________________
ગાથા : ૧૩૩ થી ૧૪૧
અધ્યાત્મમતપરીક્ષા
.૬૪૯
ક્ષયને આધીન જ્ઞાનની શાશ્વત સ્થિતિ છે, તો સંપ્રદાયપક્ષ કહે છે કે ચારિત્રની પણ સ્થિતિ ચારિત્રાવરણકર્મના ક્ષયને આધીન શાશ્વત કેમ નથી? અર્થાત્ શાશ્વત છે.
ટીકા :- ચપ્પુ ‘‘મોક્ષે ચારિત્રામ્યુપામે યાવîીવતાવધિપ્રતિજ્ઞામşપ્રસઽ:'કૃતિ, તત્ર વેવં પ્રતિજ્ઞા? “यावज्जीवं सामायिकं करोमि " इति श्रुतसङ्कल्पो वा, निर्विशेषं तादृशं ज्ञानमेव वा ? आद्ये केवलज्ञानेनैव श्रुतज्ञानरूपा सा प्रतिज्ञा भग्नेति किं भग्नभञ्जनेन? अन्त्येऽपि तद्भङ्गः किं तत्स्वरूपपरित्यागात् तद्गोचरकालातिक्रमाद्वा? नाद्यः, ज्ञानरूपप्रतिज्ञायास्तदानीमभङ्गुरत्वात्। न द्वितीयः, तद्गोचरस्य यावज्जीवतावधिक कालस्य न्यूनतायामेव ह्यतिक्रमः, न त्वधिकावधिपालनेऽपि । ननु देवादिभवानुबन्ध्यविरतिप्रयुक्तप्रतिज्ञाभङ्गभियैव निह्नवपरिकल्पितम् ' अपरिमियाए त्ति' पाठं परित्यज्य ' जावज्जीवाए त्ति' पाठमाददते संप्रदायधुरीणाः । एवं च यावज्जीवमेवेति सावधारणप्रतिज्ञापर्यवसानात्कथं न मोक्षे चारित्राभ्युपगमे तद्भङ्ग इति । मैवं, 'यावज्जीवमि 'ति प्रतिज्ञयैव साध्यसिद्धौ सावधारणप्रतिज्ञाया अनतिप्रयोजनत्वात्, तथैवाभिमतसमयनियमनात्, अतिरिक्तकालस्य तदुदासीनतयैव संयमासंयमानुवेधेऽपि तद्धानिवृद्धिकारित्वात्।
પૂર્વની અવતરણિકામાં ‘યાવîીવમ્' કૃતિ પ્રતિજ્ઞા સમાપ્તે:' ‘તવન્યસ્યાગ્રહળાત્' અર્થાત્ યાવજ્જીવ એ પ્રમાણે પ્રતિજ્ઞાની સમાપ્તિ હોવાથી, અને પ્રતિજ્ઞા પૂરી થયા પછી નવી પ્રતિજ્ઞા ગ્રહણ કરેલ નથી કે જે મોક્ષમાં અનુવૃત્તિરૂપે રહી શકે એમ જે કહ્યું, તે અવતરણિકાનું કથન જ ટીકામાં ‘“યવધ્યુત્ત મોક્ષે ચારિત્રામ્યુપામે યાવîીવતાવધિ પ્રતિજ્ઞામŞપ્રશ્નઃ કૃતિ' સુધીના કથનથી જણાવેલ છે, અને તેનો ઉત્તર ગાથા ૧૩૬માં આપેલ છે. અને ગાથા – ૧૩૬નો ભાવ ટીકામાં ‘તંત્ર વં પ્રતિજ્ઞા?.. પ્રવૃત્તિનનોત્સાહાનુનુળતયા ચેતિ । સુધીના કથનથી દર્શાવેલ છે.
ટીકાર્થ :-‘યત્ત’ જે વળી કહ્યું કે મોક્ષમાં ચારિત્રનો સ્વીકાર કરવામાં યાવજ્જીવતાવધિકપ્રતિજ્ઞાભંગપ્રસંગ છે એ પ્રમાણે કહ્યું, ત્યાં પ્રતિજ્ઞા શું છે? એમ સંપ્રદાયપક્ષી સિદ્ધાંતપક્ષીને પ્રશ્ન કરે છે. ‘યાવજ્નીવં’‘‘યાવજ્જીવ સામાયિક કરું છું '' એ પ્રમાણે શ્રુતનો સંકલ્પ પ્રતિજ્ઞા છે? કે પછી નિર્વિશેષ તાદેશ જ્ઞાન જ પ્રતિજ્ઞા છે?
‘આદ્ય’ પ્રથમ વિકલ્પમાં શ્રુતજ્ઞાનરૂપ તે પ્રતિજ્ઞા કેવલજ્ઞાન વડે જ ભાંગી ગઇ, એથી ભાંગેલાને ભાંગવાથી શું? અર્થાત્ મોક્ષમાં ફરી શું ભાંગવાનું રહે?
‘અન્ય’ બીજા વિકલ્પમાં પણ તેનો ભંગ (૧) શું તત્સ્વરૂપના પરિત્યાગથી કે (૨) તદ્ગોચરકાળના અતિક્રમથી માનશો?
‘નાદા:’ બીજા વિકલ્પ અંતર્ગત બે વિકલ્પ પાડ્યા. તેમાં પ્રથમ વિકલ્પ = તત્સ્વરૂપના પરિત્યાગથી પ્રતિજ્ઞાનો ભંગ થશે એમ માનશો તો તે યુક્ત નથી, કેમ કે જ્ઞાનરૂપ પ્રતિજ્ઞાનું ત્યારે = સિદ્ધાવસ્થામાં, અભંગુ૨૫ણું છે.
‘7 દ્વિતીય:’ અને દ્વિતીય વિકલ્પ = તદ્ગોચરકાળના અતિક્રમથી પ્રતિજ્ઞાનો ભંગ થશે એમ માનશો તો તે યુક્ત નથી. કેમ કે તદ્ગોચર = તેના વિષયભૂત, યાવજ્જીવતાવધિકકાળનું ન્યૂનપણામાં જ અતિક્રમ છે, પરંતુ અધિક અવધિપાલનમાં નહિ.