________________
ગાથા - ૧૨૮-૧૨૯
અધ્યાત્મમત પરીક્ષા .............
૬૧૫
• • • • • • • • • • • • •
ગાથાર્થ - તેમને તે લબ્ધસ્વભાવવાળા સિદ્ધભગવાનને, જ્ઞાનાવરણાદિ કર્મોના કારણે જે આઠ દોષ હતા તે નાશ પામે છતે, શ્રેષ્ઠ જ્ઞાન, શ્રેષ્ઠ દર્શન, શ્રેષ્ઠ સુખ, શ્રેષ્ઠ સમ્યક્ત, શ્રેષ્ઠ ચારિત્ર, નિત્યસ્થિતિ, અનંત અમૂર્તોની અવગાહના અને ક્ષાયિક વીર્ય આ આઠે પણ ગુણો પ્રકટ થાય છે.
દૂર અષ્ટાપ અહીં “પિ' શબ્દનો ભાવ એ છે કે તે તે કર્મના ક્ષયથી તે તે ગુણો પ્રકટ થાય છે, પરંતુ આઠે પણ ગુણો સિદ્ધભગવાનને આઠ કર્મનો નાશ થયે છતે થાય છે.
ટીકા તથદિમાવત જ્ઞાનાવરક્ષયાનન્ત જ્ઞાન, દર્શનાવરક્ષયાનન્ત વર્ણન, વેનીલક્ષયા ક્ષાવિવું. सुखं, मोहक्षयात्क्षायिकसम्यक्त्वचारित्रे, आयुःकर्मक्षयादक्षया स्थितिः, नामगोत्रयोः क्षयादनन्तानामेकत्रावगाहना, अन्तरायक्षयादनन्तवीर्यं चेत्यष्टौ गुणाः प्रादुर्भवन्ति।
अनन्तं केवलज्ञानं ज्ञानावरणसंक्षयात् । अनन्तं दर्शनं चापि दर्शनावरणक्षयात् ॥१॥ क्षायिके शुद्धसम्यक्त्वचारित्रे मोहनिग्रहात् । अनन्ते सुखवीर्ये च वेद्यविघ्नक्षयात् क्रमात् ॥२॥ आयुषः क्षीणभावत्वात् सिद्धानामक्षया स्थितिः ।
नामगोत्रक्षयादेवामूर्त्तानन्तावगाहना ॥३॥ इति।। ___ अत्र मोहक्षयजन्यं गुणद्वयं, नामगोत्रक्षयजन्यस्त्वेक एव गुण इत्यत्र परिभाषैव शरणं, अन्यथाऽवान्तरविशेषानाश्रित्यानन्तगुणसंभवाद्, अन्यथा न्यूनत्वसंभवाच्च।
ટીકાર્ય - “તસ્ય' તે સિદ્ધભગવાનને જ્ઞાનાવરણકર્મક્ષયથી અનંતજ્ઞાન, દર્શનાવરણકર્મક્ષયથી અનંતદર્શન, વેદનીયકર્મક્ષયથી ક્ષાયિક સુખ, મોહનીયકર્મક્ષયથી ક્ષાયિક સમ્યક્ત તેમ જ ક્ષાયિક ચારિત્ર, આયુષ્યકર્મક્ષયથી અક્ષયસ્થિતિ, નામ અને ગોત્ર એ બે કર્મોના ક્ષયથી (અમૂર્ત એવા) અનંતસિદ્ધોની એકત્ર અવગાહનારૂપ અનંત અવગાહના અને અંતરાયકર્મક્ષયથી અનંતવીર્ય એ આઠે ગુણો પ્રગટ થાય છે.
કહ્યું છે કે‘મન' જ્ઞાનાવરણના સંક્ષયથી અનંત કેવળજ્ઞાન, દર્શનાવરણક્ષયથી અનંત કેવળદર્શન, મોહના નિગ્રહથી સાયિક એવાં શુદ્ધ સમ્યક્ત અને ચારિત્ર, વેદનીય અને વિઘ્નકર્મના=અંતરાયકર્મના, ક્ષયથી અનુક્રમે અનંતસુખ અને અનંતવીર્ય પ્રકટ થયા હોય છે. તેમ જ આયુષ્યના ક્ષીણભાવપણાથી=ક્ષીણ થયું હોવાથી, સિદ્ધોની અક્ષયસ્થિતિ હોય છે અને નામ-ગોત્રકર્મના ક્ષયથી અમૂર્ત- અનંત અવગાહના પ્રકટ થઈ હોય છે.
હર
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.