________________
૬૨૪
. અધ્યાત્મમત પરીક્ષા ,
........... ગાથા-૧૩૦
ગાથા૧૩૦
ટીકાર્ય - “સન સકલકર્મજન્ય આકુળતાના વિલયનું તત્પણું=અવ્યાબાધપણું, હોતે છતે, વળી તેનું અવ્યાબાધપણાનું, કૃમ્નકર્મક્ષયજન્યપણું જયુક્ત છે, પરંતુ એકજન્યપણું યુક્ત નથી.
ભાવાર્થ - જીવને કર્મો જ આકુળતા પેદા કરનાર છે અને અવ્યાબાધપણાથી પૂર્વપક્ષી આકુળતાના વિલયનો સ્વીકાર કરે તો તે સકલકર્મક્ષયજન્ય જ કહી શકાશે. તેથી એક વેદનીયકર્મના ક્ષયજન્ય તેને કહી શકાશે નહિ.
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે સુખ મોહક્ષયજન્ય જ ગુણ છે એ પણ નિરસ્ત જાણવું. તેમાં હેતુ કહેલ કે એ રીતે સાત પ્રકાર દ્વારા આઠની સંખ્યાના પરિગણનાના ભંગનો પ્રસંગ આવશે. તેને પૂર્વપક્ષી ઈષ્ટાપત્તિરૂપ કહી સ્વીકારી લે છે, તેથી બીજો હેતુ કહ્યો કે વેદનીયકર્મના ક્ષયનો નિરર્થકત્વનો પ્રસંગ આવશે. તેને પૂર્વપક્ષી ઈષ્ટાપત્તિરૂપે કહી શકશે નહિ, તેથી જ તેની સાર્થકતાની સિદ્ધિ માટે પૂર્વપક્ષીની જે દલીલો છે તેનો નિરાસ કર્યો. તેથી વેદનીયક્ષયના નિરર્થકત્વના પ્રસંગની પ્રાપ્તિ ઊભી છે એને બીજો દોષ આપતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - “રૈિવં વળી આ રીતે “સુખ મોહક્ષયજન્ય જ ગુણ છે એમ માન્યું એ રીતે, ભવસ્થવીતરાગ અને સિદ્ધસુખના અવૈલક્ષણ્યનો પ્રસંગ પ્રાપ્ત થશે.
તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે - “જીવન” જીવન્મુક્તવાદી એવા આપણનેeતમને અને અમને, આ ઇષ્ટ છે. તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. તસ્થ' કેમ કે તેનું ભવસ્થવીતરાગ અને સિદ્ધના સુખના અવૈલક્ષણ્યપણાનું, જ્ઞાનાદિ પ્રકર્ષને આશ્રયીને જ અભ્યાગમનો સંભવ છે, અન્યથા જ્ઞાનાદિ પ્રકર્ષને આશ્રયીને અભ્યાગમ ન માનો તો અને ભવસ્થવીતરાગ અને સિદ્ધના સુખનું સર્વથા અર્વલક્ષણ્ય છે એમ માનો તો, સિદ્ધાંતનો વિરોધ આવશે. એથી કરીને ઉત્સુત્રપ્રરૂપણામાં પ્રવણની=નિપુણની, સાથે અધિક વિચારણાથી શું?
ભાવાર્થ :- સંસારમાં જે લોકો મોહથી પર છે તેઓ જીવતાં છતાં મુક્ત જ છે, તેથી ભવસ્થવીતરાગ અને સિદ્ધના સુખનું સમાનપણું સંગત છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ વાત બરાબર નથી. કેમ કે સંસારમાં રહેલા હોવા છતાં મુક્ત છે એમ જે કહેવામાં આવે છે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રકર્ષને આશ્રયીને સિદ્ધ સંદેશ તેઓ છે, તેથી સંસારમાં હોવા છતાં તેઓ મુક્ત છે એમ કહેવામાં આવે છે; પણ સર્વથા મુક્ત જીવો સદશ તેઓ નથી. કેમ કે સર્વથા મુક્ત જીવો આઠે કર્મથી રહિત છે જ્યારે જ્ઞાનાદિ પ્રકર્ષવાળા એવા કેવલી ચાર કર્મથી મુક્ત છે, એ પ્રકારના સિદ્ધાંતનો વિરોધ આવશે, તેથી ઉત્સુત્રપ્રરૂપણામાં પ્રવણ=નિપુણ, એવા પૂર્વપક્ષીની સાથે વધુ વિચારણાથી સર્યું. II૧૩ol