________________
ગાથા - ૧૨૫
અધ્યાત્મમતપરીક્ષા
-: અષ્ટસહસ્રીકારના કથનનો સંક્ષિપ્ત સાર :
મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એ બંને પરસ્પર વિરોધી છે. સંસારાવસ્થામાં જીવોને મિથ્યાદર્શન હોય છે તેનાથી સંસાર ઊભો રહે છે, અને સમ્યગ્દર્શનથી મિથ્યાદર્શનનો અપકર્ષ થાય છે અને પ્રકૃષ્ટ સમ્યગ્દર્શનથી મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિ થાય છે અને મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિ થવાથી સંસારની અત્યંત નિવૃત્તિની સિદ્ધિ થાય છે.
યદ્યપિ મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિ થયા પછી તરત જ સંસારની અત્યંત નિવૃત્તિ થતી નથી, પરંતુ સંસારનું બીજ મિથ્યાદર્શન છે, તેથી બીજનો અત્યંત નાશ થવાથી થોડા સમયમાં સંસારનો અંત થાય છે અને તેથી જ મોક્ષની સિદ્ધિ થાય છે; કેમ કે ગુણના પ્રકર્ષથી જ મોક્ષની પ્રાપ્તિ છે. આથી જ મોક્ષવર્તી જીવોમાં જે કે ગુણસ્વભાવત્વ છે તે ગુણસ્વભાવત્વ સંસારી જીવોમાં પણ શક્તિરૂપે અવશ્ય છે; કેમ કે મોક્ષવર્તી આત્માઓ જેવું જ આત્મત્વ અન્ય જીવોમાં પણ છે, અને દોષસ્વભાવત્વ ગુણસ્વભાવત્વની સાથે વિરોધી હોવાથી બાધા પામે છે. આ પ્રકારનું અષ્ટસહસ્રીકારનું કથન ચિંત્ય છે, કેમ કે આપણે જીવમાં ગુણસ્વભાવત્વ માનીએ છીએ ત્યાં, પર વડે પ્રશ્ન કરાયો છે કે જીવમાં તિરોભાવદશામાં પણ શક્તિથી દોષસ્વભાવત્વ હોવાથી સાતત્યેન દોષસ્વભાવ છે, અર્થાત્ જીવમાં સતત દોષસ્વભાવ હોય જ છે. ક્વચિત્ દોષસ્વભાવ આવિર્ભાવરૂપે હોય છે તો ક્વચિત્ તિરોભાવરૂપે હોય છે. આવા પ્રકારના પરના વક્તવ્યથી કહેવાયેલ દોષસ્વભાવત્વ અનાદિનિગોદમાં સિદ્ધ જ છે, કેમ કે ત્યાં મિથ્યાદર્શનાદિ દોષસ્વભાવ આવિર્ભાવરૂપે જ હોય છે. અને તેવો દોષસ્વભાવ સિદ્ધમાં પણ અનિવાર્ય છે, કેમ કે દોષસ્વભાવત્વ વિના આત્મત્વની અનુપપત્તિ છે.
૬૦૫
તાત્પર્ય એ છે કે અષ્ટસહસ્રીકારે સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ દ્વારા મિથ્યાદર્શનાદિની નિવૃત્તિની સિદ્ધિ કરી, તેનાથી સંસારની નિવૃત્તિની સિદ્ધિ કરી; અને તે રીતે સિદ્ધાત્માની સિદ્ધિ કરી. અને સિદ્ધના આત્મામાં ગુણસ્વભાવત્વ છે માટે અન્ય આત્માઓમાં પણ ગુણસ્વભાવત્વ છે એમ સિદ્ધ કર્યું. તે જ રીતે કોઇ એમ કહે કે સંસારવર્તી જીવોમાં જ્યારે ગુણો આવિર્ભાવ થાય છે ત્યારે દોષો તિરોભાવ થઇ જાય છે તેમ દેખાય છે તે વખતે પણ દોષો શક્તિથી અવશ્ય ત્યાં હોય છે. તેથી નિમિત્તને પામીને ફરી દોષો આવિર્ભાવ થતા પણ દેખાય છે. માટે જીવમાં સતત દોષસ્વભાવત્વ છે; ક્વચિત્ તે વ્યક્તિરૂપે હોય કે ક્વચિત્ તે શક્તિરૂપે હોય, પણ દોષસ્વભાવ જીવમાં સદા રહેનારો છે. આ પ્રમાણે કોઇ કહે છે અને અનાદિનિગોદમાં તેવો દોષસ્વભાવ પ્રગટ દેખાય છે.
જેમ અષ્ટસહસ્રીકારે મોક્ષમાં ગુણસ્વભાવ પ્રગટ દેખાડ્યો, અને તેના દ્વારા સંસારવર્તી જીવોમાં પણ આત્મત્વની અન્યથા અનુપપત્તિ દ્વારા ગુણસ્વભાવત્વની સિદ્ધિ કરી; તેમ કોઇ એમ કહે કે, નિગોદમાં સિદ્ધ એવું દોષસ્વભાવત્વ અન્યત્ર પણ=મોક્ષમાં પણ, શક્તિરૂપે છે; કેમ કે દોષસ્વભાવત્વ વગર આત્મત્વ ત્યાં ઘટી શકે નહિ. આ રીતની યુક્તિથી દોષસ્વભાવત્વની પણ સિદ્ધિ કરી શકાય, માટે અષ્ટસહસ્રીકારનું કથન ચિંત્ય છે. કેમ કે જેમ અષ્ટસહસ્રીકારે ગુણસ્વભાવત્વની સિદ્ધિ કરી તે યુક્તિથી દોષસ્વભાવત્વની પણ ત્યાં સિદ્ધિ થઇ શકે છે. તેથી અષ્ટસહસ્રીકારના કથનમાં આત્માને દોષસ્વભાવત્વ માનવાની આપત્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ઉત્થાન :- ‘ત—િન્ય'માં જે હેતુ કહ્યો તેનાથી ‘રે' સિદ્ધમાં દોષસ્વભાવત્વ સિદ્ધ કર્યું. યદ્યપિ સિદ્ધમાં દોષો આવિર્ભાવરૂપે નથી, પણ આ યુક્તિથી સિદ્ધમાં તિરોભાવરૂપે દોષસ્વભાવ માની શકાય, જે શક્તિરૂપે છે. તેથી જેમ અષ્ટસહસ્રીકાર સિદ્ધમાં રહેલા ગુણસ્વભાવત્વ દ્વારા અભવ્યાદિમાં શક્તિરૂપે ગુણસ્વભાવત્વ છે તેમ સિદ્ધ