________________
અધ્યાત્મમતપરીક્ષા
.૬૨૭
ગાથા : ૧૩૧ પ્રસ્તુતમાં અભાવાર્થક ગ્રહણ કરીને તે પ્રકારનો ઉપન્યાસ કરવો એ સ્વસંપ્રદાયમાં રૂઢ નથી. માટે લોકોને એ ભ્રમ ન થાય કે સિદ્ધમાં પણ અવિરતિનો પરિણામ છે, માટે આગમની અંદર‘અચારિત્રી સિદ્ધ:’ એમ ન કહેતાં‘સિદ્ધે જોવરિત્તી ખોઞરિત્તી' એ પ્રમાણે કહ્યું છે.
ઉત્થાન :- અહીં શંકા થાય કે આગમમાં સિદ્ધને ‘અચારિત્રી’ કહ્યા હોત તો વ્યાકરણની મર્યાદાના અવલંબનથી સંપ્રદાયમાં પણ અચારિત્રીપદથી અભાવાર્થકનું આશ્રયપણું પ્રાપ્ત થાત. જેથી લોકોને સિદ્ધમાં ચારિત્રગુણ છે કે નહીં તેનો નિર્ણય થઇ જાત અને ‘સિદ્ધે ખોવરિત્તી જોઞત્તિી' એવા બે પ્રયોગને બદલે ‘અચારિત્રી સિદ્ધ:’ એવા એક પ્રયોગથી વસ્તુનું સ્થાપન થઇ શકત. તેથી બીજો હેતુ બતાવતાં કહે છે
'
ટીકાર્થ :-‘તાદૃશપવાર્’તેવા પ્રકારના પદથી =‘અચારિત્રી સિદ્ધઃ' તેવા પ્રકારના પદથી, ગુણાભાવ અને દોષ અન્યતરના સ્ફૂર્તિમાત્રથી જન્ય કઠિનભાષાઅનુબંધી દોષનો પ્રસંગ છે.
ભાવાર્થ :- ‘સિદ્ધે નોવૃત્તિી નોઅચરિત્તી' એ પ્રમાણે કહેવાથી એ નક્કી થાય કે સિદ્ધમાં ‘ચારિત્ર’ ગુણ નથી અને અવિરતિના પરિણામરૂપ ‘અચારિત્ર’ દોષ નથી; પરંતુ ‘અચારિત્રી સિદ્ધ:’માં નઞાર્થક જે ‘’ છે તે વિરુદ્ધાર્થક ગ્રહણ કરીએ તો દોષની ઉપસ્થિતિ કરાવે, અને અભાવાર્થક ગ્રહણ કરીએ તો ગુણાભાવની ઉપસ્થિતિ કરાવે, તેથી તે પદ દ્વારા ગુણાભાવ અને દોષ એ બેમાંથી અન્યતરનું સ્ફુરણ થાય, અને તેનાથી જનિત એવી કઠિન ભાષાના અનુબંધી એવા દોષની પ્રાપ્તિ થાય.
અહીં વિશેષ એ છે કે ‘અચારિત્રી સિદ્ધઃ' આવું બોલનાર જે વ્યક્તિ છે તે વ્યક્તિને, ‘અચારિત્રી’ બોલતી વખતે ‘અ’ પદ ગુણાભાવ અને દોષ બંનેનો વાચક છે તેવું જ્ઞાન છે; તેથી બોલનાર વ્યક્તિના હૈયામાં બંનેનું સ્ફુરણ થાય છે. અને બોલનાર વ્યક્તિને સામેની વ્યક્તિને સમ્યગ્ બોધ કરાવવા માટે તેવી કઠિન ભાષાનો પ્રયોગ કરવો તે દોષરૂપ છે. કેમ કે પોતાને અપેક્ષિત અર્થ કરતાં અન્ય ભાવની પણ તે પદથી ઉપસ્થિતિ થતી હોવાથી, અચારિત્રરૂપ=અવિરતિના પરિણામરૂપ દોષના વાચક શબ્દથી સિદ્ધ ભગવંતમાં ચારિત્રના અભાવનું કથન કરવું તે કઠિન ભાષાપ્રયોગ કરવારૂપ દોષ છે. જેમ કોઇ આંધળાને ‘આંધળો’ કહેવો તે કઠિન ભાષાના પ્રયોગરૂપ છે, તેથી વ્યવહારમાં ‘પ્રજ્ઞાચક્ષુ’ એ પ્રકારનો પ્રયોગ વિવેકી કરે છે, તેમ સિદ્ધાંતકારે ‘અચારિત્રી સિદ્ધ:’ એમ પ્રયોગ ન કરતાં ‘સિદ્ધે ખોવરિત્તી નોઅવૃત્તિી' એ પ્રમાણે પ્રયોગ કરેલ છે.
ઉત્થાન :- અહીં સિદ્ધાંતપક્ષીને સિદ્ધમાં ચારિત્ર માનનાર પક્ષ કહે છે કે ‘નોઅચારિત્તી' એ પ્રમાણે ઉક્તિથી જ = કહેવાથી જ, ચરિતાર્થપણું છે. કેમ કે અચારિત્રીપદથી અવિરતિપરિણામ જ પ્રાપ્ત થાય છે, અને તે અવિરતિપરિણામરૂપ દોષ સિદ્ધમાં નથી; અને સિદ્ધમાં ચારિત્રગુણ છે એવું કથન ન હોવાથી એ નિર્ણય થઇ જ જશે કે સિદ્ધમાં અવિરતિ નામનો દોષ નથી અને ચારિત્ર પણ નથી; કેમ કે સિદ્ધમાં જો ચારિત્ર હોત તો શાસ્ત્રમાં તેનું વિધાન હોત. જ્યારે શાસ્ત્રમાં સિદ્ધમાં ચારિત્ર હોવાનું વિધાન નથી, માટે ચારિત્રાભાવનું જ્ઞાન અને‘ખોઅતિત્તી’ કહેવાથી દોષાભાવનું જ્ઞાન થઇ જાય છે. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતપક્ષી કહે છે –