________________
૬૪.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૩૩ થી ૧૪૧ ટીકાર્ય :- ‘ચપ્પુ’ વળી જે કહ્યું છે કે મોક્ષલક્ષણ ફળનું મોક્ષમાં લબ્ધપણું હોવાથી સિદ્ધોને ચારિત્રનું વૈફલ્ય = વિફલપણું છે, તે પણ બરાબર નથી. કેમ કે કાર્યના અજનક કારણનું વૈફલ્ય છે, પરંતુ કાર્યને ઉત્પન્ન કરીને તેના ઉત્તરકાળમાં = કાર્યના ઉત્તરકાળમાં, નિર્વ્યાપારપણાથી રહેલા કારણનું નહિ. આવું ન માનો અને કાર્યના ઉત્તરકાળમાં નિર્વ્યાપારપણાથી રહેલા કારણનું વૈફલ્ય માનો તો, ઘટજનન ઉત્તરકાળમાં જ દંડાદિ પણ ભાંગી જવા જોઇએ, એ પ્રમાણે મોક્ષજનન ઉત્તરકાળમાં જ કેવલજ્ઞાનાદિ ગુણો વિફલ પ્રાપ્ત થવા જોઇએ. ‘નનિત’ અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, જનિત કાર્યોના કારણોનું ઉત્તરકાળે પણ વૈફલ્ય નહિ થાય, (તેથી કેવલજ્ઞાનાદિ નિષ્ફળ નથી), તો સંપ્રદાયપક્ષી કહે છે કે આ અમને જ અભિમત છે (તેથી જ સિદ્ધોનું ચારિત્ર પણ નિષ્ફળ નથી.).
=
‘જાયનનન’અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, ક્રાર્ય ઉત્પન્ન કર્યા પછી તેની = કારણીભૂત એવા ચારિત્રની, સ્થિતિ કોને આધીન છે?
તેનો ઉત્તર સંપ્રદાયપક્ષી આપે છે કે, જ્ઞાનાદિની સ્થિતિ જેને આધીન છે તેને, (ચારિત્રની સ્થિતિ આધીન
છે). ‘સ્વારા’અહીં સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે, તેની = જ્ઞાનાદિની અનંત સ્થિતિ સ્વકારણને આધીન છે. તો સંપ્રદાયપક્ષી કહે છે કે, આની પણ = ચારિત્રની પણ, અનંત સ્થિતિ કેમ તેવી નથી? અર્થાત્ સ્વકારણને આધીન કેમ નથી?
ભાવાર્થ :- સિદ્ધાંતકારનું કહેવું છે કે કર્મક્ષય એ ચારિત્રનું ફળ છે, અને મોક્ષમાં સંપૂર્ણ કર્મક્ષય થઇ ચૂક્યો છે માટે સિદ્ધોને ચારિત્ર માનવું તે વિફલ છે, અર્થાત્ સિદ્ધમાં ચારિત્ર માનવાની જરૂર નથી. તેને ગ્રંથકાર કહે છે કે, કાર્યને પેદા કર્યા પછી કારણ નાશ પામે છે એવો એકાંત નિયમ નથી. આથી જ ઘટકાર્ય પેદા કર્યા પછી દંડાદિ નાશ પામતા નથી અને તે જ રીતે મોક્ષની પ્રાપ્તિ થયા પછી કૈવલજ્ઞાનાદિ પણ નાશ પામતાં નથી.
કહેવાનો આશય એ છે કે શ્રુતજ્ઞાનનું કાર્ય વિરતિ છે, તેમ કેવલજ્ઞાનનું કાર્ય યોગનિરોધ છે, સર્વસંવરચારિત્રરૂપ છે; અને તેનું કાર્ય મોક્ષ છે, અને મોક્ષ પ્રાપ્ત થયા પછી ચારિત્રનો નાશ માનીએ તો કેવલજ્ઞાનાદિનું પણ કાર્ય થઇ ચૂકેલું છે તેથી તેનો પણ નાશ માનવો પડે. આની સામે સિદ્ધાંતકાર કહે કે, કાર્ય પેદા થયા પછી ઉત્તરકાળમાં કારણ નાશ પામતું નથી. તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે કે, આ અમને અભિમત છે, તમને (સિદ્ધાંતપક્ષીને) નહિ. કેમ કે જો સિદ્ધાંતપક્ષી એ પ્રમાણે સ્વીકારે તો કાર્ય પેદા થયા પછી મોક્ષમાં ચારિત્ર તેણે સ્વીકારવું પડે, તેથી સિદ્ધાંતકાર કહે કે મોક્ષરૂપ કાર્ય પેદા થયા પછી ત્યાં ચારિત્રની સ્થિતિ કોને આધીન રહે છે? આ રીતે કહેવાનો સિદ્ધાંતકારનો આશય એ છે કે, જેમ જીવમાં ભવ્યત્વની સ્થિતિ કાર્ય પેદા ન થાય ત્યાં સુધી જ હોય છે, પરંતુ મોક્ષરૂપ કાર્ય પેદા થયા પછી ભવ્યત્વની સ્થિતિ હોતી નથી, અથવા માટીમાં ઘટની યોગ્યતા કાર્ય ન થાય ત્યાં સુધી જ હોય છે, પરંતુ ધટરૂપ કાર્ય થયા પછી ઘટની યોગ્યતા માટીમાં રહેતી નથી. તેમ ચારિત્રની સ્થિતિ પણ મોક્ષરૂપ કાર્ય પેદા ન થાય ત્યાં સુધી જ હોય છે, જ્યારે મોક્ષરૂપ કાર્ય થઇ જાય છે ત્યારે ચારિત્રની સ્થિતિ નથી. એ પ્રકારના આશયથી સિદ્ધાંતકાર સંપ્રદાયપક્ષને પૂછે છે કે, કાર્ય પેદા થયા પછી ચારિત્રની સ્થિતિ કોને આધીન છે? તેને સંપ્રદાયપક્ષ કહે છે કે, કાર્ય થયા પછી જ્ઞાનની સ્થિતિ કોને આધીન છે? જેને આધીન સિદ્ધાંતકાર જ્ઞાનની સ્થિતિ માનશે તેને જ આધીન ચારિત્રની સ્થિતિ પણ માની શકાશે. તેને સિદ્ધાંતકાર કહે કે જ્ઞાનાવરણીયકર્મના