________________
દિ૯૪. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ............ ગાથા.૧૭૩ ટીકાર્ય -“તકુ'થી તેમાં પૂર્વપક્ષી ઉપદેશમાલાની સાક્ષી આપતાં કહે છેપત્તા ય' - કાળ અનંત છે (માટે) અહીંયાં દેવાદિ ભવોમાં, ઉપભોગ સહિત કામભોગો પ્રાપ્ત કરાયા, તો પણ જીવ મનમાં વૈષયિક સુખને અપૂર્વની જેમ માને છે.
ભાવાર્થ -પૂર્વપક્ષીને ઉપદેશમાલાની સાક્ષીથી એ કહેવું છે કે, વસ્તુરૂપે સંસારનાં બધાં સુખો સિદ્ધજાતીય છે, તેથી. અવિરક્તને વસ્તુરૂપે સત્ પણ સિદ્ધજાતીયત્વનું જ્ઞાન નથી, તેથી સંસારનાં સુખોને વારંવાર ભોગવવાની તેને ઇચ્છા થાય છે.
ટીકાર્ય - 'મત્ર' - અહીંયાં=ઉપદેશમાલાની સાક્ષીના કથનમાં, જે કહ્યું કે જીવ અપૂર્વની જેમ માને છે ત્યાં, અપૂર્વપદ અપૂર્વજાતીયપર છે. અન્યથા અપૂર્વપદ અપૂર્વજાતીયપરગ્રહણ ન કરો, પરંતુ અપૂર્વ વ્યક્તિના અર્થમાં પ્રહણ કરો તો, ભાવિના સુખનું વાસ્તવિક રીતે અપૂર્વવાદિ વડે અર્થની અનુપપત્તિ છે.
ભાવાર્થ - ઉપદેશમાલા ગાથા-૨૦૨ની સાક્ષી આપી તેમાં જીવ અપૂર્વની જેમ માને છે તેમ કહ્યું ત્યાં, અપૂર્વપદ અપૂર્વજાતીયના અર્થમાં ગ્રહણ કરવાનું છે. જો અપૂર્વજાતીય અર્થમાં ગ્રહણ ન કરો અને અપૂર્વ વ્યક્તિના અર્થમાં ગ્રહણ કરો, તો ભવિષ્યમાં થનાર સુખ વાસ્તવિક રીતે તે તે સુખરૂપ વ્યક્તિથી અપૂર્વ છે, તેથી તેમાં અપૂર્વવાદિ ધર્મો છે, તેથી જીવ અપૂર્વની જેમ માને છે, એ પ્રકારના અર્થની અનુપપત્તિ થશે. કેમ કે વ્યક્તિથી તે તે સુખને ગ્રહણ કરીએ તો પૂર્વનાં સુખો કરતાં ભાવિનાં સુખો જુદાં છે, તેથી અપૂર્વની જેમ માને છે તેમ કહી નહિ શકાય.
ટીકાર્ય - ‘વંa'- અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે અવિરક્તને મોહનીયકર્મના દોષને કારણે સંસારના સુખમાં વસ્તુ સત્ પણ સિદ્ધજાતીયત્વ ભાસતું નથી એ રીતે, ઉક્ત કર્યદોષના વિલયથી મોહનીયકર્મના દોષના નાશથી, (આત્મિક સુખની અપેક્ષાએ વિજાતીયસુખમાં) વિજાતીયસુખ–ાવચ્છેદન (વિજાતીયસુખ સામાન્યમાં) સિદ્ધજાતીયત્વના જ્ઞાનથી જ સંસારના સુખની ઇચ્છાનો વિચ્છેદ થાય છે, એ પ્રકારે પૂર્વપક્ષીનું તાત્પર્ય છે.
ભાવાર્થ -પૂર્વપક્ષીના કથન પ્રમાણે, ભોગમાં પ્રવૃત્તિ કરવાથી સિદ્ધત્વનું જ્ઞાન થશે, અને તેનાથી વિજાતીયસુખમાં= સંસારના સુખમાં, વિજાતીયસુખ–ાવચ્છેદન સિદ્ધજાતીયત્વનું જ્ઞાન થશે; અને તે સિદ્ધજાતીયત્વનું જ્ઞાન થવામાં મોહનીયકર્મરૂપ દોષના વિલયની અપેક્ષા છે. અને સંસારના વિજાતીયસુખમાં સિદ્ધજાતીયત્વનું જ્ઞાન થવાથી સંસારના સુખની ઇચ્છા પ્રતિબંધિત થવાના કારણે ઇચ્છાનો વિચ્છેદ થશે, અને ઇચ્છાનો વિચ્છેદ થવાના કારણે સંયમની પ્રવૃત્તિ નિરાબાધ થશે.
ટીકાર્ય - પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે“નૈવમ્' - એ પ્રમાણે ન કહેવું, કેમ કે સિદ્ધ થયેલા એવા સંસારના સુખમાં બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનથી, તજાતીયત્વના જ્ઞાનનું ષહેતુભૂત એવા તજ્ઞાનનું બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનનું, પ્રયોજકપણું છે.