________________
ગાથા - ૧૨૫
ધ્યાત્મમતપરીક્ષા
૧૯૫
ભાવાર્થ :- ૫રમાત્મા શુદ્ધસ્વરૂપવાળા છે, પુદ્ગલાત્મક નથી તેથી તેમને આત્મા કહેવામાં કોઇ બાધ નથી; અને તે પરમાત્મભાવની પ્રાપ્તિ માટે ઉપાયભૂત ધ્યાન છે, અને તે ધ્યાનમાં ધ્યાતારૂપે અંતરાત્મા ઉપયોગી છે. કેમ કે શરીરમાં રહેનારો આત્મા (અંતરાત્મા) જ્યારે ધ્યાતારૂપે બને છે ત્યારે જ ધ્યાન પ્રાદુર્ભાવ થાય છે, અને ધ્યાનથી જ પરમાત્મભાવ પ્રગટ થાય છે. તેથી જ શરીરના અધિષ્ઠાયક એવા આત્માને અંતરાત્મારૂપે પૃથક્ ગ્રહણ કરેલ છે. પરંતુ આત્મારૂપે ગ્રહણ કરાતાં બાહ્યકાયાદિ પુદ્ગલાત્મક હોવાના કારણે તેને આત્મા કહી શકાય નહિ, તો પણ તેને બાહ્યાત્મા કહેવાનું કારણ એ છે કે સ્વાન્તરાત્મામાં બાહ્યાત્માના ભેદનું જ્ઞાન કરાવવું છે, અને તેના દ્વારા મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ કરાવવી છે. તેથી બાહ્યાત્મારૂપ કાયા મિથ્યાજ્ઞાનની નિવૃત્તિમાં પ્રયોજક બને છે અને તે રીતે બાહ્યાત્માનું ધ્યાનમાં ઉપયોગીપણું છે.
અહીં વિશેષ એ છે કે કાયાદિની જેમ ઘટપટાદિ બાહ્યપુદ્ગલોનો પણ અંતરાત્મામાં ભેદ છે, તો પણ તે બાહ્ય પદાર્થોનો ભેદ અનુભવના બળથી સિદ્ધ છે, જ્યારે કાયામાં અનાદિકાળથી અભેદબુદ્ધિ હોય છે; અને ક્વચિત્ ઉપદેશાદિના શ્રવણથી શબ્દરૂપે અંતરાત્મામાં કાયાના ભેદનું જ્ઞાન થાય તો પણ, શરીરમાં અભેદબુદ્ધિ નિવર્તન પામતી નથી. આથી જ શરીરને કાંઇ પણ પ્રતિકૂળ હોય તે મને જ પ્રતિકૂળ છે, અને શરીરને જે અનુકૂળ છે તે મને જ અનુકૂળ છે, એવી સ્થિરબુદ્ધિ દૂર થતી નથી. પરંતુ આત્મકલ્યાણાર્થી જીવ આત્માના સ્વરૂપમાં જ્યારે ઉપયુક્ત થઇને ધ્યાનમાં યત્ન કરે છે, ત્યારે બાહ્યાત્મારૂપ કાયાનું ભેદજ્ઞાન તેમાં ઉપયોગી બને છે, તેથી પુદ્ગલાત્મક કાયાને પણ બાહ્યાત્મારૂપે કહેલ છે.
ટીકા :- અન્ય તુ-મિથ્યાવર્ગનાવિમાવળિતો વાહ્યાત્મા, सम्यग्दर्शनादिपरिणतस्त्वन्तरात्मा, केवलज्ञानादिपरिणतस्तु परमात्मा । तत्राद्यगुणस्थानत्रये बाह्यात्मा, ततः परं क्षीणमोहगुणस्थानं यावदन्तरात्मा, ततः परं तु परमात्मेति । तथा व्यक्त्या बाह्यात्मा शक्त्या परमात्मान्तरात्मा च । व्यक्त्याऽन्तरात्मा तु शक्त्या परमात्मा, अनुभूतपूर्वनयेन च बाह्यात्मा । व्यक्त्या परमात्मा अनुभूतपूर्वनयेनैव बाह्यात्मान्तरात्मा चेति । तथा च संग्रहगाथे
ટીકાર્ય :- ‘અન્યે તુ' વળી અન્ય આ પ્રમાણે કહે છે
‘મિથ્યા’મિથ્યાદર્શનાદિભાવથી પરિણત બાહ્યાત્મા છે, વળી સમ્યગ્ દર્શનાદિભાવથી પરિણત અંતરાત્મા છે, વળી કેવલજ્ઞાનાદિથી પરિણત પરમાત્મા છે.
‘તંત્ર ’ = ત્યાં અર્થાત્ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, ૧ થી ૩ ગુણસ્થાનકવાળા જીવો બાહ્યાત્મા છે.
૬.
૨.
B-૩
१ वत्तीए बज्झप्पा सत्तीए दोवि अंतरप्पा य ।
सत्तीए परमप्पा बज्झप्पा भूअपुवेणं ॥१॥
२ वत्ती परमप्पा दोवि पुण णएण भूअपुव्वेणं । 'मीसे खीणसजोगे सीमन्धरा ते तओ हुंति ॥२॥ ति ।
व्यक्त्या बाह्यात्मा शक्त्या द्वावपि अंतरात्मा च । शक्त्या परमात्मा बाह्यात्मा भूतपूर्वेण ॥
व्यक्त्या परमात्मा द्वावपि पुनर्नयेन भूतपूर्वेण । मिश्र क्षीण-सयोगे सीमन्धरास्ते त्रयो भवन्ति ॥
'