામરૂપ ભાવ પણ છે, પરંતુ તે ભાવ બુદ્ધિથી ઉપસ્થિતરૂપે દેખાય તેમ નથી; જયારે તે ક્રિયા બુદ્ધિથી દેખાય તેવી છે, તેથી ક્રિયાનું સ્થૂલપણું છે. તેથી જ કાર્યનો અર્થી તે તે ભાવને ઇચ્છે છે તો પણ, તે ભાવ ક્રિયાની સાથે અતિ સંકળાયેલ હોવાથી અને ક્રિયા પૂલ હોવાથી