________________
• . . . . . .૮૯૭
ગાથા : ૧૭૩.
અધ્યાત્મમત૫રીક્ષા થઈ શકે. તેથી સંસારનાં સુખોને ભોગવીને સિદ્ધત્વજ્ઞાન થવાથી સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ થશે, એ પ્રમાણે પૂર્વપક્ષીએ જે સ્થાપન કરેલ તે સંગત નથી, પરંતુ ઉપદેશાદિની સામગ્રી દ્વારા સંસારનાં સુખોમાં દુઃખાનુબંધિત્વનું જ્ઞાન કરવું તે જ સંયમ માટે ઉપયોગી છે એ સ્થાપન થયું. તેના નિરાકરણરૂપે “ તત્વ'થી નવી રીતે પ્રતિબધ્યપ્રતિબંધકભાવ સ્થાપીને પૂર્વપક્ષી એ સ્થાપન કરવા માંગે છે કે, ભોગોને ભોગવવાથી જ ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે; અને ત્યાં પૂર્વપક્ષી એ બતાવે છે કે, સંસારનું સુખ આત્મિક સુખથી વિજાતીય છે, અને તે વિજાતીય સુખ ભોગવવાથી જયારે સંતોષ થાય ત્યારે જે સુખો પોતે ભોગવ્યાં નથી એ બધામાં પણ સિદ્ધજાતીયત્વનું જ્ઞાન થાય તો સંસારના સુખની ઇચ્છાનો પ્રતિબંધ થઈ જાય. અને આ જાતનો પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ માનવામાં પોતાને દોષ આવે છે કે, અવિરતિવાળા જીવોને ગમે તેટલાં સુખો ભોગવ્યા પછી પણ ઇચ્છા શાંત થતી નથી. તેથી તેના સમાધાન માટે પૂર્વપક્ષી કહે છે કે, જે સુખો પોતે હજુ મેળવ્યાં નથી તે સુખમાં સિદ્ધજાતીયત્વ ધર્મ હોવા છતાં પણ મોહનીયકર્મના કારણે અવિરતિવાળા જીવોને સિદ્ધજાતીયત્વનું જ્ઞાન થતું નથી, અને તેની પુષ્ટિ ઉપદેશમાલા ગાથા-૨૦૨ના કથનથી કરે છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે, સંસારનાં સુખોમાં જેમ સિદ્ધજાતીયત્વનું જ્ઞાન આવશ્યક છે, તેમ બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન પણ આવશ્યક છે. આથી કરીને જ ઉપદેશમાલા ગાથા૨૦૨માં બતાવ્યું એ પ્રમાણે વૈરાગ્યમાં સિદ્ધજાતીયતનું જ્ઞાન આવશ્યક છે એ સ્થાપન થાય છે. અને ઉપદેશમાલા ગાથા ૨૦૪-૨૦૫માં બતાવ્યું એ પ્રમાણે સંસારના સુખની ઇચ્છાના વિચ્છેદમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન આવશ્યક છે. જો ફક્ત સિદ્ધજાતીયત્વજ્ઞાનથી જ ઇચ્છાનો વિચ્છેદ થતો હોય, તો ઉપદેશમાલાની ગાથા-૨૦૨ કહ્યા પછી ગાથા ૨૦૪-૨૦૫ કહેવાની જરૂરત રહેત નહિ.
અહીં વિશેષ એ છે કે, જેમ મોહનીયકર્મના ઉદયથી જ જીવ સંસારનાં સુખોને અપૂર્વની જેમ માને છે, તેમ મોહનીયકર્મના ઉદયથી સંસારનાં સુખોમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન પણ થતું નથી. તેથી સંસારના સુખની ઇચ્છાના વિચ્છેદ પ્રત્યે અંતરંગ કારણરૂપે મોહનીયકર્મનો ક્ષયોપશમ આવશ્યક છે; અને બાહ્ય રીતે ઉપદેશાદિ સામગ્રી દ્વારા સંસારનાં ભોગસુખોમાં સિદ્ધજાતીયત્વનું જ્ઞાન અને બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન બંને આવશ્યક છે; તો પણ મુખ્યરૂપે સંસારનાં સુખોમાં બલવાનદુઃખાનુબંધિત્વનું જ્ઞાન થઇ જાય, તો આ સુખો તજ્જાતીય છે એ જ્ઞાન કરાવવું સહેલું રહે છે. પરંતુ જે જીવને બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન ન થાય, તે જીવને, ઉપદેશથી કોઇ તજ્જાતીયત્વનું જ્ઞાન કરાવે તો પણ ઇચ્છાનો વિચ્છેદ થાય નહિ; કેમ કે સુખ એ જીવને પ્રિય છે. તેથી પોતાને જે સુખો સિદ્ધ થયાં છે તજાતીય આ સુખ છે એવું જ્ઞાન થાય તો પણ, તે સુખોને છોડવા માટે જીવ તૈયાર થતો નથી; કેમ કે સુખના ત્યાગમાં જીવને દુઃખરૂપ અવસ્થા જ દેખાય છે. અને ઉપદેશની સામગ્રી દ્વારા જીવને ખ્યાલ આવે કે આ સંસારનાં સુખો બલવાન દુઃખાનુબંધી છે, અને આત્મિક સુખ દુઃખાનનુબંધી છે, તેથી સંસારના સુખ પ્રત્યે દ્વેષ થાય, તો જ સંસારનાં સુખની ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે, આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
st:- स्यादेतत्-तज्जातीयसुखत्वेनेच्छाया निवृत्तौ यावत्तज्जात्याश्रयाणां सुखानां स्वरूपसंसिद्धत्वमेव तन्त्रम्, मैवं, “इच्छा हु आगाससमा असंखया" इत्याद्यागमप्रामाण्यबलेन जगत एवाऽनिरुद्धमनसामिच्छाविषयत्वात् तावद्विषयाणामसिद्धत्वात्, प्रोषितस्य सकलतत्कान्तावलोकनानां स्वरूपतः सिद्धत्वेपि मृतकान्तावलोकनेच्छादर्शनाच्च ।
१.
इच्छा खलु आकाशसमाऽसंख्या।