________________
૬૦૦ • • • • • • • •
•
, , ,
અધ્યાત્મમત પરીક્ષા... . . . . . . . . . . . . . . . .”
ગાથા - ૧૨૫ , , : :: :: , , , , , , , , ,
ટીકાર્ય - “જીવમ્' એ રીતે=પૂર્વમાં શક્તિને (૧) તિર્લફસામાન્યરૂપ કે (૨) ઊર્ધ્વતાસામાન્યરૂપ કે (૩) પ્રાપ્યભાવોની અપ્રાપ્યત્વઅવસ્થારૂપ કે (૪) ધર્મવિશેષરૂપ કહીને તે ઘટતી નથી એમ બતાવ્યું; એ રીતે, વ્યક્તિ પણ દુર્વચ છે. કેમ કે જ્યારે પદાર્થમાં રહેલી શક્તિ જ સિદ્ધ ન થઈ શકે તો તેના ઉપર નિર્ભર એવી વ્યક્તિને શક્તિની અભિવ્યક્તિ, પણ સિદ્ધ ન થઈ શકે.
; “તિ યદ્યપિથી માંડીને “શક્તિ કોઈ રીતે ઘટતી નથી એ પ્રમાણે જે બતાવ્યું અને તેથી “વ્યક્તિ પણ ઘટશે નહીં એ પ્રકારની આપત્તિ બતાવી, તેની સમાપ્તિ માટે પ્રતિ' પ્રયોગ છે.
ભાવાર્થ-પૂર્વમાં ચાર રીતે શક્તિ શું છે તેની વિચારણા કરી અને તે ચારે રીતે શક્તિ પદાર્થ સિદ્ધ ન થયો તેથી ગ્રંથકાર કહે છે કે, જો કોઈ પણ પર્યાય તે પદાર્થમાં શક્તિરૂપે છે તે સિદ્ધ ન થઈ શકે તો તે પર્યાય પ્રગટ થાય છે તે પણ સિદ્ધ ન થાય. તેથી આત્મામાં પરમાત્મભાવ જો શક્તિરૂપે શું છે તે સિદ્ધ ન કરી શકાય તો પરમાત્મભાવ પ્રગટ થાય છે તેમ પણ કહી શકાય નહીં.
ઉત્થાન - ગ્રંથકારે “યદ્યપિથી શક્તિની ઉપરોક્ત રીતે અસિદ્ધિ બતાવી, હવે શક્તિની સંગતિ કઈ રીતે થાય તે બતાવતાં કહે છે
ટીકા- “તથાપિ તો પણ=ઉપરોક્ત રીતે શક્તિ સંગત નથી તો પણ, નિશ્ચયનયને પ્રતીયમાનસ્વરૂપ શક્તિ નામનો પદાર્થ છે અને તેનું લક્ષણ બતાવતાં કહે છેતવ્ય' અને તે તગ્નિષ્ઠધ્વસનું આત્મનિષ્ઠધ્વસનું, અપ્રતિયોગીપણું હોતે છતે તષ્ઠિઅત્યંતાભાવનો = આત્મનિષ્ઠઅત્યંતાભાવનો, અપ્રતિયોગી હોય, તે જ નિશ્ચયનયનું પ્રતીયમાન સ્વરૂપ છે, અને તે શક્તિ નામનો પદાર્થ છે. તેન'તેનાથી–તષ્ઠિધ્વંસનો અપ્રતિયોગી હોતે છતે તષ્ઠિઅત્યંતાભાવનો અપ્રતિયોગી હોય એવું નિશ્ચયનયને પ્રતીયમાન સ્વરૂપ શક્તિનું લક્ષણ કર્યું તેનાથી, અંતરાત્મામાં ભૂતપૂર્વ બાહ્યાત્માની શક્તિનો પ્રસંગ નહિ આવે; કેમ કે તે પર્યાયોનું બાહ્યાત્માના પર્યાયોનું, તષ્ઠિવંસનું=આત્મનિષ્ઠધ્વંસનું, પ્રતિયોગીપણું છે. અથવા અભવ્યના આત્મામાં અંતરાત્માદિની શક્તિના અભાવનો પ્રસંગ નહિ આવે; કેમ કે અંતરાત્માને પરમાત્મપદપ્રવૃત્તિનિમિત્ત સમ્યગ્દર્શન અને કેવલજ્ઞાનાદિ ધર્મોનું આવરણમાત્ર હોવાના કારણે ત્યાં=અભવ્યના આત્મામાં, અત્યંતાભાવનો અભાવ છે.
ભાવાર્થ - શક્તિ એ દ્રવ્યસ્વરૂપ છે, પરંતુ આત્માનું નિશ્ચયનયથી પ્રતીયમાન એવું જ સ્વરૂપ છે તે જ શક્તિરૂપ પદાર્થ છે, અર્થાત્ તસ્વરૂપ જે આત્મા છે તે જ શક્તિ છે. અને અભવ્યાદિમાં પણ તે જ રીતે અંતરાત્મભાવ અને પરમાત્મભાવ શક્તિરૂપે જ છે, કેમ કે નિશ્ચયનયથી કર્મના આવરણને દૂર કરીને જે વસ્તુનું સ્વરૂપ હોય તે પ્રતીત થાય છે, તેથી અભવ્યમાં પણ કર્મથી આવૃત્ત તે સ્વરૂપ વિદ્યમાન છે. અને