________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
'
,
૬૦૪ અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૨૫ તિરોમવિ તિરોભાવદશામાં પણ શક્તિથી દોષસ્વભાવત્વ હોવાથી પર વડે પ્રશ્ન કરાયેલ અનાદિનિગોદમાં સિદ્ધ એવા સાતત્યથી દોષત્વરૂપ દોષસ્વભાવની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે અન્યત્ર પણ સિદ્ધમાં પણ, અનિવાર્યપણું છે.
ભાવાર્થ-સમ્યગ્દર્શનનો જેમ જેમ પ્રકર્ષ થાય છે તેમ તેમ મિથ્યાદર્શનનો અપકર્ષ થાય છે. તેથી મિથ્યાદર્શનના અપકર્ષને કરનાર એવા પ્રકર્ષવાળું સમ્યગ્દર્શન છે.
યદ્યપિ મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શન એક સાથે જીવમાં વર્તતાં નથી, તેથી જ્યારે જીવમાં સમ્યગ્દર્શન વર્તતું હોય ત્યારે મિથ્યાદર્શનનો ઉદય હોતો નથી; તો પણ જેમ જેમ સમ્યગ્દર્શન સંસ્કારરૂપે ઘનિષ્ઠ બનતું જાય છે તેમ તેમ મિથ્યાદર્શનના સંસ્કારોનો અપકર્ષ થાય છે, અને સત્તામાં રહેલી મિથ્યાદર્શનની નિષ્પાદક એવી કર્મપ્રકૃતિ પણ શિથિલ શિથિલતર બનતી જાય છે. તેથી જ સમ્યગ્દર્શનને અનુકૂળ એવો ક્ષયોપશમભાવ અતિશયવાળો થતો જાય છે. તેથી સમ્યગ્દર્શનના ક્ષયોપશમભાવના પ્રકર્ષને કારણે મિથ્યાદર્શનના સંસ્કારો અને તેની નિષ્પાદક પ્રકૃતિનો અપકર્ષ થાય છે, તેથી મિથ્યાદર્શનના અપકર્ષને કરનાર એવા પ્રકર્ષવાળું સમ્યગ્દર્શન છે એમ કહેલ છે. અને તેના કારણે મિથ્યાદર્શનના વિરોધીપણાથી સિદ્ધ એવું સમ્યગ્દર્શન છે, કેમ કે જેના પ્રકર્ષથી જે અન્યનો અપકર્ષ થાય તે બંનેનો પરસ્પર વિરોધીભાવ છે. અને આ રીતે સમ્યગ્દર્શન પ્રયત્નથી પ્રકૃષ્યમાણ છે(પ્રકર્ષ પામતું છે.), તેથી તેનો પરમપ્રકર્ષ પણ થઈ શકે છે તેમ સિદ્ધ થાય છે, કેમ કે જે પ્રકૃધ્યમાણ હોય તેનો પરમપ્રકર્ષ પણ અવશ્ય હોવો જોઈએ. અને સમ્યગ્દર્શનના પરમપ્રકર્ષ વડે તેનાથી વિરોધી હોવાથી મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિ સિદ્ધ થાય છે, કેમ કે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન પરસ્પર વિરોધી હોવાથી જે વ્યક્તિમાં સમ્યગ્દર્શનનો પરમપ્રકર્ષ પ્રાપ્ત થાય તે વ્યક્તિમાં તેના વિરોધી એવા મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિ અવશ્ય સિદ્ધ થાય. અને સંસારનું બીજ મિથ્યાદર્શન છે, તેથી જ જીવો સદા સંસારને ઢકાવી શકે છે. માટે જે વ્યક્તિમાં મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિ થાય ત્યાં થોડા કાળમાં અવશ્ય સંસારની નિવૃત્તિ પ્રાપ્ત થાય. તેથી અન્યથા અનુપપત્તિ હોવાથી સંસારની અત્યંત નિવૃત્તિ વિના મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિની અનુપત્તિ હોવાથી, મિથ્યાદર્શનની નિવૃત્તિથી સંસારની અત્યંત નિવૃત્તિની સિદ્ધિ થાય છે. અને સંસારની અત્યંત નિવૃત્તિની સિદ્ધિ થવાથી ક્વચિત્ નિવૃત્ત આત્માની સિદ્ધિ થાય છે=કોઈક આત્મા સંસારથી અત્યંત મુક્ત થયો છે એમ સિદ્ધ થાય છે. અને તે સિદ્ધ એવા નિવૃત્ત આત્મામાં ગુણસ્વભાવત્વ સિદ્ધ થાય છે, કેમ કે ગુણોનો પ્રકર્ષ થવાથી જ સંસારની અત્યંત નિવૃત્તિ થઈ છે અને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. તેથી મુક્તાત્મામાં ગુણસ્વભાવત્વની સિદ્ધિ થાય
છે.
યદ્યપિતે ગુણસ્વભાવત્વસંસારવર્તી અન્ય આત્માઓમાં નથી, તો પણ આત્મત્વની અન્યથા અનુપપત્તિના કારણે શક્તિરૂપે પણ જો તેમાં ગુણસ્વભાવત્વ ન હોય તો આત્મત્વની ત્યાં અનુપપત્તિ થાય છે. એથી ત્યાં ગુણસ્વભાવત્વ મનાય છે; કેમ કે ત્યાં આત્મત્વ છે, તેથી વર્તમાનમાં ત્યાં ગુણસ્વભાવત્વ પ્રગટ નહિ હોવા છતાં શક્તિરૂપે ત્યાં અવશ્ય છે.
યદ્યપિ તે આત્માઓમાં અત્યારે દોષસ્વભાવત્વ દેખાય છે, તો પણ મુક્તાત્મામાં જે ગુણસ્વભાવત્વ છે તેનો વિરોધી દોષસ્વભાવત્વ હોવાથી તે બાધ પામે છે, અર્થાત જીવનો દોષસ્વભાવ નથી એમ માનવું પડે. આ રીતે યુક્તિપૂર્વક અષ્ટસહસ્રીકારે જીવનો ગુણસ્વભાવત્વ કેમ છે તે સિદ્ધ કરેલ છે.