________________
ગાથા : ૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ..
. .૬૩૭ ન થાય, પરંતુ તદાવારક કર્મના વિલયથી તેનું પ્રકટીકરણ થવું જોઇએ, અને બાહ્ય હોવાથી જ તે શાશ્વત નથી. આથી જ તેના નિરાકરણરૂપે કહ્યું કે, ભાવશૂન્યક્રિયાનું ચારિત્રપણું અમે સ્વીકારતા નથી. કેમ કે જો ક્રિયાથી જ તેનું સ્વરૂપ અભિવ્યક્ત થતું હોય તો, અભવ્યના જીવો પણ સમ્યફ પ્રકારની ક્રિયા જ્યારે કરે છે ત્યારે તે સ્વરૂપ અવશ્ય આવિર્ભાવ થવું જોઈએ. માટે ફક્ત સમ્યફ બાહ્ય ક્રિયાથી ચારિત્રનું સ્વરૂપ અભિવ્યક્ત થતું નથી, પરંતુ કર્મના વિગમનથી અપેક્ષિત એવા જીવના પરિણામથી = ભાવથી, યુક્ત એવી ક્રિયાનું જ ચારિત્રપણું છે.
ટીકાર્ય - મથ':-‘મથ'થી પૂર્વપક્ષી સિદ્ધાંતકાર, આ પ્રમાણે કહે છે કે ક્રિયાનો જનકીભૂત ભાવ જ્ઞાન જ છે, અને તજ્જન્યત્ર જ્ઞાનજન્ય, ક્રિયા ચારિત્રછે એ પ્રમાણે અમારો સ્વીકાર છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધમાં ચારિત્ર માનનાર પક્ષ કહે છે કે, તો પછી નિઃશંકિતાદિ બાહ્યાચાર જ સમ્યક્ત હો, અને તેને અનુગુણ ભાવ તો જ્ઞાન જ છે, એથી કરીને સમ્યક્ત પણ સિદ્ધમાં અધિક માની શકાશે નહિ. અને તે પ્રમાણે = નિઃશંકિતાદિ બાહ્યાચાર જ સમ્યક્ત છે અને તેને અનુગુણ ભાવ તો જ્ઞાન છે એથી સિદ્ધમાં અતિરિક્ત સમ્યક્ત માની શકાશે નહિ તે પ્રમાણે, સિદ્ધોને ચારિત્રની જેમ સમ્યક્ત પણ ન હોય એ પ્રમાણે અપસિદ્ધાંતદોષ દુરુદ્ધર છે.
“સચવવમપિ' અહીં “પથી એ કહેવું છે કે ચારિત્ર તો સિદ્ધમાં નહિ માની શકાય, પણ સમ્યક્ત પણ માની શકાશે નહિ.
' ભાવાર્થ અહીં વિશેષ એ છે કે પ્રથથી કહેનાર સિદ્ધાંતકાર છે. તેણે ભાવ શબ્દથી સંયમના સમ્યફ જ્ઞાનને ગ્રહણ કર્યું અને તેનાથી જન્ય એવી સમિતિ-ગુપ્તિની ક્રિયા તેને જ ચારિત્ર કહ્યું. અને તેવું ચારિત્ર તો સિદ્ધમાં સંભવે નહિ અને અભવ્યમાં પણ સમ્યફ બાહ્ય ક્રિયા હોવા છતાં ચારિત્ર માનવાની આપત્તિ આવે નહિ, અને સ્થૂલદષ્ટિથી જોતાં ચારિત્ર એ ક્રિયાસ્વરૂપ જ સર્વને માન્ય છે તેમ લાગે, છતાં સિદ્ધમાં ચારિત્ર માનનારને વસ્તુતઃ એ જ અભિમત છે કે, સમ્યજ્ઞાનથી નિયંત્રિત એવી જે સમ્યફ સમિતિ-ગુણિની ક્રિયાઓ છે તે ચારિત્ર નથી, પરંતુ તે ક્રિયાઓથી મોહનીયના વિગમન દ્વારા આત્મામાં આવિર્ભાવ થનારો જે પરિણામ છે તે ચારિત્ર પદાર્થ છે. તેથી સિદ્ધમાં બાહ્ય ક્રિયા ન હોવા છતાં તે આંતર પરિણામ હોઈ શકે છે. કેમ કે શરીરધારી વ્યક્તિને પરિણામને આવિર્ભાવ કરવા અને આવિર્ભત થયેલા તે પરિણામને સ્થિર કરવા તેને અનુરૂપ ઉચિત આચરણાઓ કરવી પડે છે, અને જ્યારે સર્વથા મોહનું વિગમન થઈ જાય છે ત્યારે જીવમાં વર્તતો મોહના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલો સમભાવનો પરિણામ ઉચિત ક્રિયાઓ કરાવે છે અને જ્યારે શરીરનો અભાવ થાય છે ત્યારે તે ક્રિયાઓ નહિ હોવા છતાં ચારિત્રમોહનીયના વિગમનથી તે ચારિત્રનો પરિણામ સિદ્ધમાં છે. જ્યારે પૂર્વપક્ષી સિદ્ધાંતકાર, ચારિત્રને ક્રિયામાં જ વિશ્રાંતિ કરે છે, તેથી તેને સિદ્ધાંતકારને, સંપ્રદાયપક્ષી કહે છે કે તે રીતે સમ્યક્તને નિશકિતાદિ બાહ્યાચારમાં વિશ્રાંતિ કરી શકાય. કેમ કે સમ્યફપ્રકારના શાસ્ત્રાનુસારી જ્ઞાનથી જ્યારે જીવનિ શકિતાદિ બાહ્યાચારમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે આચારોથી આવિર્ભાવ થનારો દર્શનમોહનીયના વિગમનથી જીવનો પરિણામ થાય છે, તે જ સમ્યક્ત છે. તેથી જ સિદ્ધમાં સમ્યક્ત ઉભયપક્ષને અભિમત છે. પરંતુ જો સિદ્ધાંતકાર આ રીતે ચારિત્રને ક્રિયારૂપ કહીને સિદ્ધમાં તેનો અભાવ કહી શકે છે, તો સમ્યક્તને પણ બાહ્યાચારરૂપ કહીને તેનો અભાવ સિદ્ધમાં પ્રાપ્ત થાય.