________________
૬૧૨
અધ્યાત્મમતપરીક્ષા
ટીકાર્ય :- ‘વતિન:’ કેવલીના શ્રુતગુણકરણનો કેવલજ્ઞાનમાં જ અંતર્ભાવ થતો હોવાથી, અને તપસંયમરૂપે નોશ્રુતગુણકરણનું બાહ્યઆલંબનનિરપેક્ષપણું હોવાથી, અને શૈલેશીઅવસ્થામાં સર્વસંવરભાવની પ્રાપ્તિને કારણે અતિવિશુદ્ધપણું હોવાથી, ગુણકરણને આશ્રયીને પરાપેક્ષારહિતપણું હોવાને કારણે સ્વાભાવિકી જ ક્રિયા છે. અને વળી મન-વચન-કાયારૂપ યુંજનકરણને આશ્રયીને નામકર્મની અપેક્ષા હોવાથી, તથા=સ્વાભાવિકી ક્રિયા, નથી.
ગાથા - ૧૨૬
ભાવાર્થ :- ક્રિયાઓ બે પ્રકારની છે
(૧) ગુણકરણાખ્યા અને (૨) પુંજનકરણાખ્યા. અહીં ગુણકરણાખ્યા ક્રિયાના અવાંતર બે ભેદો છે. (૧) શ્રુતગુણકરણ અને (૨) નોશ્રુતગુણકરણ. અહીં નોશ્રુતગુણકરણ તપસંયમસ્વરૂપ છે
આત્મામાં ગુણોના આવિર્ભાવને અનુકૂળ યત્નસ્વરૂપ ગુણકરણ ક્રિયા છે, અને વ્યવહારનયને સંમત ગુણોનો આવિર્ભાવ જીવ શ્રુત, તપ અને સંયમ દ્વારા કરે છે; કેમ કે શ્રુત અજ્ઞાનરૂપ અંધકારનો નાશક છે, સંયમ સંવરભાવનો પ્રાપક છે અને તપ નિર્જરાનું કારણ છે. તેથી કચવરપૂરિત ગૃહની વિશુદ્ધિના ઉદાહરણથી જ્ઞાન, સંયમ અને નિર્જરા આ ત્રણે જીવરૂપી ગૃહની વિશુદ્ધિનાં કારણો છે. તેથી ગુણકરણમાં તેમનું ગ્રહણ છે.
કેવલીનું શ્રુતજ્ઞાન કેવલજ્ઞાનમાં અંતર્ભાવ પામે છે અને કેવલજ્ઞાનને કોઇ ૫૨૫દાર્થની અપેક્ષા નથી તેથી શ્રુતગુણકરણની ક્રિયાં તેમની સ્વાભાવિકી ક્રિયારૂપ છે. મતિ-શ્રુતાદિજ્ઞાનને જેમ ઇન્દ્રિયાદિની કે શાસ્ત્રાદિની અપેક્ષા છે તેમ કેવલજ્ઞાનને કોઇ વસ્તુની અપેક્ષા નથી. કેવલજ્ઞાની ફક્ત જીવસ્વભાવથી જ સર્વ શેયનું યથાવત્ પ્રકાશન કરે છે. તેથી કેવલીના શ્રુતગુણકરણને પરની અપેક્ષા નથી તેમ કહેલ છે. અને નોશ્રુતકરણરૂપ તપસંયમનું કેવલજ્ઞાન પૂર્વે બાહ્યાલંબનને સાપેક્ષપણું છે, કેમ કે તપ-સંયમમાં વર્તતા મુનિઓ ભગવદ્ વચનના અવલંબનથી તપ-સંયમમાં યતમાન હોય છે. પરંતુ કેવલજ્ઞાન થયા પછી મોહનો નાશ થવાના કારણે કેવલીમાં સમભાવનો પરિણામ ક્ષાયિકભાવરૂપે વર્તે છે અને તે જ તપ-સંયમનો પરિણામ છે, અને તે ઉચિત પ્રવૃત્તિ કરાવે છે, પરંતુ આગમના સ્મરણ કે આગમના નિયંત્રણરૂપે તપ-સંયમની ક્રિયા તેઓને હોતી નથી. તેથી બાહ્યઆલંબનનિરપેક્ષ નોશ્રુતગુણકરણની ક્રિયા કેવલીને હોય છે, અને તે પરાપેક્ષારહિત હોવાથી સ્વાભાવિકી ક્રિયારૂપ છે.
અહીં યદ્યપિ ૧૩મા ગુણસ્થાનકવર્તી તપ-સંયમની ક્રિયા બાહ્યાલબંનનિરપેક્ષ હોવાથી પરાપેક્ષારહિત છે, તેથી ૧૪મા ગુણસ્થાનકવર્તી ક્રિયા પણ સુતરાં તેવી હોય છે. તો પણ તેની વિશેષતા બતાવવા માટે કહે છેશૈલેશી અવસ્થામાં સર્વસંવરની પ્રાપ્તિ હોવાથી અતિવિશુદ્ધપણું છે. તેથી ગુણકરણને આશ્રયીને પરઅપેક્ષા રહિતપણું છે તેથી સ્વાભાવિકી જ ક્રિયા હોય છે, જ્યારે મન-વચન-કાયારૂપ યુંજનકરણને આશ્રયીને થતી તેઓની ક્રિયા નામકર્મની અપેક્ષા હોવાથી સ્વાભાવિકી ક્રિયા નથી.
તાત્પર્ય એ છે કે ગુણોમાં યત્નસ્વરૂપ જે ક્રિયા તે ગુણકરણ છે અને તે કેવલીને કેવલજ્ઞાનસ્વરૂપ અને તપસંયમ સ્વરૂપ છે. તે બંને જીવના સ્વભાવથી પ્રવર્તનારી ક્રિયાસ્વરૂપ છે અને શૈલેશી અવસ્થામાં પણ જીવ સહજ રીતે સર્વસંવરભાવની પ્રાપ્તિને કા૨ણે ગુણમાં જ પ્રવર્તે છે, તેથી ત્યાં સુતરાં સ્વાભાવિકી જ ક્રિયા છે. અને ૧૩મા ગુણસ્થાનકે કેવલી કોઇને ઉત્તર આપવામાં મનોવર્ગણાનો ઉપયોગ કરે ત્યારે મનોયોગરૂપ, ઉપદેશાદિ આપે ત્યારે વચનયોગરૂપ અને કાયાની ગમનાદિ ચેષ્ટા કરે ત્યારે કાયયોગરૂપ યુંજનકરણ હોય છે. તેને આશ્રયીને