________________
૯૧૬ . અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૨૮-૧૨૯ ભાવાર્થ - સાક્ષી શ્લોક-૨માં કહ્યું કે મોહના નિગ્રહથી ક્ષાયિક એવાં શુદ્ધસમ્યક્ત અને ચારિત્ર પ્રગટ થાય છે, ત્યાં ક્ષાયિક સમ્યક્ત ન કહેતાં ક્ષાયિક શુદ્ધસમ્યક્ત કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે ક્ષાયિક સમ્યક્ત “સાદિસાંત' છે, જે મતિજ્ઞાનના અપાયસ્વરૂપ છે. તેની વ્યાવૃત્તિ કરવા માટે ક્ષાયિક શુદ્ધસમ્યક્ત ગ્રહણ કરેલ છે.
આશય એ છે કે મતિજ્ઞાનના અપાયરૂપ ક્ષાયિક સમ્યક્ત છે અને મતિજ્ઞાનના અપાય અને સદ્ભવ્યરૂપ ક્ષાયોપથમિક સમ્યક્ત છે. તે ક્ષાયોપથમિક સમ્યક્ત મતિજ્ઞાનના અપાયરૂપ અને સમ્યક્ત મોહનીયના ઉદયસ્વરૂપ છે તેથી ક્ષાયોપથમિક સમ્યક્તને અપાય-સદ્ધવ્યરૂપ કહેલ છે, અને છબસ્થોને ક્ષાયિક સમ્યક્ત મોહનીયનાં દલિકો ન હોવાથી મતિજ્ઞાનના અપાયરૂપ હોય છે. તેની વ્યાવૃત્તિ કરવા માટે અહીં ક્ષાયિક શુદ્ધસમ્યક્ત ગ્રહણ કરેલ છે.
ટીકાર્ય - ત્ર' અહીંયાં=પૂર્વોક્ત વિભાગમાં, મોહક્ષયજન્ય બે ગુણ કહ્યા અને નામ અને ગોત્ર એ બે કર્મના ક્ષયથી એક જ ગુણ ક્યો, એમાં પરિભાષા જ શરણ છે; અર્થાત્ વિભાગ પાડનારે તેવી પરિભાષાનો આશ્રય કરીને જ વિભાગ પાડેલ છે. ‘ન્યથા'=પરિભાષાનો સ્વીકાર ન કરો અને મોહનીયના ક્ષયથી બે ગુણ પ્રાદુર્ભાવ થાય છે તેમ માનો તો, મોહનીયની અન્ય પ્રકૃતિઓના પણ અવાંતર વિશેષોને આશ્રયીને અનંતગુણનો સંભવ છે. અને અન્યથા–નામગોત્રના ક્ષયથી એક જ ગુણ પેદા થાય છે એવી પરિભાષાનો આશ્રય ન કરો, અને ઉભયકર્મજન્ય એક જ ગુણ પેદા થાય છે તેમ માનો તો, એ જ રીતે અન્ય બે પ્રકૃતિઓને ગ્રહણ કરીને પણ એક જ ગુણ પેદા થાય છે તેમ કહી શકાય. તેથી આઠની સંખ્યામાં ન્યૂનપણાનો સંભવ છે. દ પરિભાષા:- ચોક્કસ ઉદેશથી “આ શબ્દનો આમ જ અર્થ ગ્રહણ કરવો છે” એવો નિર્ણય કરીને જે શબ્દ વપરાય તે પારિભાષિક શબ્દ કહેવાય અને આ નિર્ણયને પરિભાષા કહેવાય.
ટીકા - તદ્-વહિના નાત્મનો પુન:, કિન્તુ ચોખાવ, તથૈવ તદુખત્વે વ્યવસ્થિતત્વાર च तस्य सामान्यतोऽवगाहनागुणवत्त्वेऽप्यनन्तानामेकत्रावगाहनाऽऽत्मन एव गुण इति वाच्यम्, अनन्तानामप्यमूर्त्तत्वेन प्रतिघाताभावेन तेनैवैकत्रावगाहनादानाद्। मैवं, प्रतिघातस्य नामकर्मोपनीतशरीरजनितत्वेन तदभावप्रयुक्तप्रतिघाताभावेनैव तदवगाहनायाः संभवात्, तस्या आत्मगुणत्वात्। तथापि तस्या नामकर्मप्रतिबद्धत्वमस्तु न तु गोत्रप्रतिबद्धत्वमिति चेत्? न, नामंगोत्रयोर्मिलितयोरेव तत्र तत्रोपन्यासबलेनैकत्र द्वययोगाद्। गोत्रकर्मक्षयजन्यस्याविशेषव्यवहारस्य गुणस्य सत्त्वेऽपि प्राधान्येन नामकर्मक्षयजन्यस्यावगाहनागुणस्यैव वा तज्जन्यत्वप्रतिज्ञा ज्ञानावरणक्षयजन्येऽपि केवलज्ञाने मोहक्षयजन्यत्वप्रतिज्ञावदौचितीमञ्चतीति न कोऽपि दोषः॥१२८-१२९॥
ટીકાર્ય -“ચાત'-પૂર્વમાં નામ-ગોત્ર કર્મના ક્ષયથી અમૂર્ત-અનંત અવગાહના ગુણ પ્રકટ થાય છે તેમ કહ્યું,
ત્યાં કોઈ શંકા કરે કે અવગાહના આત્માનો ગુણ નથી પરંતુ આકાશનો જ ગુણ છે; કેમ કે તેનું જ=આકાશનું જ, તદ્દગુણત્વરૂપેણ અવગાહનાગુણત્વરૂપેણ, વ્યવસ્થિતપણું છે.