________________
૬૦૬ અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૨૫ કરે છે, તે યુક્તિથી સિદ્ધમાં પણ શક્તિથી દોષસ્વભાવત્વ છે તેમ માની શકાય. પરંતુ અષ્ટસહસ્રીકારે કહ્યું કે દોષસ્વભાવત્વ વિરોધીપણાથી બાધા પામે છે. તેથી તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - “ ' વળી દોષ અને ગુણનો અવિરોધ હોતે છતે તદુભયસ્વભાવનો વિરોધ નથી. કેમ કે અવિષ્યમ્ભાવનુંજ સ્વભાવઅર્થપણું છે.
ભાવાર્થ -ગુણ અને દોષ આવિર્ભાવરૂપે બે સાથે રહી શકતા નથી, જેમ મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શન સાથે રહી શકતા નથી. કેમ કે જ્યારે સમ્યગ્દર્શનરૂપ ગુણ આવિર્ભાવ પામે છે ત્યારે મિથ્યાદર્શનરૂપ દોષ તિરોભાવ પામે છે. તેમ છતાં, ગુણ અને દોષનો પરસ્પર વિરોધ નથી, કેમ કે બંને એક સાથે જીવમાં રહી શકે છે ફક્ત તે બંનેમાંથી એક આવિર્ભાવરૂપે હોય છે જ્યારે બીજો તિરોભાવરૂપે હોય છે. તેથી જ સંસારાવસ્થામાં જ્યારે દોષ આવિર્ભાવરૂપે હોય છે ત્યારે ગુણ તિરોભાવરૂપે હોય છે અને જ્યારે ગુણ આવિર્ભાવરૂપે હોય છે ત્યારે દોષ તિરોભાવરૂપે હોય છે. તેથી જીવમાં એક સાથે ગુણ અને દોષ એ બંનેનો અવિરોધ છે. તેથી જીવન ઉભયસ્વભાવત્વનો અવિરોધ છે, કેમ કે અવિખ્વભાવનું જ સ્વભાવઅર્થપણું છે=જીવની સાથે જેમ ગુણો અવિષ્યમ્ભાવરૂપે રહે છે તેમ દોષો પણ અવિષ્યમ્ભાવ રૂપે રહે છે. તેથી જીવમાં ઉભયસ્વભાવ માનવાનો પ્રસંગ અષ્ટસહસ્ત્રીકારને યુક્તિથી આ રીતે પ્રાપ્ત થશે, તેમ સિદ્ધાંતકાર કહે છે. માટે અષ્ટસહસ્રીકારનું કથન ચિત્ય છે.
3 અવિષ્યભાવ' એટલે – આત્માના ગુણો આત્માથી ક્યારેય છૂટા પડતા નથી, તેથી ગુણો આત્મામાં “અવિષ્યભાવ”રૂપે રહેલા છે એમ કહી શકાય. ક્યારેય છૂટા ન પડવા સ્વરૂપ સ્વભાવ તે અવિધ્વભાવ.
-: અષ્ટસહસ્રીકારનું કથન ચિંત્ય કેમ છે? તેનો સંક્ષિપ્ત સાર :અનાદિનિગોદમાં દોષસ્વભાવત્વ પ્રત્યક્ષ સિદ્ધ છે, અને ગુણ તથા દોષ આત્માને છોડીને ક્યાંય રહેતા નથી, તેથી સિદ્ધમાં ગુણસ્વભાવત્વના બળથી અન્યત્ર પણ=અભવ્યાદિમાં પણ, અન્યથા અનુપપત્તિ દ્વારા ગુણસ્વભાવની સિદ્ધિ જેમ અષ્ટસહસ્રીકાર કરી શકે છે, તેમ સિદ્ધાવસ્થામાં પણ આત્મત્વની અન્યથા અનુપપત્તિ દ્વારા દોષસ્વભાવત્વની સિદ્ધિ થઈ શકે છે.
જેમ અષ્ટસહસ્રીકારને સંમત એવું ગુણસ્વભાવત્વ સિદ્ધાવસ્થામાં આવિર્ભાવરૂપ છે અને સંસારાવસ્થામાં શક્તિરૂપે છે, તેમ સિદ્ધાવસ્થામાં દોષસ્વભાવત્વ શક્તિરૂપે છે અને નિગોદાવસ્થામાં આવિર્ભાવરૂપે છે. આ રીતે દોષ અને ગુણનો જીવમાં એક સાથે રહેવામાં અવિરોધ સિદ્ધ થયે છતે જીવમાં ઉભયસ્વભાવ માનવામાં કોઈ વિરોધ રહેતો નથી. કેમ કે અવિષ્યમ્ભાવનું જ સ્વભાવ અર્થપણું છે અને જીવમાં દોષ અને ગુણ બંને અવિષ્યભાવરૂપે જ છે, તેથી જીવનો ઉભયસ્વભાવ સિદ્ધ થાય, પણ ફક્ત ગુણસ્વભાવની સિદ્ધિ થઈ શક્તી નથી. તેથી અષ્ટસહસ્રીકારનું કથન ચિંત્ય છે.
ટીકા -ત્તેિ “ટિશ્યામવેવાત્માનવિમુપધિનિતત્વીન્નમાવ:, પિત્તત્રોwવવાत्मनि ज्ञानादिकमेव स्वभावः" इति परास्तं, दृष्टान्तवैषम्यात्, स्फटिके श्यामिकायाः स्वाश्रयसंयोग