________________
: • • • • • •
૬૦૮ અધ્યાત્મમત પરીક્ષા.
ગાથા - ૧૨૫ ઉત્થાન અહીં પૂર્વપક્ષી શંકા કરે કે સ્ફટિકમાં જેમ શ્યામિકા તાપિચ્છકુસુમરૂપ ઉપાધિથી જનિત છે તેમ આત્મામાં દોષો કર્મરૂપ ઉપાધિથી જનિત છે; અને સ્ફટિકમાં જેમ ઉજ્વલતા ઉપાધિથી રહિત વર્તે છે તેમ આત્મામાં જ્ઞાનાદિકગુણો પણ સ્વાભાવિક જ વર્તે છે. તેથી જેમ આત્મામાં દોષો સાક્ષાત્ સંબંધથી છે તેમ સ્ફટિકમાં શ્યામિકા પણ સાક્ષાત્ સંબંધથી છે માટે દષ્ટાંતમાં વૈષમ્ય નથી.
સ્ફટિકમાં શ્યામિકા સાક્ષાત્ સંબંધથી એટલા માટે છે કે સ્ફટિકને જોવાથી એમ જ લાગે છે કે આ સ્ફટિક કાળો છે, પરંતુ તાપિચ્છકુસુમમાં રહેલી શ્યામિકા સ્ફટિકમાં છે એવો પ્રતિભાસ થતો નથી. તેથી સ્ફટિકમાં ઉજવલતા અને શ્યામિકા બંને સાક્ષાત્મબંધથી છે માટે દષ્ટાંતનું વૈષમ્ય નથી. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે
ટીકાર્થઃ- “સાક્ષાત્ ' - સાક્ષાસંબંધથી ત્યાં=સ્ફટિકમાં, શ્યામિકાના ભ્રમજનન દ્વારા જ ઉપાધિનું ચરિતાર્થપણું છે. વળી અહીં–આત્મામાં, કમજનિત દોષ અને આત્મજનિત ગુણનો અવિષ્યમ્ભાવસંબંધ અવિશેષ=સમાન, જ છે.
ભાવાર્થ - તાપિચ્છકુસુમરૂપ ઉપાધિ જીવને ભ્રમ પેદા કરે છે કે પુરોવર્તી સ્ફટિક જ સાક્ષાત્ શ્યામ છે. પરંતુ વસ્તુતઃ સ્ફટિકમાં શ્યામિકા નથી, તાપિચ્છકુસુમમાં જ છે. તેથી શ્યામિકાનો અવિષ્યભાવરૂપ સંબંધ સ્ફટિકમાં નથી પરંતુ તાપિચ્છકુસુમમાં જ છે. માટે શ્યામિકા એ તાપિચ્છકુસુમનો જ સ્વભાવ છે સ્ફટિકનો સ્વભાવ નથી.
જ્યારે ઉજવલતા તો અવિષ્યભાવરૂપે જ સ્ફટિકમાં રહેલ છે તેથી ઉજવલતા એ સ્ફટિકનો સ્વભાવ છે. અને વળી આત્મામાં કર્યજનિત દોષ અને આત્મજનિત ગુણનો અપૃથક્નાવ સંબંધ સમાન જ છે, તેથી આત્માનો ઉભયસ્વભાવ માનવો પડે; જ્યારે સ્ફટિકનો ફક્ત ઉજ્જવલતા સ્વભાવ જ છે. તેથી દાંતમાં વૈષમ્ય હોવાથી તેના બળથી આત્માનો દોષસ્વભાવ નથી પણ ગુણસ્વભાવ જ છે, તેમ સિદ્ધ થઈ શકે નહિ.
અહીં વિશેષ એ છે કે તાપિચ્છકુસુમ જેમ સ્વયં કાળું છે, તેમ ઉપાધિરૂપ કર્મ સ્વયં કષાયની પરિણતિવાળાં નથી. તેથી તાપિચ્છકુસુમની કાળાશનો ભ્રમ જેમ સ્ફટિકમાં થાય છે, તેમ કર્મમાં વર્તતી ક્રોધાદિ સ્વભાવની પરિણતિ આત્મામાં પ્રતિભાસ થાય છે તેમ કહી શકાય નહિ. પરંતુ કર્મને નિમિત્ત કરીને આત્મામાં જે દોષો પેદા થાય છે તે સાક્ષાત્ સંબંધથી આત્મામાં જ અપૃથભાવરૂપે વર્તે છે.
ટીકાર્ય -શુદ્ધ' અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે અશુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ દોષરૂપ છે અને શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ ગુણરૂપ છે. એથી કરીને શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મવાયા= શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મવાળો હોવા રૂપે, આત્માનું ગુણસ્વભાવપણું કહી શકાય. ન'તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે ગુણસ્વભાવત્વની સિદ્ધિ થયે છતે તથા ગ્રાહ્યત્વની સિદ્ધિ થાય અને તત્સિદ્ધિ થયે છd=તથાગ્રાહ્યત્વની સિદ્ધિ થયે છતે, તત્સિદ્ધિ=ગુણસ્વભાવત્વની સિદ્ધિ, થાય, એ પ્રમાણે અન્યોન્યાશ્રય દોષ આવે છે.
; “ત્તિ શબ્દ અસહસ્રીકારના કથનને ચિંત્ય વિચારવા યોગ્ય છે, એમ કહીને તેનું નિરાકરણ કર્યું તેની સમાપ્તિ સૂચક છે.