________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૬૧૮
અધ્યાત્મમતપરીક્ષા ...
ગાથા - ૧૨૮-૧૨૯-૧૩૦ નામત્રો કેમ કે મિલિત એવા નામ અને ગોત્રકર્મનો જ ત્યાં ત્યાં શાસ્ત્રમાં તે તે સ્થાને, ઉપન્યાસ હોવાથી એક ઠેકાણે બંનેનો=નામ અને ગોત્રકર્મનો, યોગ છે.
ભાવાર્થ:- શાસ્ત્રમાં ઘણે ઠેકાણે નામ અને ગોત્રકર્મનું મિલિત જ કથન પ્રાપ્ત થાય છે, અને તે શાસ્ત્રવચનના બળથી એ નક્કી થાય છે કે, એક જ કાર્ય પ્રતિ નામ અને ગોત્રકર્મ એ બંનેનો યોગ છે. આ રીતે અમૂર્ત-અનંત અવગાહનારૂપ એક કાર્ય પ્રતિ તે બંનેનો યોગ છે, માટે ઉભયજન્ય એક ગુણ છે.
ઉત્થાન - શાસ્ત્રમાં કહેલ નામ અને ગોત્રકર્મના મિલિત ઉપન્યાસના બળથી ઉભયજન્ય એક ગુણ છે એમ સિદ્ધ કરીને, હવે યુક્તિથી પણ તેની સંગતિ કરતાં કહે છે
ટીકાર્ય - “જોત્ર અથવા ગોત્રકર્મક્ષયજન્ય અવિશેષ વ્યવહારરૂપ ગુણનું સત્ત્વ હોવા છતાં પણ, અર્થાત અવિશેષ વ્યવહારરૂપ ગુણ પ્રકટ થયો હોવા છતાં પણ, પ્રાધાન્યથી(પ્રધાનપણાથી) નામકર્મક્ષયજન્ય અવગાહનાગુણની જ તર્જન્યત્વની પ્રતિજ્ઞા=ગોત્રકર્મક્ષયજન્યત્વની પ્રતિજ્ઞા, જ્ઞાનાવરણક્ષયજન્ય પણ કેવલજ્ઞાનમાં મોહક્ષયજન્યત્વ પ્રતિજ્ઞાની જેમ, ઔચિત્યને પામે છે. એથી કરીને કોઈ પણ દોષ નથી. I૧૨૮૧૨૯II
ભાવાર્થ - જેમ જ્ઞાનાવરણક્ષયજન્ય કેવલજ્ઞાન હોવા છતાં પણ મોહના ક્ષયની મુખ્યતા હોવાથી મોક્ષયજન્ય કેવલજ્ઞાન કહેવાય છે, તેમ ગોત્રકર્મના ક્ષયથી સર્વ જીવો એક સરખા થઈ જવાના કારણે અવિશેષ વ્યવહારના એકસરખા વ્યવહારના, વિષય બને છે; તો પણ અવગાહનાની મુખ્યતા હોવાથી નામકર્મક્ષયજન્ય અવગાહનાગુણને ગોત્રકર્મક્ષયજન્યરૂપ કહેલ છે, તેમાં કોઈ દોષ નથી. આ રીતે બંને કર્મોના ક્ષયથી જન્ય મિલિત એક ગુણ માનવામાં પણ કોઈ દોષ નથી એ સિદ્ધ થાય છે. I૧૨૮-૧૨-II
અવતરણિકા - મચેષાં મતદ
અવતરણિકાર્ય - અન્યના મતને બતાવતાં ગ્રંથકાર કહે છે
ગાથા -
थिरियावगाहणाउ पत्तेअं णामगोत्तकम्मखए ।
चरणं चिय मोहखए इय अट्टगुण त्ति बिंति परे ॥१३०॥ (स्थिरतावगाहने प्रत्येकं नामगोत्रकर्मक्षये। चरणमेव मोहक्षय इत्यष्टौ गुणा इति ब्रुवते परे ॥१३०॥)
ગાથાર્થ નામ અને ગોત્રકર્મનો ક્ષય થયે છતે પ્રત્યેકને આશ્રયીને સ્થિરતા અને અવગાહના ગુણ થાય છે, અને મોહનો ક્ષય થયે છતે ચારિત્ર જ પ્રકટ થાય છે. એ પ્રકારે આઠ ગુણો પ્રકટ થાય છે એવું બીજાઓ કહે છે.