________________
૫૯૬
ગાથા - ૧૨૫ અધ્યાત્મમત પરીક્ષા. ત્યારપછી ક્ષીણમોહગુણસ્થાનક સુધીના જીવો અંતરાત્મા છે, અર્થાતું૪થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવો અંતરાત્મા છે. વળી તેનાથી આગળ અર્થાત્ ૧૩ અને ૧૪ ગુણસ્થાનકવાળા જીવો અને સિદ્ધના જીવો પરમાત્મા છે.
દક “રૂતિ' - ત્રણ પ્રકારના આત્માના સ્વરૂપની સમાપ્તિ સૂચક છે.
તથા' - તે રીતે ગુણસ્થાનક સાથે યોજીને ત્રણ પ્રકારના આત્મા બતાવ્યા તે રીતે, વ્યક્તિથી=વ્યક્તિરૂપે, બાહ્યાત્મા (એવા મિથ્યાત્વી વગેરે જીવો) શક્તિથી=શક્તિરૂપે, પરમાત્મા અને અંતરાત્મા છે. વળી વ્યક્તિથી=વ્યક્તિરૂપે, અંતરાત્મા શક્તિથી=શક્તિરૂપે, પરમાત્મા છે અને અનુભૂતપૂર્વનયથી બાહ્યાત્મા છે. અને વ્યક્તિરૂપે પરમાત્મા (એવા કેવળી આદિ આત્માઓ) અનુભૂતપૂર્વનયથી જ બાહ્યાત્મા અને અંતરાત્મા છે. અને તે પ્રમાણે સંગ્રહગાથા છે. (તેનો અર્થ આ પ્રમાણે છે-)
વ્યક્તિથી બાહ્યાત્મા શક્તિથી બન્ને પણ અંતરાત્મા અને પરમાત્મા બંને પણ, છે; અને વ્યક્તિથી અંતરાત્મા શક્તિથી પરમાત્મા છે અને ભૂતપૂર્વનયથી બાહ્યાત્મા છે. ITI
વળી વ્યક્તિથી પરમાત્મા ભૂતપૂર્વનયથી બંને પણ બાહ્યાત્મા અને અંતરાત્મા બંને પણ, છે. તે ત્રણે જાતના આત્માઓ મિશ્રગુણસ્થાનક, ક્ષીણમોહગુણસ્થાનક અને સયોગીકેવળીગુણસ્થાનકરૂપ સીમાને=મર્યાદાને, ધારણ કરે છે. શા.
કે “ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ઉત્થાન -પૂર્વમાં બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણેમાં કોણ શક્તિથી છે, કોણ વ્યક્તિથી છે અને કોણ અનુભૂતપૂર્વનયથી છે તે વસ્તુ ઘટાવી; ત્યાં શક્તિ શું છે તેનો વિચાર આવશ્યક રહે છે. કેમ કે સામાન્યથી જે દ્રવ્યરૂપ છે તેને શક્તિ કહેવાય છે અને પર્યાયને વ્યક્તિરૂપે કહેવાય છે, અર્થાત્ જે પર્યાય વર્તમાનમાં વર્તતો હોય તે પર્યાય વ્યક્તિરૂપે છે, અને જે પર્યાય વર્તમાનમાં વર્તતો નથી પરંતુ તે દ્રવ્યમાં તે પર્યાયની યોગ્યતા છે તે દ્રવ્યરૂપ છે અને તે શક્તિસ્વરૂપ છે. તેથી શક્તિ એ દ્રવ્યરૂપ છે એમ સામાન્યથી કહેવાય. અને દ્રવ્ય એ તિર્લફસામાન્યરૂપ અને ઊર્ધ્વતા સામાન્યરૂપ છે, તેથી તે શક્તિને તિર્યકસામાન્ય કે ઊર્ધ્વતાસામાન્યમાં અંતર્ભાવ કરવાની શંકા થાય. તેથી તેની વિચારણા કરતાં કહે છે
ટીકા યાપિ nિત્ર ર તિવસામાર્ચ, મિથ્યા છે. સીષ્ટિાચસ્વામીવી, રેનવિદ્ધર્મેન तुल्यत्वस्यातिप्रसङ्गित्वात्। नाप्यूर्ध्वतासामान्यं, पूर्वापरपर्यायसाधारणद्रव्यस्यैव तथात्वेन यत्र बाह्यात्मन्यन्तरात्मादिपर्यायो न भूतो न वा भावी तत्रान्तरात्मादिशक्त्यभावप्रसङ्गात्, भूतपूर्वबाह्यात्मन्यन्तरात्मनि बाह्यात्मशक्तिप्रसङ्गाच्च। न च प्राप्यभावानामप्राप्तत्वावस्थैवास्त्वत्र शक्तिरिति वाच्यं, प्राप्यत्वं हि वर्तमानप्रागभावप्रतियोगिप्राप्तिकत्वम् इति प्राच्यदोषानुद्धाराद्। एतेन 'शक्तिधर्मविशेष एव' इत्यपि परास्तं, तस्याः फलोन्नेयत्वात्। एवं व्यक्तिरपि दुर्वचेति। तथापि निश्चयनयप्रतीयमानं स्वरूपं शक्तिः, तच्च तनिष्ठध्वंसाऽप्रतियोगित्वे सति तनिष्ठात्यन्ताभावाऽप्रतियोगि, तेन नान्तरात्मनि भूतपूर्वबाह्या