________________
૬૩૪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૩૩ થી ૧૪૧ ગાથા ૧૩૬માં કહેલ કથનનો ભાવ એ છે કે, મોક્ષમાં ચારિત્ર માનીએ તો અહીં પ્રતિજ્ઞા સમાપ્ત થવા છતાં ત્યાં ચારિત્ર રહેવાને કારણે અધિક અવધિ પુરાય છે, તેથી પ્રતિજ્ઞાનો ભંગ છે; એમ સિદ્ધાંતપક્ષીનો કહેવાનો આશય છે. તેના નિરાકરણરૂપે ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે પ્રતિજ્ઞાકાલ કરતાં અધિક અવધિ પૂરણમાં પ્રતિજ્ઞાનો ભંગ નથી. અને ગાથાના ઉત્તરાર્ધમાં એ કહ્યું કે પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે તે ‘રોમિ” સૂત્રથી ક્રિયારૂપ ચારિત્રમાં અને શ્રુતકરણરૂપ જ્ઞાનમાં ગ્રહણ કરવામાં આવે છે; તેથી તેવી પ્રતિજ્ઞારૂપ ચારિત્ર મોક્ષમાં નથી, પરંતુ આત્મપરિણામરૂપ ચારિત્ર મોક્ષમાં છે; અને પ્રતિજ્ઞા તો જ્ઞાનપૂર્વક ક્રિયાના વિષયરૂપ છે, માટે અધિક અવધિનું પૂરણ નથી પણ જીવનકાળ સુધી જ પ્રતિજ્ઞાની મર્યાદા છે. તેથી મોક્ષમાં ચારિત્ર સ્વીકારવા છતાં પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.
અવતરણિકામાં ‘અનુષ્ઠાન .. વિતેરમાવાત્'થી કહેલ કે, ચારિત્રનું અનુષ્ઠાનરૂપપણું છે અને શરીરના અભાવમાં તેનું અયોગપણું છે, ત્યાર પછી ‘અત વ'થી તેની પુષ્ટિ કરી. હવે સંપ્રદાયપક્ષી ગાથા ૧૩૭માં તેનું નિરાકરણ કરે છે –
अह चरणमनुट्ठाणं तं ण सरीरं विणु त्ति जइ बुद्धी । तेण विणा नाणाई ता तस्स अहेउअं पत्तं ॥ १३७ ॥ (अथ चरणमनुष्ठानं तन्न शरीरं विनेति यदि बुद्धिः । तेन विना ज्ञानादि तत्तस्याऽहेतुकं प्राप्तम् ॥१३७॥)
ગાથા:
ગાથાર્થ :- ચારિત્ર અનુષ્ઠાનરૂપ છે અને તે=ચારિત્ર, શરીર વિના નથી એ પ્રકારની જો તારી બુદ્ધિ છે, અર્થાત્ સિદ્ધાંતપક્ષીની એ પ્રકારે જો બુદ્ધિ છે, તો તેનો ઉત્તર કહે છે - તેના=શરીરના, વિના જ્ઞાનાદિ છે તે કારણથી તેનું=શરીરનું, અહેતુપણું પ્રાપ્ત છે, અર્થાત્ શરીરનું ચારિત્ર પ્રત્યે અહેતુપણું પ્રાપ્ત છે.
કહેવાનો ભાવ એ છે કે શરીર વિના જ્ઞાનાદિ રહે છે, અર્થાત્ સિદ્ધમાં કેવલજ્ઞાન અને ક્ષાયિકસમ્યક્ત્વ રહે છે તેનું કારણ તદ્ આવારક કર્મનો અભાવ છે. તે રીતે જ શરીર વિના ચારિત્ર પણ સિદ્ધમાં રહે છે, કેમ કે ચારિત્ર આવા૨ક કર્મનો અભાવ છે.
☆ ગાથા ૧૩૩ થી ૧૩૭ સુધીની અવતરણિકા ગાથાના પ્રારંભ પૂર્વે કરેલ છે, અને તે કથનનું નિરાકરણ સંપ્રદાયપક્ષીએ કર્યું. તેના ઉત્તરરૂપે ગાથા ૧૩૩થી ૧૩૭નું કથન છે.
ગાથા - ૧૩૩ની પૂર્વે કરેલ અવતરણિકાનો ઉત્તર સંપ્રદાયપક્ષીએ આપ્યો તે પૂરો થયો, હવે જે ઉત્તર છે તે પણ સંપ્રદાયપક્ષીનો જ છે તે બતાવવા ‘અપિ =’થી સમુચ્ચય કરે છે –
-
अपि च - किरिया खलु ओदयिगी खइयं चरणंति दोण्हमह भेओ । सा तेण बज्झचरणं अब्भंतरयं तु परिणामो ॥ १३८ ॥
(નિયા હત્વૌયિી ક્ષાયિò પરમિતિ દ્વયોર્મહાન્ મેવ । સા તેન વાઘવરળમામ્યન્તરં તુ પરિણામ: શ્રૂ૮ાા)
ગાથા :