________________
ગાથા - ૧૨૫ અધ્યાત્મમત પરીક્ષા
૬૦૯ ભાવાર્થ-પૂર્વપક્ષીના કથનનું તાત્પર્ય એ છે કે શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મજ સ્વભાવભૂત હોય છે, કારણ કે શુદ્ધાનિશ્ચયનય કોઈ પણ વસ્તુના શુદ્ધસ્વરૂપને જસ્વીકારે છે. તેથી શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મવાળો હોવા રૂપે આત્મા ગુણસ્વભાવવાળો માની શકાય છે પણ દોષ સ્વભાવવાળો કેવી રીતે માની શકાય?
તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે કહ્યું કે આ વાત અયુક્ત છે, કેમ કે અન્યોન્યાશ્રયદોષથી દુષ્ટ છે. અહીં અન્યોન્યાશ્રયદોષ આ પ્રમાણે છે
આત્મા ગુણસ્વભાવવાળો હોવો સિદ્ધ થાય તો જ ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ તરીકે સિદ્ધ થાય, અને ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ તરીકે સિદ્ધ થાય તો જ આત્મા ગુણસ્વભાવવાળો હોવો સિદ્ધ થાય. આ રીતે અન્યોન્યાશ્રય દોષ આવતો હોવાથી માત્ર ગુણસ્વભાવવાળો આત્મા સિદ્ધ કરી શકાતો નથી.
'ઉત્થાન - અષ્ટસહસ્ત્રકારના અભિપ્રાયને અનુસરીને દોષસ્વભાવત્વ પણ સિદ્ધ થઈ જતું હોવાથી ગ્રંથકાર પોતાને અભિમત ગુણસ્વભાવવત્વ સિદ્ધ કરતાં કહે છે
ટીકાર્ય - “ત્રો' - અહીંયાં=આત્માના ગુણસ્વભાવત્વની સિદ્ધિમાં, કહેવાય છે. સમ્યગ્દર્શનાદિક નિત્ય જ કલ્પાય છે, કેમ કે આવરણના વિલય અને અવિલય દ્વારા (અનુક્રમે) તેનો સમ્યગ્દર્શનાદિનો, આવિર્ભાવ અને તિરોભાવનો જ સ્વીકાર છે; અને તેનું સમ્યગ્દર્શનાદિનું, આત્મવાવચ્છેદન જતાદાભ્ય છે. એથી કરીને આત્માનો તસ્વભાવત્વ=ગુણસ્વભાવત્વ, સિદ્ધ છે, અને અજ્ઞાનાદિક તો આવરણથી ઉપનીત સૂર્યના પ્રકાશભાવની જેમ અપારમાર્થિક છે. એથી કરીને તેનું જીવનું, તસ્વભાવત્વ=દોષસ્વભાવત્વ, નથી; એ પ્રમાણે નિશ્ચયનય કહે છે.
ભાવાર્થ-સમ્યગ્દર્શનાદિ આત્મામાં ક્યારેક શક્તિરૂપે હોય છે અને ક્યારેક વ્યક્તિરૂપે હોય છે, પણ સદા હોય જ છે, તેથી નિત્ય જ છે એમ મનાય છે. જયારે આવરણનો વિલય થાય છે ત્યારે તે આવિર્ભાવરૂપે હોય છે અને આવરણનો અવિલય થાય છે ત્યારે તેનો તિરોભાવ હોય છે; જ્યારે મિથ્યાદર્શનાદિ દોષો આવરણના વિલય અને અવિલય દ્વારા આવિર્ભાવરૂપ કે તિરોભાવરૂપ નથી, પરંતુ જ્યારે સમ્યગ્દર્શનાદિ ગુણ ઉપર આવરણ આવી જાય છે ત્યારે, તે ગુણ તિરોભાવ થવાથી વિદ્યમાન ચેતના તે સમ્યગ્દર્શનના આવારકકર્મના સાન્નિધ્યથી વિપરીત પરિણામવાળી થાય છે, તે જ મિથ્યાદર્શનનો પરિણામ છે. અને જ્યારે તે આવરણ ચાલ્યું જાય છે, ત્યારે તે ચેતનામાં વૈપરીત્ય નાશ પામે છે, અને આવૃત્ત એવો સમ્યગ્દર્શનાદિ પરિણામ આવિર્ભાવ પામે છે. તેથી મિથ્યાદર્શનાદિને નિત્ય માન્યાં નથી પરંતુ સમ્યગ્દર્શનાદિને નિત્ય માન્યાં છે.
અને સમ્યગ્દર્શનાદિનું આત્મત્યાવચ્છેદેન તાદાભ્ય છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સમ્યગ્દર્શનાદિ ગુણો સર્વ આત્મામાં તાદાત્મભાવથી રહે છે, તેથી આત્માનો ગુણસ્વભાવત્વ સિદ્ધ થાય છે.
વળી જેમ સૂર્ય ઉપર આવરણ આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશાભાવ દેખાય છે, તે વાસ્તવિક સૂર્યનો સ્વભાવ નથી, પણ અપારમાર્થિક છે. તેમ આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણો ઉપર આવરણ આવી જાય છે ત્યારે અજ્ઞાનાદિ પ્રાદુર્ભાવ થાય છે. તેથી અજ્ઞાનાદિ તો અપારમાર્થિક છે, એથી જીવનો દોષસ્વભાવત્વ નથી એમ નિશ્ચયનય કહે છે.