________________
ગાથા - ૧૨૫
અધ્યાત્મમતપરીક્ષા
ટીકાર્ય - ૪ પ્રાથમાવીનામ' પ્રાપ્યભાવોની અપ્રાતત્વ અવસ્થા જ અહીં શક્તિ છે એમ ન કહેવું છે કે પ્રાપ્યપણું વર્તમાનપ્રાગભાવ પ્રતિયોગિપ્રતિકત્વરૂપ છે, એથી કરીને પ્રાદોષનો અનુદ્ધાર છે.
ભાવાર્થ:- બાહ્યાત્મામાં અંતરાત્મભાવ અને પરમાત્મભાવ પ્રાપ્યભાવ છે અને તે પ્રાપ્યભાવ અપ્રાપ્ય છે પણ થયેલ નથી, માટે તેની અપ્રાતત્વ અવસ્થા છે, તે જ અહીં શક્તિ છે. એમ કહેવાથી તિર્યસામાન્યરૂપ કે ઊર્ધ્વતા સામાન્યરૂપ શક્તિ માનવામાં જે દોષો આવ્યા તે અહીં નહિ આવે. કેમ કે અભવ્ય માટે પણ અંતરાત્મભાવ અને પરમાત્મભાવ એ પ્રાપ્યભાવ છે, અને તેની વર્તમાનમાં અપ્રાપ્તત્વ અવસ્થા છે તે શક્તિરૂપ હોવાથી અભલવા આત્મામાં આવી શક્તિ સંગત થશે. અને પરમાત્મામાં બહિરાત્મભાવ એ પ્રાપ્યભાવ નથી, તેથી પરમાત્મામાં પ્રાપ્યભાવોની અપ્રાપ્યત્વઅવસ્થારૂપ બાહ્યાત્મા પણ શક્તિરૂપે માનવાની આપત્તિ આવશે નહિ. આ પ્રકારની કોઇની માન્યતા છે તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે કહ્યું કે, પ્રાપ્યત્વ એ વર્તમાનપ્રાગભાવપ્રતિયોગિપ્રાપ્તિત્વરૂપ છે, એથી કરીને પ્રાચ્યદોષનો અનુદ્ધાર છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રાપ્યત્વનો અર્થ એ થાય કે ભાવિયામિકત અર્થાત્ ભાવિમાં પ્રાપ્તિ છે જેની તે પ્રાપ્ય કહેવાય, તેથી જ પ્રાપ્યત્વનો અર્થ કર્યો કે વર્તમાન પ્રાપભાવનો પ્રતિયોગી તે રૂ૫ પ્રાપ્તિકત્વ તે જ પ્રાપ્યત્વ છે. તે આ રીતે -
જે કાર્ય નિષ્પન્ન થાય તે પ્રાગભાવનો પ્રતિયોગી કહેવાય, અને ભવિષ્યમાં જે કાર્ય થવાનું હોય તેનો વર્તમાનમાં પ્રાગભાવ હોય. તેથી વર્તમાનમાં પ્રાગભાવનો પ્રતિયોગી ભવિષ્યમાં જે કાર્ય થાય તે છે, અને તે પ્રાપ્તિ છે. અને તે રૂપ પ્રાપ્તિ જેને છે તે પ્રાપ્યભાવ કહેવાય. અને આવા પ્રાપ્યભાવની અપ્રાપ્યત્વઅવસ્થા જ શક્તિ છે એવો શક્તિનો અર્થ કરવાથી પ્રાચ્યદોષનો અનુદ્ધાર છે. કેમ કે અભવ્યને ક્યારે પ્રણ ભવિષ્યમાં પરમાત્મભાવ કે અંતરાત્મભાવ થવાનો નથી. તેથી આવી અપ્રાપ્તત્વઅવસ્થારૂપ અંતરાત્માની કે પરમાત્માની શક્તિ ત્યાં નથી તેમ માનવું પડશે. તેથી આ લક્ષણ પણ શક્તિનું યુક્ત નથી.
ટીકાર્ય - “તેન' આનાથી=પ્રાપ્યત્વનો અર્થ કર્યો કે પ્રાપ્યભાવોની અપ્રાપ્તત્વ અવસ્થા એ શક્તિ છે એમ કહેવાથી પ્રાચ્યદોષનો અનુદ્ધાર છે તેમ કહ્યું એનાથી, “શક્તિ ધર્મવિશેષ જ છે', એ પણ પરાસ્ત થયું. કેમ કે શક્તિનું ફલથી ઉયપણું છે શક્તિ ફળથી જણાય છે.
ભાવાર્થ ‘શક્તિ ધર્મવિશેષ જ છે એમ કહેનારનો ભાવ એ છે કે, જે પર્યાય વર્તમાનમાં વર્તતો હોય તે પર્યાય તે પદાર્થનો એક ધર્મવિશેષ છે તેમ “શક્તિ પણ ધર્મવિશેષ જ છે'. અને ધર્મવિશેષરૂપ અંતરાત્મભાવની અને પરમાત્મભાવની શક્તિ અભવ્યના જીવમાં પણ માની શકાશે. તેને ગ્રંથકાર કહે છે કે આ શક્તિરૂપ ધર્મવિશેષ, વર્તમાનમાં વર્તતા ભાવરૂપ નથી. તેથી જે ભાવ ભવિષ્યમાં પ્રાદુર્ભાવ થવાનો હોય તેને અનુકૂળ એવો ધર્મવિશેષ તેજ શક્તિરૂપ છે એમ કહી શકાય. માટે ફળથી જ આ ધર્મવિશેષ છે એમ નિર્ણય થઇ શકે. તેથી જે ભાવ ક્યારેય
1 - sjpaછે. પણ થવાનો ન હોય તેને અનુકૂળ એવો ધર્મવિશેષ પદાર્થમાં છે અને તે રૂપ શક્તિ તેમુ છે તેમ કહી શકાય નહિ. તેથી અભવ્યમાં અંતરાત્મા અને પરમાત્માની શક્તિ છે તેમ સિદ્ધ થઈ શકે નહીં. માટે વિશેષરૂપે શક્તિ માનવી પણ ઉચિત નથી.