________________
અધ્યાત્મમતપરીક્ષા
૮૯૬ ગાથા - ૧૭૩ દ્વેષની સામગ્રી જેમ દુઃખાનુબંધિત્વનું જ્ઞાન છે તેમ તજ્જાતીયત્વનું જ્ઞાન પણ છે, પણ તજ્જાતીયત્વનું જ્ઞાન થાય એટલા માત્રથી ઇચ્છાનો વિચ્છેદ થઇ શકે નહિ. પરંતુ જે વ્યક્તિને આ સંસારનું સુખ દુઃખાનુબંધી છે, અને આ સુખને ભોગવીને જ હું અત્યાર સુધી સંસારમાં રખડ્યો, અને વર્તમાનમાં પ્રાપ્ત પણ સંસારનું સુખ તજ્જાતીય જ છે, એવું જ્ઞાન થવાથી સંસારનાં સુખો પ્રત્યે દ્વેષ થાય, ત્યારે સંસારનાં સુખોની ઇચ્છાનો વિચ્છેદ થાય છે.
ટીકાર્થ :- ‘અત વ’- આથી કરીને જ=પૂર્વમાં કહ્યું કે ઉપદેશમાલા ગાથા-૨૦૨માં કહેલ કથન વડે સામગ્રીના પ્રતિપાદન દ્વારા સંસારના સુખના વિચ્છેદના હેતુભૂત દ્વેષની સામગ્રીના વૈકલ્યનું ફલથી પ્રતિપાદન છે આથી કરીને જ, ઉપદેશમાલા ગાથા-૨૦૪માં કહેલ કથન વડે દોષમહિમા દ્વારા સંસારસુખમાં દ્વેષના હેતુભૂત બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનનું વૈકલ્ય જ કહેવાયું છે.
ઉપદેશમાલા ગાથા-૨૦૪માં કહેવાયેલ કથન આ પ્રમાણે છે-‘નાળિ ફ' જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થતાં દુ:ખોને (જીવ) જાણે છે, ચિંતવન કરે છે અને છતાં વિષયોથી વિરક્ત થતો નથી. અહો! કપટગ્રંથિ સુબદ્ધ=દઢ છે.
ભાવાર્થ :- ઉપદેશમાલા ગાથા-૨૦૪માં કહ્યું કે, જીવ જન્મ, જરા, મરણથી ઉત્પન્ન થયેલ દુઃખને જાણે છે, વિચારે છે, છતાં વિષયોથી વિરક્ત થતો નથી. આ કથનમાં જીવનું જાણવું અને વિચારવું એ ફક્ત શબ્દાત્મક છે એમ બતાવેલ છે. અને કપટગ્રંથિ સુબદ્ધ છે એમ કહ્યું તેનાથી એ બતાવવું છે કે, જીવને જે વિપર્યાસરૂપી ગાંઠ છે, તે સુબદ્ધ છે. એમ કહીને દ્વેષના હેતુભૂત બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનનું વૈકલ્ય બતાવેલ છે.
ટીકાર્ય :- ‘અત વ ચ’ – અને આથી કરીને જ=ઉપદેશમાલા ગાથા-૨૦૪ના કથનથી દ્વેષન્ના હેતુભૂત બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનનું વૈકલ્ય જ કહ્યું આથી કરીને જ, ઉપદેશમાલા ગાથા-૨૦૫ના કથનથી આ જ વાત વિવૃત કરાયેલ છે.
ઉપદેશમાલા ગાથા-૨૦૫નો અર્થ આ પ્રમાણે છે
‘નાખેફ' – જે પ્રમાણે જાણે છે કે હું મૃત્યુ પામીશ, અને નહિ મરતા જીવનો પણ ઘડપણ વિનાશ કરે છે, (છતાં) લોક ઉદ્વિગ્ન થતો જ નથી. અહો! રહસ્ય સુનિર્મિત-દુર્ભેદ્ય છે.
ભાવાર્થ :- આ શ્લોકમાં પણ એ જ કહ્યું છે કે, જીવ જાણે છે કે હું મરીશ, અને જ્યાં સુધી મરતો નથી ત્યાં સુધી જરા તેનો વિનાશ કરે છે, એમ પણ સંસારી જીવો જાણે જ છે. આ કથન પણ તત્ત્વનો સ્પર્શ કર્યા વગર જાણે છે એ જ અર્થ બતાવે છે. અને લોક સંસારથી ઉદ્વિગ્ન થતો નથી, એ કથન સંસારના સુખમાંદ્વેષના હેતુભૂત બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનના વૈકલ્યને બતાવે છે. તેથી ‘અો’થી ખેદ વ્યક્ત કરે છે કે, જુઓ! આ રહસ્ય સુનિર્મિત છે.
‘સ્થાવેતત્ થી વિવૃતમ્’ સુધીના કથનનો સારાંશ
પૂર્વમાં એ સ્થાપન કર્યું કે, વિશેષદર્શીને સિદ્ધત્વજ્ઞાન થવાના કારણે સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થઇ શકે નહિ, પરંતુ સંસારના સુખમાં દુ:ખાનુબંધિત્વના જ્ઞાનને કારણે દ્વેષ થાય, તો સંસારના સુખની ઇચ્છાનો વિચ્છેદ