________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૩૩ થી ૧૪૧. .૬૫૩ આવશ્યકનિર્યુક્તિનું વચન છે. અને જે પ્રમાણે શ્રુતસંકલ્પનું પ્રતિજ્ઞાપણું જણાય છે તે રીતે, નોશ્રુતકરણને આશ્રયીને ગુણકરણ અને યુંજનકરણનો પણ અધિકાર છે. કેમ કે નો ધ્રુવો.. હો =નોશ્રુતકરણને આશ્રયીને ગુણકરણ અને યુંજનકરણનો યથાસંભવ અધિકાર=અવતાર, થાય છે, એ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિનું વચન છે. અને એ પ્રમાણે=આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૦૨૬ના પૂર્વાર્ધના વચનથી શ્રુતસંકલ્પની પ્રાપ્તિ થઇ જે ભાવસ્વરૂપ છે, અને આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૦૨૬ના ઉત્તરાર્ધના વચનથી ક્રિયારૂપ અર્થની પ્રાપ્તિ થઇ એ પ્રમાણે, ભાવપૂર્વકની ક્રિયાનું જ મીલિત વચનના બળથી= આવશ્યકનિર્યુક્તિ ગાથાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બંને અર્થોનું મિલન ક૨વાથી પ્રાપ્ત એવા મીલિત વચનના બળથી, તદ્વિષયપણું=શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞાનું વિષયપણું, નક્કી થાય છે. અર્થાત્ ભાવપૂર્વકની ક્રિયા એ જ પ્રતિજ્ઞાનો વિષય છે એમ નક્કી થાય છે. એથી કરીને કાંઇ અનુપપન્ન નથી, અર્થાત્ ‘થાવîીવમેવ’ એ પ્રમાણે સાવધારણ પ્રતિજ્ઞા ગ્રહણ કરીએ તો પણ કાંઇ અનુપપન્ન નથી. કેમ કે ભાવપૂર્વકની ક્રિયારૂપ ચારિત્ર મોક્ષમાં નથી અને પ્રતિજ્ઞાનો વિષય ભાવપૂર્વકની ક્રિયા છે, જ્યારે સિદ્ધમાં ચારિત્રમોહનીયના ક્ષયથી થયેલ આત્મપરિણામરૂપ ચારિત્ર છે. એમ માનવામાં ‘યાવîીવમેવ’ એ પ્રમાણે સાવધા૨ણપ્રતિજ્ઞા બાધક બનતી નથી.
ભાવાર્થ :- આવશ્યકનિર્યુક્તિની ટીકાનુસાર તાત્પર્ય એ છે કે ‘મિ’ એ પ્રકારના સૂત્રમાં (રેમિ ભંતે સૂત્રમાં) ભાવશ્રુત=સામાયિકનો ઉપયોગ=ચારિત્રના પરિણામનો ઉપયોગ, તેની નિષ્પત્તિના કારણીભૂત એવું જે શબ્દકરણ= તે શબ્દને અવલંબીને શ્રુતજ્ઞાનરૂપી ભાવ, તેનો અધિકાર=અવતાર, છે.
અહીં ‘ભાવશ્રુત’નો અર્થ સામાયિકનો ઉપયોગ કર્યો, તેનું તાત્પર્ય એ છે કે, ભાવશ્રુતમાં ‘શ્રુત’શબ્દથી શ્રુતજ્ઞાન વાચ્ય છે; અને તે શ્રુતજ્ઞાનથી જીવને જે ભાવો કરવાની વિવક્ષા છે, તે ભાવો વર્તતા હોય તો તે ‘ભાવદ્યુત’ છે. તેથી પ્રસ્તુતમાં સામાયિકસૂત્રથી જે અપેક્ષિત ભાવો વિવક્ષિત છે, તે સામાયિકના ઉપયોગરૂપ છે. માટે સામાયિકનો ઉપયોગ તે ‘ભાવશ્રુત’ છે.
આમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, સમ્યક્ પ્રકારના શ્રુતજ્ઞાનરૂપ જે જીવનો ભાવ તેનો અધિકાર છે, અને આવશ્યકનિર્યુક્તિના સાક્ષીપાઠમાં ભાવશ્રુતથી સામાયિકનો ઉપયોગ જ ગ્રહણ કરવાનો છે, અને શબ્દકરણ પણ અહીં તત્શબ્દવિશિષ્ટ શ્રુતભાવ જવિવક્ષિત છે, પણ નહીં કે દ્રવ્યશ્રુત. આમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, ભાવશ્રુત એ સામાયિકનો ઉપયોગ છે, અને તેને કહેનાર શબ્દ એ સામાયિકસૂત્ર છે, અને તે શબ્દથી વિશિષ્ટ એવું જે કરણ =શ્રુતભાવ=શ્રુતજ્ઞાનનો ઉપયોગ, તે ભાવશ્રુતશબ્દકરણ છે.
વળી આ રીતે આવશ્યકનિયુક્તિના પૂર્વાર્ધના પાઠથી એ પ્રાપ્ત થાય છે કે, ‘વોમિ’ એ સૂત્ર શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞાને બતાવે છે, અર્થાત્ આ પ્રકારના સામાયિકના ભાવ મારે કરવાના છે એ પ્રકારનો શ્રુતજ્ઞાનનો ઉપયોગ બતાવે છે.
અને તે પ્રકારે આવશ્યકનિર્યુક્તિ ગાથા - ૧૦૨૬ના ઉત્તરાર્ધથી નોશ્રુતકરણને આશ્રયીને ગુણક૨ણ અને પુંજનકરણનો પણ અધિકાર છે એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, જેમ આવશ્યકનિર્યુક્તિ ગાથા - ૧૦૨૬ના પૂર્વાર્ધના વચનના બળથી ભાવાંશને બતાવે છે, તેમ તે જ ગાથાના ઉત્તરાર્ધથી નોશ્રુતકરણને આશ્રયીને ગુણકરણ અને પુંજનકરણને પણ બતાવે છે. અને ગુણક૨ણથી તપ-સંયમરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને યુંજનકરણથી ચારિત્રની ક્રિયામાં વર્તતા મન-વચન-કાયાના યોગની પ્રાપ્તિ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે ‘કરોમિ' સૂત્ર