________________
૬૨૩
,
,
,
,
,
ગાથા - ૧૩૦
અધ્યાત્મમત પરીક્ષા 'जीवन्मुक्तिवादिनामिष्टमिदमि ति चेत्? न, तस्य ज्ञानादिकप्रकर्षमाश्रित्यैवाभ्युपगमसंभवात्, अन्यथा सिद्धान्तविरोधात्, इति किमुत्सूत्रप्ररूपणप्रवणेन सह विचारणया॥१३०॥ ટીકાર્ય - નૈવ આનાથી જ=પૂર્વમાં કહ્યું કે સામાન્યરૂપે જેનું જે કર્મક્ષયજન્યપણું છે તત્સામાન્યઆક્રાંતનું તજન્યગુણત્વનો વ્યવહાર થાય છે એનાથી જ, “સુખ મોહક્ષયજન્ય જ ગુણ છે” એ પણ નિરસ્ત જાણવું. અને એ પ્રમાણે સુખને મોહક્ષયજન્યગુણ માનીએ એ પ્રમાણે, સાત પ્રકાર દ્વારા આઠ ગુણોની પ્રાપ્તિરૂપ સંખ્યાના પરિગણનાના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ઉત્થાન - અહીં કોઈ કહે કે સાત પ્રકાર દ્વારા આઠ ગુણોની સંખ્યાનું પરિગણન અમને માન્ય છે, તેથી કહે છે
ટીકાર્ય - વેરની વેદનીયકર્મના ક્ષયના નિરર્થકપણાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ભાવાર્થ : - “પિ ર’થી પૂર્વમાં જે નિયમ બાંધ્યો કે સામાન્યરૂપે જે કર્મના ક્ષયથી જે ગુણ પેદા થાય છે તે સામાન્યગુણનો તે કર્મના ક્ષયથી જન્યપણાનો વ્યવહાર થાય છે. આવો નિયમ વ્યવહારનયને આશ્રયીને છે અને એના દ્વારા જ વક્ષ્યમાણ માન્યતા નિરસ્ત જાણવી. કેમ કે એ નિયમ પ્રમાણે વેદનીયકર્મના ક્ષયથી જ સુખ પેદા થાય છે તેથી સુખ વેદનીયકર્મજન્ય છે તેમ કહી શકાય, પણ મોહક્ષયથી સુખવિશેષ=ઉપશમભાવનું સુખ પેદા થતું હોય તો પણ સુખ મોહક્ષયજન્ય છે એમ કહી શકાય નહિ. અને આ પૂર્વપક્ષીની માન્યતાના નિરાસમાં વંથી જે વિશેષ હેતુ આપ્યો તેનું તાત્પર્ય એ છે કે, કદાચ પૂર્વપક્ષી 'થી કહેલ સામાન્ય નિયમનો સ્વીકાર ન કરે. તેથી કહે છે કે આ રીતે આઠ કર્મના સાત વિભાગ પાડ્યાઃનામ અને ગોત્રને સાથે - ગણીને સાત વિભાગ પાડ્યા, અને તે સાત પ્રકાર દ્વારા આઠ ગુણોની સંખ્યા પરિગણન કરી, તેના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થશે. અને તે સંખ્યાપરિગણનભંગને પણ પૂર્વપક્ષી ઇષ્ટાપત્તિરૂપ કહે તો કહે છે કે, આ રીતે વિભાગ કરવાથી મોહના ક્ષયથી સમ્યક્ત, ચારિત્ર અને સુખ આ ત્રણ ગુણો પ્રાપ્ત થશે, તેથી વેદનીયના ક્ષયનું નિરર્થકપણું પ્રાપ્ત થશે.
તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે - ટીકાર્થ:- વ્યોવાથર્વ વેદનીયક્ષયનું અવ્યાબાધપણું ફળ છે, તેથી નિરર્થકપણું નથી. માટે દોષ નથી.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એ વાત બરાબર નથી.
તિદ્ધિ કેમ કે તે અવ્યાબાધપણું દુઃખાનનુવિદ્ધ સુખ જ છે પરંતુ અન્ય નથી, અને દુઃખ-અનનુવિદ્ધ સુખને મોહક્ષયજન્ય સુખ કહેશો તો વેદનીયક્ષયજન્ય અવ્યાબાધ સુખ કહી શકાશે નહિ.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી કહે છે કે મોદક્ષયજન્ય સુખ પેદા થાય છે અને વેદનીયકર્મક્ષયથી જે અવ્યાબાધપણું
પેદા થાય છે તે આકુળતાના વિલયસ્વરૂપ છે, પણ નહીં કે સુખસ્વરૂપ, માટે કોઇ દોષ નથી. તેથી ગ્રંથકાર તે કહે છે