________________
૯૧૪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા -.૧૭૬:૧૭૭
ટીકાર્ય :- ‘નન્નુ'થી પૂર્વપક્ષી કહે કે, આ પ્રમાણે સંયમમાં પણ ઉદ્યમ કરતા મુનિઓને તેવા પ્રકારની પ્રાર્થના અકિંચિત્કર થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે વંદનાદિ કરનારાઓને પણ વંદનાદિ પ્રત્યયિક કાયોત્સર્ગના અભિલાષની જેમ ત ્ અભિલાષનું=સંયમાદિના અભિલાષનું, તઅભિવૃદ્ધિ =સંયમાદિની અભિવૃદ્ધિ, અને તત્પ્રત્યયિક=સંયમાદિક પ્રત્યયિક, નિર્જરાનું હેતુપણું છે.
‘સંયમેળ્યુાતાં' - અહીં ‘પિ’થી એ સમુચ્ચય કરવો છે કે, પ્રાર્થનામાં તો ઉદ્યમવાળા છે પરંતુ સંયમાદિમાં પણ ઉદ્યમવાળા છે તેઓની તાદશ પ્રાર્થના અકિંચિત્કર છે.
ભાવાર્થ :- ભગવાન વીતરાગ હોવાના કારણે કાંઇ આપતા નથી, પરંતુ પ્રાર્થના દ્વારા તદુપદિષ્ટ રત્નત્રયીની આરાધનામાં ઉદ્યમ કરવાથી જ ફલની પ્રાપ્તિ થાય છે. પરંતુ જેઓ સંયમમાં ઉદ્યમવાળા છે તેમને પ્રાર્થના દ્વારા સંયમમાં યત્ન કરવાનો રહેતો નથી, તેથી તાદશ પ્રાર્થના અકિંચિત્કર છે અર્થાત્ સંયમની પ્રાર્થના અકિંચિત્ઝર છે; આ જાતની શંકાનું નિરાકરણ કરતાં કહે છે કે, એ વાત બરાબર નથી. કેમ કે જેમ શ્રાવકો ભગવાનને વંદનપૂજનાદિ કરે છે તો પણ અરિહંત ચેઇઆણં સૂત્રથી વંદનાદિ પ્રત્યયિક કાયોત્સર્ગ કરે છે; તેથી તેઓને વંદન પ્રત્યયિક કાયોત્સર્ગનો અભિલાષ હોય છે, તે વંદન અને પૂજનની અભિવૃદ્ધિનું કારણ છે, તેમ જ વંદન-પૂજનકૃત નિર્જરાનો હેતુ છે. તેમ સંયમમાં યત્નવાળાઓને સંયમનો અભિલાષ હોય છે, તે સંયમની અભિવૃદ્ધિનું કારણ છે; અને પોતાને પ્રાપ્ત સંયમ કરતાં ઉપરની ભૂમિકાના સંયમનો અભિલાષ છે, તે ઉપરના સ્થાન પ્રત્યયિક નિર્જરાનો હેતુ છે. કેમ કે જે સંયમસ્થાનમાં પોતાનો યત્ન છે તેનાથી ઉપરના સ્થાનની અભિલાષા છે, અને તે અભિલાષા ઉપરના સ્થાનની પ્રાપ્તિનું કારણ બને છે, તેથી સંયમની અભિવૃદ્ધિનું કારણ કહેલ છે. અને સ્વભૂમિકાના સંયમસ્થાનમાં યત્નપૂર્વક ઉપરના સ્થાનનો અભિલાષ ઉપરના સ્થાનના પ્રતિબંધક કર્મની નિર્જરાનું કારણ બને છે. તેથી તત્પ્રત્યયિક નિર્જરાનો હેતુ છે એમ કહેલ છે.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે સંયમમાં પણ ઉદ્યમવાળાને તેવા પ્રકારની પ્રાર્થના અકિંચિત્કર છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે કહ્યું કે સંયમમાં ઉદ્યમવાળાની પ્રાર્થના સંયમમાં અભિવૃદ્ધિ અને નિર્જરાનો હેતુ છે. તેથી પૂર્વપક્ષી કહે છે
ટીકાર્ય :- ‘અનુદ્યતો’ સંયમમાં ઉદ્યમ નહિ કરનારને પણ તેનાથી—તાર્દશ પ્રાર્થનાથી=સંયમની પ્રાર્થનાથી, તેનો લાભ= સંયમનો લાભ, થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે તેને=અનુદ્યમશીલને, ભગવદ્ ઉપદિષ્ટ કારણની આરાધનામાં પર્યવસન્ન દાનાર્થનો અસંભવ હોવાથી તેની ભાષાનું=અનુદ્યમશીલની ભાષાનું, અતથાપણુ છે= ઉદ્યમશીલની ભાષાના સદેશપણું નથી, પરંતુ વિપરીતપણું છે.
ભાવાર્થ :- ભગવાનની પાસે સંયમની પ્રાર્થના અર્થક જે ‘કિંતુ’નો પ્રયોગ છે એ દાનના અર્થને સૂચવે છે, અને તે દાન ભગવદુપદિષ્ટ કારણની આરાધનામાં પર્યવસન્ન=વિશ્રાંત થાય છે, અને તે સંયમની પ્રાર્થના કરનાર જીવ સ્વસામર્થ્યનુરૂપસંયમમાં ઉદ્યમશીલ હોય તોસંભવે. તેથી સંયમમાં અનુદ્યમવાળાનીતે ભાષા અતથા=મિથ્યાછે.