________________
ગાથા - ૧૩૩ થી ૧૪૧ .
અધ્યાત્મમતપરીક્ષા
૬૪૫
ભાવાર્થ:- ‘અથ’ ગતિમાર્ગણામાં ‘ગતિ’ શબ્દનો અર્થ જ્યારે ‘ગમ્ ગતિઃ' એમ કરીએ ત્યારે ચારે ગતિઓ તેમજ સિદ્ધિગતિની પણ પ્રાપ્તિ થાય, અને જ્યારે ગતિનામકર્મના ઉદયથી પ્રાપ્ત થનારી અવસ્થા એ ગતિ છે એમ અર્થ ગ્રહણ કરીએ ત્યારે ચાર ગતિ પ્રાપ્ત થાય, પણ સિદ્ધિગતિ પ્રાપ્ત ન થાય. કેમ કે કર્મથી જીવનું જે ભવન છે તેને ગ્રહણ કરીએ ત્યારે ચાર ભવોની પ્રાપ્તિ થાય, અને તેમ ગ્રહણ ન કરતાં ‘માનદ્ મવ:' એવો અર્થ કરીએ ત્યારે જેમ ચાર ગતિમાં જીવનું ભવન થાય છે તેમ મોક્ષમાં પણ જીવનું ભવન છે તેથી ‘ભવ’ શબ્દથી મોક્ષ પણ ગ્રહણ થઇ જાય. અને શાસ્ત્રમાં ચારિત્રને ‘દૂમવિદ્’ કહેલ છે તેથી ઐહભવિકનો અર્થ ગ્રહણ કરતાં ‘ભવ’ શબ્દથી મોક્ષની પ્રાપ્તિ હોવા છતાં મોક્ષમાં ચારિત્રનો અભાવ સિદ્ધ થાય, કેમ કે ચારિત્રને ‘વિદ્’કહેલ છે ‘પરમવિદ્’ કહેલ નથી માટે જો પરમવિષ્ણુ કહેલ છે. તેથી ‘અથવા’થી મૂળગાથા-૧૩૪માં ત્રીજો વિકલ્પ કર્યો કે ‘જો તમ્મિ મવે હિમં’ આવો ૫૨ભવિકનો અર્થ અમે (સંપ્રદાયપક્ષી) કરીશું, જેથી મોક્ષમાં ચારિત્ર સિદ્ધ થશે.
અને ટીકામાં ‘તથાપિ’થી કથન કર્યું તેનું તાત્પર્ય એ છે કે, આ ભવમાં હિતરૂપ હોય તે ‘ઐહભવિક’, આવો અર્થ કરવાથી કોઇ દોષ નથી. કારણ કે મોક્ષમાં ચારિત્ર હોવા છતાં મોક્ષપ્રાપ્તિ થઇ જ ગઇ હોવાથી મોક્ષ માટે તે ચારિત્ર ઉપકારી નથી.
અહીં વિશેષ એ છે કે, ચારિત્ર મોક્ષને અનુકૂળ નિર્જરા પેદા કરીને જીવને ઉપકાર કરે છે, તેથી ભવવર્તી ૧૪મા ગુણસ્થાનક સુધીનું ચારિત્ર નિર્જરા કરાવીને જીવનો ઉપકાર કરે છે, અને તે જ ચારિત્ર પૂર્ણકક્ષાનું સિદ્ધાવસ્થામાં હોવા છતાં ત્યાં નિર્જરણીય કર્મનો અભાવ હોવાથી કોઇ ઉપકાર થતો નથી. તેથી જો પપવિત્’ શાસ્ત્રમાં કહેલ છે તેનો અર્થ સંપ્રદાયપક્ષી ‘નો પરમવિષ્ણુ હિમં’ એમ કરે છે.
ઉત્થાન :- ‘નનુ’થી સિદ્ધાંતપક્ષી સિદ્ધમાં ચારિત્ર માનનાર સંપ્રદાયપક્ષીને આપત્તિ આપતાં કહે છે –
ટીકાર્ય :- ‘નનુ” આ પ્રમાણે = તમે પરભવિકનો અર્થ ‘તે ભવમાં હિત કરનાર નથી' એવો કર્યો એ પ્રમાણે, જેમ ચારિત્ર મોક્ષમાં હોવા છતાં કાંઇ હિત કરતું નથી, તેમ જ્ઞાન-દર્શન પણ મોક્ષમાં હોવા છતાં કાંઇ હિત કરતાં નથી, માટે જ્ઞાન-દર્શન પણ પારભવિક કહેવાશે નહિ.
‘જ્ઞ’તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે પરભવ પદાર્થરૂપ દેવગત્યાદિમાં તેનું=જ્ઞાનદર્શનનું, ઉપકારીપણું છે.
ભાવાર્થ :- યદ્યપિ મોક્ષમાં જ્ઞાન-દર્શન કોઇ ઉપકાર કરતાં નથી, પરંતુ પરભવ તરીકે દેવગતિ આદિ લઇ શકાય છે અને દેવગત્યાદિમાં આ ભવથી પ્રાપ્ત થયેલાં જ્ઞાન-દર્શન જો સાથે જાય તો ઉપકાર કરે છે, માટે જ્ઞાન-દર્શનનું પરભવરૂપ દેવગત્યાદિમાં ઉપકારીપણું છે. જ્યારે ચારિત્ર પરભવમાં સાથે જતું નથી, તેથી બીજા ભવમાં તેનું ઉપકારીપણું નથી. અને સિદ્ધિગતિમાં સાથે જાય છે ત્યાં પણ નિર્જરણીય કર્મ નહિ હોવાથી ઉપકારીપણું નથી, તેથી ચારિત્રને ‘નો પરમવિ’ કહેલ છે. જ્યારે જ્ઞાનદર્શનને ‘જો પર્’ કહે તો બીજા ભવમાં જેમને જ્ઞાન-દર્શન સાથે જાય છે અને તેનાથી જે નિર્જરા આદિ પ્રાપ્ત થાય છે તે ઉપકાર પણ સંગત થાય નહિ. માટે જ્ઞાન-દર્શનને નો પવિત્' કહેલ નથી.