________________
૬૪૪. . .
.. અધ્યાત્મમત પરીક્ષા ........ ગાથા : ૧૩૩ થી ૧૪૧ ઉત્થાન [અને આ બીજો હેતુ મૂળગાથા-૧૩૪માં “હવા મવા નોવો ” “અથવા ભવ મોક્ષ નથી એ કથન કહ્યું તેને સ્પષ્ટ કરવા માટે પણ બીજો હેતુ કહે છે.] જો સિદ્ધમાં ચારિત્ર હોત તો રૂમવિણચરિત્તે, રવિણ રરિ એ પ્રમાણે પ્રજ્ઞપ્તિસૂત્રમાં કથન કરતા, પરંતુ ત્યાં “મવિ રિજે, જે પરમવિ રિજે.' એ પ્રમાણે કહ્યું છે, તેથી સિદ્ધમાં ચારિત્ર નથી. માટે ઉક્ત ઉપપત્તિના બળથી ચારિત્રનું આત્મગુણપણું સિદ્ધ હોવા છતાં પ્રસ્તુત આગમવચન સિદ્ધમાં ચારિત્ર નથી તેમ સ્થાપન કરે છે. માટે અમારું વચન સ્વઅભિપ્રાય વિભ્રંભિત નથી, આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે, તેથી બીજો હેતુ કહે છે -
ટીકાર્યઃ- “મવાદી ઐહભવિક શબ્દમાં જે “ભવ' પદ છે તે સંસારનો વાચક હોવાથી મોક્ષગતિમાં તત્સત્ત્વ હોવા છતાં પણ= ચારિત્રનું સત્ત્વ હોવા છતાં પણ, શાસ્ત્રમાં ચારિત્રને ઐહભવિકત્વ કહ્યું છે તેનો અવિરોધ છે.
ભાવાર્થ:- “ભવ’ શબ્દ સંસારવાચી છે, તેથી ભવમાં થનાર તે ભવિક કહેવાય અને આ ભવમાં જે થનાર હોય તે ઐહભવિક કહેવાય. મોક્ષમાં જે ચારિત્ર છે તે આત્મગુણરૂપ હોવા છતાં ઐહભાવિક ચારિત્ર નથી, કેમ કે સંસારમાં થનારું ચારિત્ર તે ઐહભવિક ચારિત્ર કહેવાય; અને ભવમાં થનારું ચારિત્ર ક્યારે પણ બીજા ભવમાં સાથે આવતું નથી. અને મોક્ષમાં આત્મપરિણામરૂપ ચારિત્ર કહ્યું છે, પણ સંસારમાં થનાર ચારિત્ર મોક્ષમાં છે એમ કહ્યું નથી. માટે વિરોધ આવતો નથી.
અહીં વિશેષ એ છે કે સંસારવર્તી ચારિત્ર ક્રિયારૂપ છે તેથી, અને તે પરભવમાં સાથે આવતું નથી તેથી, તેને ભગવતીસૂત્રમાં વિદ્યારિ પરમવિ, ચરિજે” એમ કહેલ છે. પરંતુ મોક્ષમાં જે ચારિત્ર છે તે ક્રિયારૂપ નથી પરંતુ આત્મપરિણામરૂપ છે, અને તેનો નિષેધ પરમવિણ' શબ્દથી થતો નથી, પરંતુ ક્રિયારૂપ ચારિત્રનો નિષેધ થાય છે. તેથી ઐહભવિક ચારિત્ર કહેવાથી મોક્ષમાં ચારિત્રનો વિરોધ નથી તેમ કહેલ છે.
મૂળ શ્લોક ૧૩૪માં મળે ન મોક્ષ એમ કહ્યું તેનો સંબંધ અહીં આ રીતે છે - ફાવિ માં મવ શબ્દ સંસારવાચી છે, તેથી સંસારનું ચારિત્ર ઈહભવિક છે, પરભવિક નથી. અને ભવ એ મોક્ષ નથી, માટે મોક્ષનું ચારિત્ર સંસારના ચારિત્ર કરતાં જુદું છે, તેનું મવથી ગ્રહણ ન થાય, અને તેના કહેનારા શસ્ત્રવચનથી મોક્ષના ચારિત્રનો અપલાપ પણ ન કરી શકાય. 6ગાથા ૧૩૪માં દવા જો તમ પવે હિ એ પ્રકારે ત્રીજો વિકલ્પ છે તેના ઉત્થાનરૂપે અથ .. સામ્રામ સુધીનું કથન છે. અને તેના જવાબરૂપે સિદ્ધાંતકારે ગાથા -૧૩૪માં ચોથા પાદથી કહ્યું કે તે ભવમાં = મોક્ષરૂપ ભવમાં, હિત નથી એવો અર્થ જો પરવિણનો છે, અને એ જ વાત તથાપિથી ટીકામાં કહેલ છે. ટીકાર્ય - મથ' અથથી સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે, ગતિમાર્ગણામાં સિદ્ધિગતિની જેમ ભવાધિકારમાં પણ ભવનમાત્ર અર્થના પુરસ્કારથી મોક્ષનું પણ ગ્રહણ સાંપ્રદાયિક છે. તથાપિથી તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે - તો પણ આ ભવમાં હિત કરનાર હોય તે ઐહભવિક આ પ્રમાણે અર્થનું આશ્રયણ કરવામાં કોઇપણ દોષ નથી, કેમ કે મોક્ષગતિમાં ચારિત્ર હોવા છતાં પણ તેનું = ચારિત્રનું, મોક્ષને અનુપકારીપણું છે.