________________
ગાથા : ૧૩૧-૧૩૨.
અધ્યાત્મમતપરીક્ષા
.૬૨૯
ભાવાર્થ :- ‘નો ચારિત્રી’ને બદલે સિદ્ધને ‘અચારિત્રી' કહેવામાં આવે તો વિરુદ્ધ ઉપસ્થિતિ આદિ દોષ છે. આથી કરીને જ જ્યાં જ્યાં ફક્ત ‘ગુણાભાવ’ હોય તેવા સ્થળમાં જ ‘સિદ્ધે ખોન્નત્તિી ગોઞષત્તિી' એવા પ્રકારનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ ભવ્ય જીવમાં ભવ્યત્વગુણ છે અને અભવ્ય જીવમાં ભવ્યત્વગુણ નથી પરંતુ અભવ્યત્વ દોષ છે, તેથી અભવ્યને ‘નોમ∞’ એમ કહેવાતું નથી, પરંતુ અભવ્યત્વ દોષવાળા છે તેમ જ કહેવાય છે. જ્યારે સિદ્ધભગવંતમાં અભવ્યત્વ દોષ નથી અને ભવ્યત્વ ગુણ પણ નથી, તેથી સિદ્ધભગવંતમાં ભવ્યત્વરૂપ ગુણાભાવને બતાવવા માટે ‘સિદ્ધે નોમળ્યે નોઅમવ્યું' કહેલા છે. પરંતુ ફક્ત 'સમન્વે' એમ કહેત તો સિદ્ધમાં અભવ્યત્વ નામનો દોષ છે તે પ્રકારની વિરુદ્ધોપસ્થિતિ પણ કોઇને થઇ શકે. તેથી તેના નિરાસ માટે‘સિદ્ધે નોમળ્યે નોઅમળે એમ કહેલ છે. તે જ રીતે સિદ્ધમાં ચારિત્રાભાવને બતાવવા માટે‘અચારિત્રી’પ્રયોગ ન કરતાં ‘સિદ્ધે ખોચરિત્તી ઓસરિત્તી' એમ પ્રયોગ કરેલ છે, જેનાથી સિદ્ધમાં ચારિત્રગુણનો અભાવ છે તેવું જ્ઞાન થાય છે. અને તેના બદલે સિદ્ધને ચારિત્રાભાવ બતાવવા માટે ‘ચારિત્રી’ પ્રયોગ કર્યો હોત તો વિરુદ્ધોપસ્થિતિ પણ કોઇકને થઇ શકે, અર્થાત્ સિદ્ધમાં અવિરતિનો પરિણામ છે તેવી વિરુદ્ધોપસ્થિતિ પણ કોઇકને થઇ શકે. તેથી આવાં સ્થાનોમાં ‘નો’ શબ્દથી પ્રયોગ કરાય છે. ૧૩૧II
અવતરણિકા :- પર્: તે
અવતરણિકાર્ય :- બીજો શંકા કરતાં કહે છે –
नणु इह देसणिसेहे णोसद्दो तेण तस्स देसस्स । अत्थु णिसेहो किरियारूवस्स ण सत्तिरूवस्स ॥१३२॥ (नन्विहं देशनिषेधे नोशब्दस्तेन तस्य देशस्य । अस्तु निषेधः क्रियारूपस्य न शक्तिरूपस्य ॥१३२॥
ગાથા :
ગાથાર્થ :- અહીં =‘સિદ્ધે નોવૃત્તિી’ એ સૂત્રમાં‘નો’શબ્દ દેશનિષેધમાં હોતે છતે તેના વડે =‘નો’શબ્દ વડે, તેના = ચારિત્રના, ક્રિયારૂપ દેશનો નિષેધ કરો, શક્તિરૂપ દેશનો નહિ.
ast :- ननु 'नो चारित्ती' इत्यत्र नोपदस्य देशनिषेधार्थकत्वात् क्रियारूपतदेकदेशनिषेधेऽपि चारित्रमोहक्षयजनितस्यात्मपरिणामविशेषरूपस्य चारित्रस्य तत्राक्षतत्वेन न काचित्सूत्रबाधा ॥१३२॥
ટીકાર્ય :- ‘નવુ' સિદ્ધમાં ચારિત્ર માનનાર પૂર્વપક્ષી ‘નવુ’થી કહે છે કે ‘નોારિત્તી’ સ્થાનમાં ‘નો' પદનું દેશનિષેધાર્થકપણું હોવાથી ક્રિયારૂપ તેના= ચારિત્રના, એક દેશનો નિષેધ થવા છતાં પણ ચારિત્રમોહક્ષયજનિત આત્મપરિણામવિશેષરૂપ ચારિત્રનું ત્યાં= સિદ્ધમાં, અક્ષતપણું હોવાથી કોઇપણ સૂત્રબાધા નથી, અર્થાત્ ‘સિદ્ધે ગોચરિત્તી ખોસવરિત્તી' કહ્યું એ સૂત્રમાં કોઇ દોષ નથી. II૧૩૨