________________
૬૧૦ અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૨૫ ટીકાર્ય - વ્યવહાર વળી વ્યવહારનયસમ્યગ્દર્શનાદિ વ્યક્તિની(=પદાર્થન) જેમ મિથ્યાદર્શનાદિ વ્યક્તિઓનું પણ આત્મપરિણામપણું અવિશેષ હોવા છતાં પણ, ગુણોનું અસાધારણપણું હોવાને કારણે તસ્વભાવત્વ= ગુણસ્વભાવત્વ, આત્માનું માને છે. ઉષ્ણતાદિની જેમ રૂપાદિનું પણ તેજસગુણપણું અવિશેષ હોવા છતાં પણ, તેના તેજસ્ દ્રવ્યના ઉષ્ણસ્વભાવત્વની જેમ રૂપાદિસ્વભાવત્વ પણ વ્યવહાર કરાતું નથી. કેમ કે સ્વનો જ ભાવ (તે સ્વભાવ) એ પ્રમાણે વ્યુત્પત્તિ અર્થનું તક્રિયામકપણું=સ્વભાવવ્યવહારનું નિયામકપણું છે.
ભાવાર્થ - વ્યવહારનયના અભિપ્રાય તો સમ્યગ્દર્શનાદિની જેમ મિથ્યાદર્શનાદિ પણ આત્મપરિણામરૂપ હોવા છતાં, જે ગુણો અસાધારણ હોય તે આત્માના સ્વભાવરૂપે મનાય છે. જેમ રૂપાદિ પણ તૈજસ્ દ્રવ્યના ગુણ તો છે પણ તેના સ્વભાવભૂત કહેવાતા નથી, કારણ કે “સ્વનો જ ભાવ=હોવાપણું, તે સ્વભાવ' એ પ્રકારનો વ્યુત્પત્તિ અર્થ વ્યવહારનો નિયામક છે. તેથી રૂપાદિ તો પુદ્ગલસાધારણ હોવાથી તૈજસ્ દ્રવ્યનો અસાધારણ ગુણ નથી, માટે તૈજસ્ દ્રવ્યના સ્વભાવરૂપ કહેવાતો નથી. માત્ર ઉષ્ણતા જ તૈજસ્ દ્રવ્યના સ્વભાવરૂપ ગુણ કહેવાય છે. તેમ સમ્યગ્દર્શનાદિ જ અસાધારણ ધર્મ હોવાથી આત્માના સ્વભાવ તરીકે કહેવાય છે.
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શનાદિ આત્માના અસાધારણ ધર્મરૂપ હોવાથી આત્માના સ્વભાવ તરીકે કહેવાય છે, તેમ મિથ્યાદર્શનાદિ પણ પુદ્ગલાદિમાં ન હોવાથી એ પણ આત્માના અસાધારણ ગુણ બની શકે છે. તેથી કહે છે
ટીકાર્ય - રા'મિથ્યાદર્શનાદિના પણ અસાધારણત્વની શંકા ન કરવી, કેમ કે સિદ્ધોમાં તેનો=મિથ્યાદર્શનાદિનો અભાવ છે.
ભાવાર્થ-મિથ્યાદર્શનાદિ પુદ્ગલાદિદ્રવ્યમાં ન હોવાછતાં સિદ્ધાત્મામાં મિથ્યાત્વાદિનો અભાવ હોવાથી આત્માનો એ અસાધારણ ગુણ કહી શકાશે નહિ.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શનાદિ પણ અભવ્યાદિ આત્મામાં અવૃત્તિ હોવાથી એ પણ આત્માનો અસાધારણ ગુણ કહી શકાશે નહિ. તેથી કહે છે
ટીકાર્ય - “ર ' સમ્યગ્દર્શનાદિનું પણ અભવ્યાદિમાં અવૃત્તિપણા વડે અસાધારણપણું નથી, કેમ કે સમ્યગ્દર્શનાદિજનક શક્તિનું પ્રમાણના બળથી-આગમપ્રમાણના બળથી, આત્મત્વપુરસ્કારથી જ કલ્પના કરાય
છે.
ભાવાર્થ - આગમપ્રમાણના બળથી સમ્યગ્દર્શનાદિની જનકશક્તિ આત્મામાં જ માની હોવાથી અભવ્યાદિમાં પણ સદશોદિની જનકશક્તિ છે. તેથી સર્વ જીવોમાં સમ્યગ્દર્શનાદિ શક્તિરૂપે કે વ્યક્તિરૂપે અવશ્ય છે. તેથી સમ્યગ્દર્શનાદિને આત્માના અસાધારણ ગુણ તરીકે માનવામાં કોઈ વાંધો નથી.