________________
ગાથા - ૧૩૦ • • • • • • • • • • • • • • • • • • • • • •
.......... અધ્યાત્મમત પરીક્ષા
૬૧૯
અહીં પ્રત્યેકને આશ્રયીને એટલા માટે કહેલ છે કે, પૂર્વ ગાથા-૧૨૯માં નામ અને ગોત્રકર્મના મિલિત ક્ષયથી =બંને કર્મના ક્ષયથી, અમૂર્તોની અનંત અવગાહના ગુણ કહેલ છે; જ્યારે અહીં ઉભયના ક્ષયથી મિલિત ગુણ નથી, પરંતુ પ્રત્યેક કર્મના ક્ષયને આશ્રયીને પ્રત્યેક ગુણ પ્રગટ થાય છે તે બતાવવા પ્રત્યેકને આશ્રયીને કહેલ છે. દ, પૂર્વ ગાથા-૧૨માં મોહનીયના ક્ષયથી શ્રેષ્ઠ સમ્યક્ત અને શ્રેષ્ઠ ચારિત્ર એ બે ગુણો પ્રકટ થાય છે તેમ કહેલ છે, જ્યારે અહીં મોહનીયના ક્ષયથી ચારિત્ર ગુણ જ પ્રગટ થાય છે તે બતાવવા રામેવ' અહીં પુત્ર' કારનો પ્રયોગ કરેલ છે, અર્થાત્ મોહના ક્ષયથી ચારિત્રરૂપ એક જ ગુણ પ્રગટ થાય છે.
ટીકાઃ-પરે પુનરુપુષ મોક્ષયનચંચરત્નક્ષપામેવપુત્વનામોત્રક્ષયનચે પૃથનેવ स्थैर्यावगाहने गुणौ स्वीकृत्याष्टसंख्यां पूरयन्ति। तच्चिन्त्यम्, अवगाहनायाः स्वप्रतिबन्धकनामकर्मक्षयजन्यत्वेन गोत्रकर्मक्षयजन्यत्वाभावात्। 'अमूर्तावगाहनाया नामकर्मक्षयजन्यत्वेऽप्यनन्तावगाहनात्वेन गोत्रकर्मक्षयजन्यतेति चेत् न, अनन्तावगाहनात्वस्यार्थसमाजसिद्धत्वात्। अपि च येयं नामकर्मक्षयजन्या स्थिरता प्रतिपाद्यते, सा यदि कार्मणशरीरविलयोपनीतप्रदेशचाञ्चल्यविलयरूपा-सा नूनं शैलेश्यवस्थाचरमसमयभावी सर्वसंवररूपश्चरणधर्म एव, चारित्रत्वेन चारित्रावरणकर्मक्षयजन्यत्वेऽपि प्रकृष्टचारित्रत्वेन योगनिरोधजन्यत्वादिति स्फुटीभविष्यत्यग्रे। तथा च चारित्रस्थिरतयोरैक्येन यथोक्तपरिगणनभङ्गप्रसङ्गः।
ટીકાર્ય - ઘરે' બીજાઓ વળી ઉક્તગુણોમાં મોદક્ષયજન્ય તરીકે ચારિત્રલક્ષણરૂપ એક જ ગુણને સ્વીકારીને, નામકર્મ અને ગોત્રકર્મના ક્ષયથી પૃથર્ જ સ્થિરતા અને અવગાહના ગુણનો સ્વીકાર કરીને, આઠની સંખ્યા પૂરી કરે છે. તે કથન ચિત્ય છે એમ ગ્રંથકાર કહે છે, કેમ કે અવગાહનાનું સ્વપ્રતિબંધક =અવગાહનાપ્રતિબંધક, નામકર્મના ક્ષયથી જન્યપણું હોવાથી ગોત્રકર્મક્ષયજન્યપણાનો અભાવ છે.
ભાવાર્થ-નામકર્મના ઉદયથી શરીરની પ્રાપ્તિ થાય છે અને તેથી જ યોગાદિની પ્રાપ્તિ થવાથી અશૈર્યભાવ પેદા થાય છે, તેથી નામકર્મના ક્ષયથી સ્થિરતા ગુણ પેદા થાય છે. અને ગોત્રકર્મના ઉદયથી ઊંચનીચનો ભાવ પેદા થાય છે, તેથી ગોત્રકર્મનો ક્ષય થવાથી અવગાહના ગુણ પેદા થાય છે. કેમ કે અને ગોત્રકર્મનો ક્ષય થવાથી ઊંચનીચપણું ચાલ્યું જવાથી એક ઠેકાણે અનંતજીવો અવગાહના પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પૂર્વપક્ષીનું કથન છે, તે વિચારવા યોગ્ય છે એ પ્રમાણે ગ્રંથકાર કહે છે. કેમ કે નામકર્મના ઉદયને કારણે જીવને શરીરની પ્રાપ્તિ થાય છે તેથી તે મૂર્ત બને છે, માટે અવગાહનાનો પ્રતિબંધક નામકર્મનો ઉદય છે. તેથી સંસારવર્તી જીવોને નામકર્મનો ઉદય હોવાથી અમૂર્ત અવગાહના હોતી નથી. નામકર્મના ક્ષયથી મૂર્તભાવનો અભાવ થાય છે, તેથી પ્રતિઘાતનો અભાવ થાય છે, અને પ્રતિઘાતનો અભાવ થવાને કારણે અમૂર્તઅવગાહના પ્રાપ્ત થાય છે. માટે અવગાહના નામકર્મના ક્ષયથી જન્ય છે, તેને ગોત્રકર્મક્ષજન્ય કહી શકાય નહિ. તેથી પરનું કથન ચિંત્ય છે, એમ ગ્રંથકાર કહે છે.