________________
૫૦. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . ગાથા : ૧૩૩ થી ૧૪૧
ભાવાર્થ:- વેણુ પૂર્વે અવતરણિકામાં પ્રતિજ્ઞાભંગનો પ્રસંગ સાક્ષાત્ શબ્દથી કહેલ નથી, પરંતુ વાવનીવમ્' તિપ્રતિજ્ઞાસમાઃ “તચયાગ્રહ' એમ કહ્યું છે. તેનાથી અર્થથી પ્રાપ્ત આ ભાવ છે, અર્થાત “યુથી ટીકામાં “મોક્ષે પ્રતિજ્ઞામસફર' સુધીનું કથન છે. તે આ રીતે - સાધુપણામાં જીવન સુધી જ પ્રતિજ્ઞા હતી અને નવી પ્રતિજ્ઞા લીધી નથી, છતાં મોક્ષમાં ચારિત્ર છે તેમ માનશો, તો પ્રતિજ્ઞાની મર્યાદા પછી પણ ચારિત્ર છે; તેથી પ્રતિજ્ઞાનો ભંગ પ્રાપ્ત થશે. અને તેને ગ્રહણ કરીને સંપ્રદાયપક્ષી એ પ્રતિજ્ઞા શું છે? એમ પ્રશ્ન કરતાં તેના બે વિકલ્પ પાડ્યા (૧) “યાવળવં સામાયિકોમ એ પ્રમાણે શ્રુતસંકલ્પ પ્રતિજ્ઞા છે? કે (૨) નિર્વિશેષ તાદેશ જ્ઞાન જ પ્રતિજ્ઞા છે? - અહીં શ્રુતસંકલ્પરૂપ પહેલા વિકલ્પનો ભાવ એ છે કે, સામાયિકસૂત્રના બળથી જે જ્ઞાન પેદા થાય છે તે શ્રુતજ્ઞાન છે, અને તે શ્રુતજ્ઞાનમાં કહેલા અર્થ પ્રમાણે જ જીવનકાળ સુધી મારે યત્ન કરવો છે એ પ્રકારનો જે સંકલ્પ છે તે શ્રુતસંકલ્પ છે. અને બીજા વિકલ્પમાં કહ્યું કે, નિર્વિશેષ તેવા પ્રકારનું જ્ઞાન જ પ્રતિજ્ઞા છે. તેનો ભાવ એ છે કે શ્રતરૂપ વિશેષણથી રહિત એવા પ્રકારનું જ્ઞાન જ પ્રતિજ્ઞા છે.
અહીં તાશ જ્ઞાનું કહ્યું ત્યાં તાશ' કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે સમભાવના પરિણામમાં વર્તતો જેવો જ્ઞાનનો ઉપયોગ છે, તેવા જ્ઞાનનો ઉપયોગ એ જ પ્રતિજ્ઞા છે. અને આ બીજો વિકલ્પ પાડવા પાછળનું કારણ એ છે કે, જો શ્રુતસંકલ્પરૂપ ગ્રહણ કરવામાં આવે તો કેવલીને શ્રુતસંકલ્પ હોતો નથી, તેથી પ્રતિજ્ઞા શ્રુતજ્ઞાનના નાશ પછી અનુવૃત્તિરૂપે નથી એ પ્રાપ્ત થાય. જ્યારે નિર્વિશેષતેવું જ્ઞાન કહેવાથી કેવલીને પણ પ્રતિજ્ઞાની અનુવૃત્તિ છે તે સંગત થાય.
હવે શ્રુતસંકલ્પરૂપ “કરેમિ ભંતે પ્રતિજ્ઞાનો અર્થ ગ્રહણ કરવામાં આવે તો, કેવલજ્ઞાનથી જ શ્રુતજ્ઞાનરૂપ તે પ્રતિજ્ઞાનો ભંગ થઈ ગયો, તેથી મોક્ષમાં ફરીથી તેનો ભંગ થયો છે તેમ માનવાની જરૂર રહેતી નથી, એમ કહીને સંપ્રદાયપક્ષને એ કહેવું છે કે, તમારા મંત(સિદ્ધાંતમત) પ્રમાણે માવજીવતાવધિક પ્રતિજ્ઞા કેવલજ્ઞાન વખતે જ ભાંગી જાય છે, માટે પ્રતિજ્ઞાનો અર્થ તમે (સિદ્ધાંતપક્ષી) શ્રુતસંકલ્પરૂપ કરી શકશો નહિ.
આ રીતે પ્રતિજ્ઞાનો શ્રુતસંકલ્પરૂપ અર્થ કરવામાં સંપ્રદાયપક્ષીએ આપત્તિ આપી, તેથી સિદ્ધાંતકાર બીજો વિકલ્પ કરે છે કે, શ્રુતજ્ઞાનના વિશેષણથી રહિત એવા સમભાવના પરિણામરૂપ જ્ઞાનના ઉપયોગને જ પ્રતિજ્ઞા કહીશું. તેથી છબસ્થાવસ્થામાં પણ ચારિત્રીને સમભાવના પરિણામરૂપ જ્ઞાનનો ઉપયોગ છે, અને કેવલીને પણ સમભાવના પરિણામરૂપ જ્ઞાનનો ઉપયોગ છે, તેથી પ્રતિજ્ઞા યાવજીવ સુધી સંગત થશે. તેથી ગ્રંથકાર કહે છે કે, તે પ્રતિજ્ઞાનો ભંગ મોક્ષમાં થાય છે એમ તમે કહો છો, તો સ્વરૂપના પરિત્યાગની અપેક્ષાએ કહોછો? કેતદ્ગોચરકાળના અતિક્રમથી કહો છો? તેમાં પ્રથમ વિકલ્પ બરાબર નથી. તે આ રીતે સમતાના પરિણામસ્વરૂપ જ્ઞાનના ઉપયોગરૂપ પ્રતિજ્ઞા સિદ્ધાવસ્થામાં પણ વિદ્યમાન છે, કેમ કે સિદ્ધના આત્માઓમાં પણ જ્ઞાનનો ઉપયોગ વિદ્યમાન છે, અને વીતરાગ હોવાથી સમતાનો પરિણામ પણ છે. તેથી સિદ્ધાવસ્થામાં સમત્વના પરિણામરૂપ જ્ઞાનના ઉપયોગરૂપ સ્વરૂપનો પરિત્યાગ થતો નથી, માટે પ્રથમ વિકલ્પ બરાબર નથી. અને બીજો વિકલ્પ પણ બરાબર નથી, કેમ કે પ્રતિજ્ઞા જીવન અવધિક હતી તેનાથી ન્યૂનકાળ પ્રતિજ્ઞાનું પાલન થાય તો પ્રતિજ્ઞાભંગ થાય, પરંતુ પ્રતિજ્ઞાકાળ કરતાં અધિકકાળ સુધી તેનું પાલન કરવામાં આવે તો પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.