________________
-
.
ગાથા - ૧૨૫ અધ્યાત્મમત પરીક્ષા.
૬૦૧ શુદ્ધનિશ્ચયનય કર્મના આવરણની વિવા કર્યા વગર જે સ્વરૂપ તેમાં હોય તેની જ પ્રતીતિ કરાવે છે, તેથી અભવ્યમાં પણ અંતરાત્મભાવ અને પરમાત્મભાવ શક્તિરૂપે છે એમ કહી શકાશે. અને તે શક્તિનું અવ્યાપ્તિ આદિ દોષોથી રહિત લક્ષણ આ પ્રમાણે છે
આત્મનિષ્ઠધ્વંસનો અપ્રતિયોગી હોતે છતે આત્મનિષ્ઠઅત્યંતાભાવનો અપ્રતિયોગી હોય તે શક્તિ પદાર્થ છે.
જે વસ્તુનો ધ્વંસ થાય તે વસ્તુ ધ્વસનો પ્રતિયોગી કહેવાય. જેમ ઘટનો ધ્વંસ થાય છે તેથી ઘટધ્વંસનો પ્રતિયોગી ઘટ છે. અને તે ધ્વસ તેના અવયવોમાં રહે છે, તેથી કપાલમાં ઘટનો ધ્વંસ પ્રાપ્ત થાય છે. તેથી કપાલનિષ્ઠધ્વસનો પ્રતિયોગી ઘટ છે અને અપ્રતિયોગી ઘટ સિવાયના અન્ય પટાદિ પદાર્થ છે. તેમ આત્મનિષ્ઠધ્વસનો પ્રતિયોગી તે છે કે જે ભાવ આત્મામાં ધ્વંસ પામતા હોય, અને બહિરાત્મભાવ આત્મનિષ્ઠધ્વસનો પ્રતિયોગી છે; પરંતુ જે ભાવ આત્મામાં ધ્વંસ પામતા નથી તે ભાવો આત્મનિષ્ઠધ્વસના અપ્રતિયોગી છે. અને તે જ રીતે ઘટપટાદિ પણ આત્મનિષ્ઠધ્વસના અપ્રતિયોગી છે કેમ કે ઘટપટાદિનો ધ્વસ આત્મામાં થતો નથી. તેથી શક્તિનું લક્ષણ માત્ર “આત્મનિષ્ઠધ્વંસ અપ્રતિયોગીત્વરૂપ' કરીએ તો યદ્યપિ લક્ષણ લક્ષ્યમાં સર્વત્ર જાય છે તો પણ લક્ષ્યથી અતિરિક્ત એવા ઘટપટાદિમાં પણ જાય છે. તેથી લક્ષણનો પરિષ્કાર કરતાં કહે છે કે “આત્મનિષ્ઠધ્વંસનો અપ્રતિયોગીત્વ' હોતે છતે “આત્મનિષ્ઠઅત્યંતભાવનો અપ્રતિયોગી' હોય તે શક્તિ પદાર્થ છે.
આશય એ છે કે જે વસ્તુનો અત્યંતાભાવ જ્યાં વર્તતો હોય તે તેનો પ્રતિયોગી બને, જેમ ઘટનો અત્યંતભાવ કપાલ સિવાય સર્વત્ર છે; કેમ કે ઉપાદાનકારણમાં કાર્યનો અત્યંતાભાવ હોતો નથી. તેમ આત્મામાં નિશ્ચયનયને પ્રતીયમાન એવા સ્વરૂપનો અત્યંતભાવ નથી.
યદ્યપિ અભવ્યના આત્મામાં શુદ્ધસ્વરૂપ ક્યારેય પ્રગટ થતું નથી, તો પણ કર્મથી આવૃત્ત નિશ્ચયનયને પ્રતીયમાન એવું શુદ્ધસ્વરૂપ સદા રહે છે, પરંતુ તેનો અત્યંતાભાવ અભવ્યના આત્મામાં નથી. તેનો અત્યંતાભાવ આત્મા સિવાય સર્વત્ર છે, માટે નિશ્ચયનયને પ્રતીયમાન શુદ્ધસ્વરૂપ આત્મનિષ્ઠઅત્યંતાભાવનું અપ્રતિયોગી છે, અને આત્મનિષ્ઠઅત્યંતાભાવના પ્રતિયોગી ઘટપટાદિ છે, પરંતુ નિશ્ચયનયને પ્રતીયમાન તે સ્વરૂપ આત્મનિષ્ઠઅત્યંતાભાવનું પ્રતિયોગી નથી. માટે “તરિäસાતિયત્વે સતિ' આટલું લક્ષણ કરવાથી લક્ષણની ઘટપટાદિમાં જે અતિવ્યાપ્તિ આવતી હતી તે વિશેષ્યાંશથી નિવર્તન પામે છે. અને આવું લક્ષણ કરવાને કારણે અંતરાત્મામાં ભૂતપૂર્વ એવો જે બાહ્યાત્મા છે, તેની શક્તિ માનવાનો પ્રસંગ નહિ આવે. કેમ કે બાહ્યાત્માના પર્યાયોનું આત્મનિષ્ઠધ્વંસનું પ્રતિયોગિપણું છે, અને અભવ્યના આત્મામાં અંતરાત્માની અને પરમાત્માની શક્તિના અભાવનો પ્રસંગ નથી. કેમ કે અંતરાત્મપદની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવું સમ્યગ્દર્શન અને પરમાત્મપદની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવું કેવલજ્ઞાનાદિ ધર્મોનું અભવ્યમાં આવરણ માત્ર હોવાથી ત્યાં તેનો અત્યંતાભાવ નથી. તેથી અભવ્યના આત્મનિ જે અત્યંતાભાવ તેના તે અપ્રતિયોગી બનશે, પણ પ્રતિયોગી નહિ બને. તેથી લક્ષણની સંગતિ થઈ જશે.
અહીં વિશેષ એ છે કે યદ્યપિ અભવ્યમાં ક્યારેય સમ્યગ્દર્શનાદિ કે કેવલજ્ઞાનાદિ પ્રાદુર્ભાવ થવાનાં નથી, તો પણ તે ધર્મો અભવ્યના આત્મામાં છે. માત્ર તદ્ધર્મનાં આવારક એવાં જે કર્મો છે તેનો વિનાશ થઇ શકે તેવી તેનામાં યોગ્યતા નથી, માટે તે ભાવોનો પ્રાદુર્ભાવ તેમનામાં થતો નથી; પરંતુ કર્મથી આવૃત્તરૂપે તે ભાવો હોવા