________________
૬
૨
, , , ,
, , , • • •
• • • •
અધ્યાત્મમત પરીક્ષા. . . . . . . . . ગાથા : ૧૩૩ થી ૧૪૧ ભાવાર્થ અહીં સિદ્ધાંતપક્ષીને આંતરક્રિયારૂપે અભિમત એ છે કે, બાહ્યક્રિયા એ તપ-નિયમાદિમાં યત્નસ્વરૂપ છે અને તેનાથી અભિવ્યંગ્ય એવો નિર્જરાને અનુકૂળ જીવમાં કોઈ અંતરંગ યત્ન પેદા થાય છે જે આંતરક્રિયા સ્વરૂપ છે, તે જ ચારિત્ર પદાર્થ છે. તેથી સંસારવર્તી હોવાને કારણે ભવસ્થકેવલી અને મરુદેવાદિને કર્મનિર્ભરણ કરવાનું હોવાથી તે આંતરક્રિયા વર્તે છે, જે સિદ્ધાવસ્થામાં નથી, માટે સિદ્ધમાં ચારિત્ર નથી.
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે બાહ્યક્રિયાથી અભિવ્યંગ્ય આંતરક્રિયા જ ચારિત્ર છે. તેની જ પુષ્ટિ કરતાં કહે છે -
ટીકાર્ય - “અતિ ઇવ' આથી કરીને જ = બાહ્યક્રિયાથી અભિવ્યંગ્ય આંતરક્રિયા જ ચારિત્ર છે આથી કરીને જે, અનુપદોક્તસ્થળમાં ‘વિશેષથી’ એ પ્રમાણે ઉક્તિ = વચન છે.
ભાવાર્થ - મનુપલોજીસ્થલ્લે' - પૂર્વમાં “ફિતે મંતિ થી ગય' એ કથન સોમિલનો ભગવાનને પ્રશ્ન અને ભગવાનનો ઉત્તરરૂપ એ પદ , અને તેની પાછળ ચાલનાર પદ જે ટીકા સ્વરૂપ છે તે “અનુપદ કહેવાય. અને એ સૂત્રની ટીકારૂપ અનુપદમાં ‘વિશેષતઃ'=વિશેષથી, તપ-નિયમાદિ ભગવાનને કાંઈ હોતું નથી, એમાં ‘વિશેષથી’ શબ્દપ્રયોગ કરેલ છે એનાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, ભગવાનને બાહ્યક્રિયારૂપ વિશેષથી તપ-નિયમાદિ હોતા નથી, પરંતુ આંતરક્રિયારૂપ સામાન્યથી તપ-નિયમાદિ પ્રવર્તે છે. આથી જ ભગવાનને બાહ્ય ક્રિયારૂપ તપ-નિયમ ન હોવા છતાં બાહ્ય ક્રિયાના ફલરૂપ અંતરંગક્રિયાનો અભાવ છે. “આંતરક્રિયાને સામાન્ય એટલા માટે સ્વીકારેલ છે કે, જ્યાં બાહ્યક્રિયારૂપ સમ્ય તપ-નિયમાદિ હોય છે, ત્યાં પણ, આંતરક્રિયા અવશ્ય હોય છે; અને બાહ્યક્રિયારૂપ તપ-નિયમાદિ ન હોય ત્યાં પણ = મરુદેવા આદિમાં પણ આંતરક્રિયા અવશ્ય હોય છે; જ્યારે બાહ્યક્રિયા સર્વત્ર નથી હોતી. માટે વિશેષત: = વિશેષથી, એ પદનો પ્રયોગ ઉક્ત સૂત્રની ટીકામાં કરેલ છે.
આનાથી એ ફલિત થયું કે, સામાન્યથી ભવસ્થકેવલી અને મરુદેવાદિને પણ આંતરક્રિયા છે, અને તે સિવાયના સાધક આત્માઓને બાહ્યક્રિયા અને આંતરક્રિયા બને છે; જયારે સિદ્ધમાં કોઈ ક્રિયા નથી, તેથી સિદ્ધમાં ચારિત્ર નથી, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે બાહ્યક્રિયાથી અભિવ્યંગ્ય આંતરક્રિયા જ ચારિત્ર જ છે, અને ‘ત ઇવથી તેની પુષ્ટિ કરી. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષીના પ્રશ્ન સામે સિદ્ધમાં ચારિત્ર માનનાર સંપ્રદાયપક્ષી કહે છે
ટીકાર્ય - “સે તે આ = આંતરક્રિયા, યોગરૂપ છે કે ઉપયોગરૂપ છે? તેમાં આઘવિકલ્પ = આંતરક્રિયા યોગરૂપ છે એ વિકલ્પ બરાબર નથી. કેમ કે મરુદેવા આદિમાં વ્યભિચાર છે.
ભાવાર્થ- અહીં પ્રશ્ન થાય કે મરુદેવા આદિને પણ ૧૩માં ગુણસ્થાનક સુધી યોગો હતા, તો વ્યભિચાર કઈ રીતે છે? તેનું તાત્પર્ય એ છે કે મરુદેવા માતા જ્યારે ભગવાનનું દર્શન કરે છે ત્યારે સ્નેહ જ અતાત્ત્વિક છે એ પ્રકારના ઊહને કારણે, તેમનું ચિત્ત સાંસારિક ભાવોથી વિશ્રાંતિને અનુરૂપ થયું, જેના બળથી જ્ઞાતા-દષ્ટાભાવરૂપ શુદ્ધોપયોગ તેમને સ્કુરાયમાન થયો. પરંતુ કોઈ જાતની પ્રવૃત્તિ કરવાના વિષયમાં તેમનો મનોયોગ વ્યાપૃત હતો નહિ, તેથી