________________
અધ્યાત્મમતપરીક્ષા
૬૬..
ગાથા - ૧૩૧
ટીકાર્ય :-‘નનુ’ચારિત્રના અભાવ દ્વારા અચારિત્રપણાનું ઉક્તિસહપણું હોવા છતાં પણ કેવી રીતે આમનું –સિદ્ધનું, નોઅચારિત્રિપણું કહ્યું?
‘ન’– તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતપક્ષાવલંબી કહે છે કે એમ ન કહેવું. કેમ કે‘નગ’નું વિરુદ્ધાર્થકપણું હોવાને કારણે ચારિત્રના વિરોધી એવા અવિરતિપરિણામનું અચારિત્રપદાર્થપણું છે.
ભાવાર્થ :- સિદ્ધમાં ચારિત્ર માનનારનું કહેવું એ છે કે, સિદ્ધમાં ચારિત્રનો અભાવ જ ઇષ્ટ હોય તો સિદ્ધોને અચારિત્રી કહેવાથી ચારિત્રાભાવની સંગતિ થઇ શકે છે, તેથી સિદ્ધાંતકારના મત પ્રમાણે સિદ્ધોને ‘નોઅચારિત્રી’ એમ કહી શકાય નહિ; અને સિદ્ધાંતમાં સિદ્ધોને ‘ખોચરિત્તી' એ પ્રમાણે કહ્યા છે. તેથી ત્યાં ચારિત્રનો અભાવ નથી પણ ચારિત્રીપણું છે એ પ્રમાણે ‘નનુ’થી શંકા કરનારનો આશય છે. તેનું સમાધાન કરતાં સિદ્ધાંતપક્ષાવલંબી કહે છે કે તમારી વાત બરાબર નથી. કેમ કે ‘અચારિત્રીમાં’ ‘f’શબ્દ નઞાર્થક છે અને ‘નગ'વિરુદ્ધાર્થક હોવાથી ચારિત્રના વિરોધી એવા અવિરતિપરિણામને જ જણાવે છે, ચારિત્રાભાવને નહિ. તેથી ‘જોગવૃત્તિી’ પદ સિદ્ધમાં અવિરતિપરિણામસ્વરૂપ અચારિત્રના અભાવને જણાવે છે, જે અમને પણ અભિમત છે.
ઉત્થાન :- આ રીતે સિદ્ધાંતકારે સમાધાન કર્યું ત્યાં સિદ્ધમાં ચારિત્ર માનનાર પક્ષ ‘અથ’થી સિદ્ધાંતકારને પૂછે છે
ટીકાર્ય :-‘અથ’ અભાવાર્થ નઞપદનો આશ્રય કરવા દ્વારા અર્થાત્ વિરુદ્ધાર્થક નઞનો આશ્રય ન કરતાં અભાવાર્થક નગનો આશ્રય કરવા દ્વારા સિદ્ધો અચારિત્રી હોય છે, એ પ્રમાણે જ કેમ કહેતા નથી? અર્થાત્ એ પ્રમાણે કહેવું જ ઉચિત છે.
ભાવાર્થ :- સિદ્ધો ચારિત્રી નથી અને અચારિત્રી નથી એમ કહેવાને બદલે, અભાવાર્થક નઞનો આશ્રય કરીને સિદ્ધો અચારિત્રી છે એમ કહેવાથી, બે કથનોને બદલે એક કથન થાય અને વિવાદ ઊભો થવાનો પ્રશ્ન ન આવે. કેમ કે ‘સિદ્ધો અચારિત્રી છે’ એમ કહેવાથી સર્વને એ વચનના બળથી નિર્ણય થઇ જાય છે કે સિદ્ધમાં ચારિત્ર નથી.
=
ટીકાર્ય :- ‘ન સમય’પૂર્વપક્ષીના કથનના નિરાકરણરૂપ સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સમયઆમ્નાયના - સિદ્ધાંતમર્યાદાના, અનુભવથી ઉપનીત સંસ્કારના મહિમાથી અચારિત્રપદથી અવિરતિપરિણામની જ જલદી ઉપસ્થિતિ થયે છતે, તે પ્રકારના ઉપન્યાસનું=અભાવાર્થક નઞને આશ્રયીને ‘સિદ્ધો અચારિત્રી’ છે તે પ્રકારના ઉપન્યાસનું, અસાંપ્રદાયિકપણું છે.
ભાવાર્થ :- શાસ્ત્રની મર્યાદાનો અનુભવ એ છે કે ‘અચારિત્ર'પદ અવિરતિપરિણામને જ જણાવે છે, અને સિદ્ધાંતપદ્ધતિના અનુભવથી જેમને સંસ્કાર પડ્યા છે તેઓને ‘અચારિત્ર’ પદથી અવિરતિનો જ પરિણામ શીઘ્ર ઉપસ્થિત થાય છે. તેથી શબ્દશાસ્રની મર્યાદા મુજબ ‘નગ’શબ્દ જેમ વિરુદ્ધાર્થક છે તેમ અભાવાર્થક હોવા છતાં