________________
૬૨૨
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા- ૧૩૦
ભાવાર્થ :- મોહના ક્ષયથી પ્રશમરસનું સુખવિશેષ પેદા થાય છે, તો પણ સુખ મોહના ક્ષયથી જન્ય ગુણ છે તેવો વ્યવહાર થતો નથી; પરંતુ વેદનીયકર્મના ક્ષયથી જન્ય ગુણ છે તેવો જ વ્યવહાર થાય છે, કેમ કે સામાન્યથી સુખ પ્રત્યે વેદનીયકર્મનો ક્ષય જ કારણ છે. અને જ્યારે કયા કર્મના ક્ષયથી કયો ગુણ પ્રાદુર્ભાવ થાય છે એવું કથન કરવું હોય ત્યારે, વેદનીયકર્મના ક્ષયથી જ સુખ થાય છે એ પ્રકારનું જ કથન થઇ શકે, પણ મોહનીયકર્મના ક્ષયથી સુખ પેદા થાય છે એવું કથન થઇ શકે નહિ. પરંતુ મોહના ક્ષયથી જે મુખ્ય ગુણ ચારિત્ર છે તે પેદા થાય છે તેવું જ કથન થઇ શકે, અને તે સ્થિરતારૂપ જ છે.
અહીં પ્રસ્તુતમાં પણ એ રીતે જ ચારિત્રમાત્રમાં નામકર્મના ક્ષયનું હેતુપણું નથી, તેથી ચારિત્રનું નામકર્મક્ષયજન્યગુણપણું છે એમ કથન થઇ શકે નહિ. પરંતુ ચારિત્રમોહનીયકર્મના ક્ષયથી જ ચારિત્રગુણનો પ્રાદુર્ભાવ થાય છે તેમ કહી શકાય, અને નામકર્મના ક્ષયથી જીવ મુખ્યરૂપે અમૂર્તભાવને પ્રાપ્ત કરે છે તેનું જ કથન કરી શકાય. તેથી અમૂર્ત અવગાહના એ નામકર્મક્ષયજન્ય ગુણ છે એ પ્રકારનું કથન થઇ શકે..
અહીં વિશેષ એ છે કે નામકર્મના ક્ષયથી જીવ અમૂર્તભાવને પામે છે, તે જ જીવની અમૂર્ત અવગાહના છે; અને નામકર્મના ઉદયથી જીવની મૂર્ત અવગાહના હોય છે.
ટીકાર્ય :- ‘તેન’ આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે ચારિત્રમાત્રમાં નામકર્મના ક્ષયનું અહેતુપણું હોવાથી ચારિત્રનું નામકર્મક્ષયજન્યગુણપણું નથી આના દ્વારા, વક્ષ્યમાણ કલ્પના પણ પરાસ્ત જાણવી. અને તે વક્ષ્યમાણ કલ્પના આ પ્રમાણે છેમોહક્ષયજન્ય સમ્યક્ત્વ જ ગુણ છે અને નામકર્મક્ષયજન્ય સ્થિરતાપદથી પ્રતિપાદ્ય એવો ચારિત્ર ગુણ છે, આ પ્રમાણે કલ્પના પણ પરાસ્ત જાણવી.
ભાવાર્થ :- વક્ષ્યમાણ કલ્પના કરનારનું તાત્પર્ય એ છે કે મોહક્ષયજન્ય ગુણ તો સમ્યક્ત્વ જ છે અને ચારિત્ર તો સ્થિરતારૂપ હોવાથી નામકર્મક્ષયજન્ય જ છે. આમ કહેવાથી આઠ ગુણોની પરિગણનામાં ભંગનો પ્રસંગ પણ નહિ આવે, અને ‘પરે’ જે કહ્યું કે નામકર્મક્ષયજન્ય સ્થિરતા ગુણ પેદા થાય છે તે પણ સંગત થઇ જશે. પરંતુ તે કલ્પના ઉપરોક્ત કથનથી પરાસ્ત છે. કેમ કે યદ્યપિ મોહક્ષયથી ‘સુખવિશેષ’=ઉપશમભાવનું સુખ, જેમ પેદા થાય છે, તેમ નામકર્મના ક્ષયને કારણે જીવ અશરીરી થવાથી સ્થિરતા પેદા થાય છે; તો પણ ‘ચારિત્રસામાન્ય' ચારિત્રમોહનીયના ક્ષયને કા૨ણે પ્રાદુર્ભાવ થતું હોવાને કારણે નામકર્મક્ષયજન્ય સ્થિરતારૂપ ચારિત્ર પેદા થાય છે એ જાતનું કથન થઇ શકે નહિ.
ટીકા :- તેનૈવ ચ ‘‘સુલ્લું મોહક્ષવનન્ય વ મુળ:'' કૃત્યપિ નિરાં, વં સમાષ્ટસંધ્ધાપરિયાનમ૬प्रसङ्गाद् वेदनीयक्षयस्य निरर्थकत्वप्रसङ्गाच्च । 'अव्याबाधत्वं वेदनीयक्षयस्य फलमिति न दोष' इति चेत् ? न तद्धि दुःखाननुविद्धसुखमेव नत्वन्यत्, सकलकर्मजन्याकुलताविलयस्य तत्त्वे तु तस्य कृत्स्नकर्मक्षयजन्यत्वमेव युक्तं न त्वेकजन्यत्वम्। किञ्चैवं भवस्थवीतरागसिद्धसुखयोरवैलक्षण्यप्रसङ्गः।