________________
અધ્યાત્મમતપરીક્ષા
૮૯૫
ગાથા : ૧૭૩ .
‘મૈવમ્ ”માં હેતુ તરીકે તજ્જાતીયત્વનું જ્ઞાન દ્વેષના હેતુભૂત બલવાન દુઃખાનુબંધીના જ્ઞાનનું પ્રયોજક છે, અને તજ્જાતીયત્વનું જ્ઞાન દ્વેષના હેતુભૂત બલવાન દુઃખાનુબંધીના જ્ઞાનનું પ્રયોજક કેમ છે? તો તેમાં હેતુ તરીકે સિદ્ધસુખમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન છે.
ભાવાર્થ :- ભૂતકાળમાં બધાં સુખો જીવે ભોગવ્યાં છે અને તેના કારણે સંસારમાં પરિભ્રમણ થયું, એવું જ્ઞાન જીવને થવાથી સર્વ ભોગવાયેલાં સુખોમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થયું; અને વર્તમાનમાં દેખાતાં બધાં સુખો તજ્જાતીય છે તેવું જ્ઞાન થવાથી, વર્તમાનનાં સુખોમાં પણ દ્વેષના હેતુભૂત દુઃખાનુબંધિત્વનું જ્ઞાન પેદા થશે. માટે તજ્જાતીયત્વનું જ્ઞાન દ્વેષના હેતુભૂત દુઃખાનુબંધિત્વના જ્ઞાન પ્રતિ પ્રયોજક છે.
ઉત્થાન :- તજ્જાતીયત્વજ્ઞાનનું દ્વેષહેતુભૂત એવા બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનનું પ્રયોજકપણું છે એમ કહ્યું ત્યાં, ઉપદેશમાલાના સાક્ષીપાઠનો સામાંન્યથી જોતાં વિરોધ દેખાય; કેમ કે ઉપદેશમાલામાં એમ કહ્યું છે કે, જીવે આ સુખો અનંતીવાર પ્રાપ્ત કર્યા છતાં અપૂર્વની જેમ માને છે, તેથી વિરક્ત થતો નથી. માટે ઉપદેશમાલાના કથન પ્રમાણે સામાન્યથી જોતાં તજ્જાતીયત્વનું જ્ઞાન જ ઇચ્છાનું પ્રતિબંધક છે એવું ભાસે. તેનું સમાધાન કરતાં કહે છે
-
ટીકાર્ય - ‘તદ્ધિ’– તેના વડે=ઉપદેશમાલાના સાક્ષીપાઠમાં કહ્યું કે જીવ અપૂર્વની જેમ માને છે તેના વડે, સામગ્રીના પ્રતિપાદન દ્વારા ફલથી સંસારસુખની ઇચ્છાના વિચ્છેદના હેતુભૂત દ્વેષસામગ્રીના વૈકલ્યનું જ પ્રતિપાદન છે. વીર ‘તદ્ધિ' પાઠ છે ત્યાં ‘તેન દિ’ પાઠ ભાસે છે.
ભાવાર્થ :- શાસ્ત્રાદિ દ્વારા પ્રાપ્ત થતા વિવેકથી અનંતકાળમાં પ્રાપ્ત થયેલા સિદ્ધસુખમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થાય છે, અને તેનાથી તજ્જાતીયત્વના જ્ઞાનનું દ્વેષહેતુભૂત એવા બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનનું પ્રયોજકપણું છે; કેમ કે જીવે અનંતકાળમાં સાંસારિક સુખો ભોગવીને સંસારમાં દુઃખની પરંપરા પ્રાપ્ત કરી. તેથી તજ્જાતીય આ બધાં સુખો છે એવું જીવને જ્ઞાન થવાથી, વર્તમાનમાં સુખ પ્રત્યે દ્વેષના હેતુભૂત એવા દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થાય છે. માટે સિદ્ધજાતીયંત્વજ્ઞાન જ ઇચ્છાનું પ્રતિબંધક નથી, પરંતુ સિદ્ધસુખમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન જેને થાય છે, તે વ્યક્તિને તજ્જાતીયત્વનું જ્ઞાન તે સુખમાં દ્વેષના હેતુભૂત એવા જ્ઞાનને પેદા કરીને ઇચ્છાનો વિચ્છેદ કરે છે.
અહીંવિશેષ એ છે કે, જે વ્યક્તિને સંસારના સુખમાં બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન ન હોય, તે વ્યક્તિને સિદ્ધજાતીયત્વજ્ઞાન સુખોમાં થઇ જાય તો પણ ઇચ્છાનો વિચ્છેદ થતો નથી, પરંતુ ઇચ્છાનો વિચ્છેદ દ્વેષથી જ થાય છે. માટે સુખની ઇચ્છાનો પ્રતિબંધક સુખની ઇચ્છાનો દ્વેષ છે, પણ સિદ્ઘજાતીયત્વનું જ્ઞાન નથી.
‘તેન દિ’- ઉપદેશમાલાના સાક્ષીપાઠમાં જીવ અપૂર્વની જેમ માને છે એમ કહ્યું તેના વડે એ જણાવવું છે કે, અપૂર્વ માનવાના કારણે જીવને ફરી સુખની ઇચ્છા થાય છે; તેથી સુખની ઇચ્છા પ્રત્યે અપૂર્વનું જ્ઞાન સામગ્રીરૂપ છે. (પરંતુ એમ નથી કહ્યું કે જો તે અપૂર્વ ન માને તો ઇચ્છા ન જ થાય) તેથી ઇચ્છા પ્રત્યે જેમ અન્ય સામગ્રી છે તેમ અપૂર્વ માનવારૂપ જીવનું જ્ઞાન પણ સામગ્રી છે. અને આનાથી એ પ્રાપ્ત થાય કે, સંસારના સુખની ઇચ્છાના વિચ્છેદના હેતુભૂત દ્વેષની સામગ્રીના વૈકલ્યનું જ ઉપદેશમાલા ગાથા-૨૦૨ના કથનમાં પ્રતિપાદન છે; અને તે