________________
ગાથા - ૧૨૫
અધ્યાત્મમતપરીક્ષા
૬૦૩
તેથી ‘“રવિ' કહેવાથી રાગથી યુક્ત એવું સમ્યગ્દર્શન અને ‘આવિ' પદથી પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિથી યુક્ત એવું સમ્યગ્દર્શનનું ગ્રહણ થઇ શકે, અને ‘સમ્ય-વનાવિ’છે ત્યાં ‘આવિ’પદથી સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનું ગ્રહણ કરવાનું છે.
ટીકા :- અથ તંત્ર સમ્ય વર્ગનાવિસત્ત્વ ટ્વ જિ પ્રમાળમ્ તિ શ્વેતું? આત્મનો મુળસ્વમાવવાન્યથાनुपपत्तिरेव। तत्रैव किं मानम् ? इति चेत् ? अत्राचष्ट स्पष्टमिदमष्टसहस्त्रीकारो यद् “मिथ्यादर्शनापकर्षकप्रकर्षकत्वेन तद्विरोधितया सिद्धस्य सम्यग्दर्शनादेः प्रकृष्यमाणत्वेन सिद्धेन परमप्रकर्षेण सिद्धमिथ्यादर्शनात्यन्तनिवृत्तेरन्यथानुपपत्त्या संसारात्यन्तनिवृत्तिसिद्धेः क्वचित् सिद्धनिर्वृतावात्मनि सिद्धं गुणस्वभावत्वमन्यत्राप्यात्मत्वान्यथानुपपत्त्या साध्यते, दोषस्वभावत्वं तु विरोधाद्बाध्यते" इति । तच्चिन्त्यं, तिरोभावदशायामपि शक्त्या सत्त्वात् सातत्येन दोषवत्त्वरूपस्य दोषस्वभावत्वस्य परपर्यनुयुक्तस्यानादिनिगोदसिद्धस्यात्मत्वान्यथानुपपत्त्याऽन्यत्राप्यनिवार्यत्वात्, न खलु दोषगुणयोरविरोधे तदुभयस्वभावविरोधो नाम, अविष्वग्भावस्यैव स्वभावार्थत्वाद् ।
ટીકામાં સિદ્ધનિવૃતા શબ્દને ઠેકાણે સિદ્ધનિવૃત્તા શબ્દ ભાસે છે.
ટીકાર્થ :- ‘અથ’ - ‘અથ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે ત્યાં=અભવ્યાદિમાં, સમ્યગ્દર્શનાદિ હોવામાં જ શું પ્રમાણ છે?
*
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે આત્માના ગુણસ્વભાવત્વની અન્યથાનુપપત્તિ જ (અભવ્યાદિમાં સમ્યગ્દર્શનાદિ હોવામાં પ્રમાણ છે.)
‘ત્રવ’ – અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે તેમાં પણ=આત્માને ગુણસ્વભાવવાળો જ માનવામાં પણ, શું પ્રમાણ છે? .
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે
‘અન્નાષ્ટ’ - અહીંયાં=આત્માનો ગુણસ્વભાવત્વ માનવાના વિષયમાં, અષ્ટસહસ્રીકાર જે આ=વક્ષ્યમાણ, કહે છે તે ચિંત્ય છે, એ પ્રમાણે અન્વય છે.
અષ્ટસહસ્રીકારનું કથન આ પ્રમાણે છે
‘વલ્’ (સમ્યગ્દર્શનમાં) મિથ્યાદર્શનનું અપકર્ષક એવું પ્રકર્ષકપણું હોવાના કારણે તેના=મિથ્યાદર્શનના, વિરોધીપણાથી સિદ્ધ એવા સમ્યગ્દર્શનાદિના પ્રકૃષ્યમાણપણા વડે સિદ્ધ એવા (સમ્યગ્દર્શનના) ૫૨મ પ્રકર્ષથી સિદ્ધ એવી મિથ્યાદર્શનની અત્યંત નિવૃત્તિની અન્યથા અનુપપત્તિ હોવાના કારણે, સંસારની અત્યંત નિવૃત્તિની સિદ્ધિથી કોઇક ઠેકાણે સિદ્ધ એવા નિવૃત્ત આત્મામાં સિદ્ધ એવું ગુણસ્વભાવત્વ અન્યત્ર પણ આત્મત્વ અન્યથા અનુપપત્તિ દ્વારા સિદ્ધ કરાય છે. વળી વિરોધ હોવાના કારણે દોષસ્વભાવત્વ બાધા પામે છે. એ પ્રકારે જે અષ્ટસહસ્રીકારે કહ્યું તે ચિંત્ય છે.
અષ્ટસહસ્રીકા૨નું પૂર્વોક્ત કથન ચિંત્ય છે તેમ કહ્યું તેમાં હેતુ કહે છે–